________________
શતક-૩૬, ૩૭, ૩૮, ૩૯
SO3
શતક-૩૬,૩૦,૩૮,૩૯| RRBORD. પરિચય DROROR
આ ચાર શતક ક્રમશઃ બેઇન્દ્રિય, તેઇન્દ્રિય, ચૌરેન્દ્રિય અને અસંશી તિર્યંચ પંચેન્દ્રિય મહાયુગ્મ શતક છે. તે પ્રત્યેક શતકના ૧૨-૧૨ અવાંતર શતક અને એક-એક અવાંતર શતકના ૧૧-૧૧ ઉદ્દેશકો પાંત્રીસમાં શતકની જેમ છે. તે પ્રત્યેક ઉદ્દેશકમાં ૧૬ મહાયુગ્મોનું ૩૩ દ્વારથી વર્ણન છે, તે સંપૂર્ણ વર્ણન પાંત્રીસમા એકેન્દ્રિય મહાયુગ્મ શતક અનુસાર છે. તેમાં વિશેષતા આ પ્રમાણે છેઆ ચારે ય શતકોમાં દેવગતિમાંથી ઉત્પત્તિ થતી નથી, તે જીવો મનુષ્ય અને તિર્યંચગતિમાંથી આવીને ઉત્પન્ન થાય છે. અવગાહના- બેઇન્દ્રિયની ૧૨ યોજન, તેઇન્દ્રિયની ૩ ગાઉ, ચૌરેન્દ્રિયની ૪ ગાઉ અને અસંજ્ઞી પંચેન્દ્રિયની ૧,000 યોજનની છે. આ ચારે ય શતકોમાં ત્રણ-ત્રણ લેગ્યા છે. વચનયોગ અને કાયયોગ, આ બે-બે યોગ છે. આ ચારેયની અપર્યાપ્તાવસ્થામાં સમ્યગુદષ્ટિ અને મતિ, શ્રુતજ્ઞાન પણ હોય છે, તેથી તે સર્વમાં બે-બે દષ્ટિ છે. બેઇન્દ્રિયની ૧૨ વર્ષ, તેઇન્દ્રિયની ૪૯ દિન, ચૌરેન્દ્રિયની છ માસની અને અસંજ્ઞી પંચેન્દ્રિયની પૂર્વકોટિ વર્ષની સ્થિતિ છે. સ્થિતિ અને કાયસ્થિતિ જઘન્ય એક સમયની જે છે, તે કૃતયુગ્મ આદિ સંખ્યાના પરિવર્તનની અપેક્ષાએ છે. જીવના તે ભવની અપેક્ષાએ તો જઘન્ય અંતમુહૂર્ત હોય છે. ત્રણ વિકસેન્દ્રિયની જઘન્ય એક સમય, ઉત્કૃષ્ટ સંખ્યાતકાલની અને અસંજ્ઞી તિર્યંચ પંચેન્દ્રિયની ઉત્કૃષ્ટ અનેક ક્રોડ પૂર્વ વર્ષની કાયસ્થિતિ છે. ભવી અને અભવીના અવાંતર શતકમાં સર્વ જીવોની અનેક વાર કે અનંત વાર ઉત્પત્તિ થતી નથી તેથી તેનો નિષેધ છે. શેષ દ્વારનું કથન પાંત્રીસમા એકેન્દ્રિય મહાયુગ્મ શતક પ્રમાણે છે.
OLLO.