________________
[ ૪૬ ]
શ્રી શાતાધર્મકથા સૂત્ર
सस्सिरीयरूवं कंचणरयणथूभियागं णाणाविह-पंचवण्णघंटापडाग-परिमंडियग्गसिहरं धवलमरीचिकवयं विणिम्मुयंत लाउल्लोइयमहियं जावगंधवट्टिभूयं; पासाईयंदरिसणिज्जं अभिरूवं पडिरूवं । ભાવાર્થ:- બીજું એક વિશાળ ભવન મેઘકુમાર માટે તૈયાર કરાવ્યું. તે મહેલ(ભવન) અનેક સેંકડો થાંભલાઓ ઉપર સ્થિત હતો. તે થાંભલાઓ ઉપર ક્રીડા કરતી અનેક પુતળીઓ સ્થાપિત કરી હતી. તેમાં ઊંચા અને સુનિર્મિત વજરત્નમય વેદિકા(પાળી) અને તોરણો હતા. તે ઊંચા અને મજબૂત હતા. તેના થાંભલાઓ ઉત્તમ, મોટા, મનોહર પુતળીઓથી યુક્ત, પ્રશસ્ત વૈર્ય રત્નથી નિર્મિત હતા. તે મહેલ વિવિધ પ્રકારના મણિ, સુવર્ણ અને રત્નોથી જડિત હોવાના કારણે ઉજજવળ દેખાતો હતો. તેનો ભૂમિભાગ એકદમ સમ, વિશાળ, સઘન અને રમણીય હતો. તે મહેલની દિવાલો પર ઇહામગ-વરુ, બળદ વગેરેના વિવિધ ચિત્રો ચિત્રિત હતા. થાંભલાઓ પર સ્થિત અને વજરત્નમયી વેદિકાયુક્ત હોવાથી તે મહેલ રમણીય દેખાતો હતો. તે મહેલમાં સમ પંક્તિમાં રહેલા હજારો વિદ્યાધર યુગલો યંત્ર દ્વારા ચાલતા દેખાતા હતા. તે મહેલ રત્નોના હજારો કિરણોથી વ્યાપ્ત હોવાથી તેમજ હજારો ચિત્રોથી યુક્ત દેદીપ્યમાન અને અતીવ દેદીપ્યમાન દેખાતો હતો. તે મહેલ ઊડીને આંખે વળગે તેવો હતો. તે સુખદ સ્પર્શવાળો હતો અને તેનું રૂપ કમનીય હતું. તેમાં સુવર્ણ, મણિ અને રત્નોની સૂપિકાઓ બનાવેલી હતી. તેનું મુખ્ય શિખર વિવિધ પ્રકારની પંચવર્ણી, ઘંટડીઓવાળી પતાકાઓથી સુશોભિત હતું. તે ચારે બાજુ દેદીપ્યમાનકિરણોને ફેલાવતું હતું અને તેજથી આંખો આંજી દે તેવું હતું યાવતું તે મહેલ સુગંધી ધૂપસળી જેવું લાગતું હતું. તે મહેલ ચિત્તાલાદક, દર્શનીય, મનોજ્ઞ અને અતીવ મનોહર હતો.
६९ तए णं तस्स मेहकुमारस्स अम्मापियरो मेहं कुमारं सोहणंसि तिहिकरणणक्खत्त मुहुत्तसि सरिसियाणं सरिसव्वयाणं सरिसत्तयाणं सरिसलावण्णरूव-जोव्वण-गुणोववेयाणं सरिसएहितो रायकुलेहितो आणिल्लियाणपसाहणटुंग-अविहववहु-ओवयण मंगल सुजंपिएहिं अट्ठहिं रायवरकण्णाहिं सद्धिं एगदिवसेणं पाणिं गिण्हावेइ । ભાવાર્થ-ત્યારપછી મેઘકુમારના માતાપિતાએ શુભ તિથિ, કરણ, નક્ષત્ર અને મુહૂર્તમાં શરીર પ્રમાણથી સદશ, સમાન ઉંમર, સમાન ત્વચાવાળી, સમાન લાવણ્યવાળી, સમાનરૂપ(આકૃતિ) વાળી, સમાન યૌવન અને ગુણવાળી તથા પોતાની સમાન રાજકુળની આઠ શ્રેષ્ઠ રાજકન્યાઓ સાથે, એક જ દિવસે, એક જ સાથે, આઠે ય અંગોમાં અલંકાર ધારણ કરનારી સોહાગણ સ્ત્રીઓ દ્વારા કરાયેલા મંગલગાન અને દહીં, ચોખા વગેરે માંગલિક પદાર્થોના પ્રયોગ દ્વારા મેઘકુમારનું પાણિગ્રહણ કરાવ્યું. ७० तएणं तस्स मेहस्स अम्मापियरो इमं एयारूवं पीइदाणंदलयइ- अट्ठ हिरण्णकोडीओ अट्ठ सुवण्णकोडीओ जावपेसणकारियाओ, अण्णं च विपुलंधणकणगरयणमणिमोत्तिय संख-सिलप्पवालरत्तरयणसंतसारसावएज्ज अलाहि जाव आसत्तमाओ कुलवंसाओ पकामं दाउं पकामं भोत्तु पकामं परिभाएउं । ભાવાર્થ:- ત્યારપછી મેઘકુમારના માતા-પિતાએ આઠે કન્યાઓને આ પ્રમાણે પ્રીતિદાન આપ્યું. આઠ કરોડ ચાંદી, આઠ કરોડ સોનું કાવત આઠ-આઠ સંદેશો પહોંચાડનારી દાસીઓ તથા બીજું પણ વિપુલ