________________
- ૧૮૬
શ્રી જ્ઞાતાધર્મકથા સૂત્ર
પોતાના ઘરના હિરણ્યના, કાંસા આદિ વાસણો, દૂષ્ય-રેશમી આદિ મૂલ્યવાન વસ્ત્રો, વિપુલ ધન યાવત સ્વાપQય-સંપતિની ભાંડાગારિણી (ભંડારીના રૂપમાં) નિયુક્ત કરી દીધી. २४ एवामेव समणाउसो ! जावपंच य से महव्वयाई रक्खियाई भवंति, सेणं इह भवे चेव बहूणं समणाणं, बहूणं समणीणं, बहूणं सावयाणं, बहूणं सावियाणं अच्चणिज्जे जाव चाउरंत संसार कंतारं वीईवइस्सइ; जहा से रक्खिया । ભાવાર્થ - એ પ્રમાણે હે આયુષ્માન શ્રમણો! યાવતદીક્ષિત થઈને આપણા જે સાધુ અથવા સાધ્વી પાંચ મહાવ્રતોની રક્ષા કરે છે, તે આ જ ભવમાં ઘણા સાધુ-સાધ્વીઓ, ઘણા શ્રાવક-શ્રાવિકાઓ માટે અર્ચનીય થાવત્ ચતુર્ગતિરૂપ સંસાર કંતારને પાર કરે છે, જેમ કે રક્ષિકા. २५ रोहिणिया वि एवं चेव । णवरं-तुब्भे ताओ ! मम सुबहुयं सगडीसागडं दलाहि, जेण अहं तुब्भं ते पंच सालिअक्खए पडिणिज्जाएमि ।
तए णं से धण्णे सत्थवाहे रोहिणिं एवं वयासी- कहं णं तुम मम पुत्ता ! ते पंच सालिअक्खए सगडसागडेणं णिज्जाइस्ससि?
तएणं सा रोहिणी धण्णं एवं वयासी- एवं खलु ताओ ! इओ तुब्भे पंचमे संवच्छरे इमस्स मित्तणाइ जाव कुलघरवग्गस्स पुरओ मम पंच सालिअक्खए दिण्णे जाव ते पंचसालिअक्खए बहवे कुंभसया जाया, तेणेव कमेणं । एवं खलु ताओ ! तुब्भे ते पंच सालिअक्खए सगडसागडेणं णिज्जाएमि। ભાવાર્થ :- રોહિણીના વિષયમાં પણ એમ જ જાણવું, વિશેષતા એ છે કે જ્યારે ધન્ય સાર્થવાહે તેની પાસેથી પાંચ દાણા માગ્યા ત્યારે તેણીએ કહ્યું- તાત ! આપ મને ઘણા ગાડા-ગાડીઓ આપો, જેથી હું કમોદના પાંચ દાણા લઈ આવું.
ત્યારે ધન્ય સાર્થવાહે રોહિણીને કહ્યું- હે પુત્રી ! તું મને તે પાંચ કમોદના દાણા ગાડા-ગાડીમાં ભરીને કેવી રીતે દઈશ?
ત્યારે રોહિણીએ ધન્ય સાર્થવાહને કહ્યું- હે તાત! આજથી પાંચ વર્ષ પૂર્વે આ જ મિત્રો, જ્ઞાતિજનો આદિની સમક્ષ આપે મને પાંચ કમોદના દાણા દીધા હતા યાવતુ તે જ પાંચ કમોદના દાણા હવે સેંકડો કુંભ પ્રમાણ થઈ ગયા છે, ઇત્યાદિ આ પ્રમાણે હે તાત ! હું આપના તે પાંચ કમોદના દાણાને ગાડા-ગાડીઓમાં ભરીને આપું . २६ तए णं से धण्णे सत्थवाहे रोहिणीयाए सुबहुयं सगङसागडं दलयइ । तए णं रोहिणी सुबहुसगडसागडं गहाय जेणेव सए कुलघरे तेणेव उवागच्छइ, उवागच्छित्ता कोट्ठागारे विहाडेइ, विहाडित्ता पल्ले उभिदइ, उब्भिदित्ता सगडी-सागडं भरेइ, भरित्ता रायगिहं णगरं मज्झमज्झेणं जेणेव सए गिहे जेणेव धण्णे सत्थवाहे तेणेव उवागच्छइ ।
तएणं रायगिहे णयरे सिंघाडग जाव बहुजणो अण्णमण्णं एवमाइक्खइ-धण्णे णं