SearchBrowseAboutContactDonate
Page Preview
Page 626
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૬૮ | શ્રી ભગવતી સૂત્ર-૫ હોય તો એક સમયની વિગ્રહગતિથી અને ઉત્પત્તિ સ્થાન વિશ્રેણીમાં હોય તો બે, ત્રણ અથવા ચાર સમય થાય છે. તે જ રીતે પૂર્વે ચરમાંતથી પૂર્વે ચરમતમાં ઉત્પન્ન થતાં ૧૪૪ વિકલ્પોમાં પણ એક, બે, ત્રણ અથવા ચાર સમયની વિગ્રહગતિ થાય છે. TI પથતિ નપુસેડી.. વિદિં ૩વવજિત્તર(સૂત્ર-૨૦,૨૧) –ઉભયતોવક્રા ગતિથી કોઈ એક પ્રતરમાં અનુશ્રેણી (દિશા)માં ઉત્પન્ન થાય તો ત્રણ સમયની અને વિશ્રેણી (વિદિશા)માં ઉત્પન્ન થાય તો ચાર સમયની વિગ્રહ ગતિથી ઉત્પન્ન થાય છે. અહીં જીવ જે પ્રતર ઉપર છે તે સિવાયના અન્ય કોઈપણ પ્રતરમાં ઉત્પન્ન થાય, તેમ સમજવાનું છે. જીવ જે પ્રતરમાં હોય તે જ પ્રતરમાં સમશ્રેણી મળે તો ઋજુઆયતા શ્રેણીથી અવિગ્રહગતિએ ઉત્પન્ન થાય છે. અહીં અનુશ્રેણી શબ્દથી કોઈપણ એક દિશામાં ઉત્પત્તિ સમજવી અને વિશ્રેણી શબ્દથી વિદિશામાં ઉત્પત્તિ સમજવી છે. જીવ અને પુદ્ગલની સ્વાભાવિક ગતિ વિશ્રેણીથી થતી નથી, અનુશ્રેણીથી જ થાય છે, આ વિધાનગતવિશ્રેણી શબ્દ આકાશ પ્રદેશોની વિશ્રેણી અને અનુશ્રેણી શબ્દ, તાણાવાણાની જેમ રહેલી આકાશ પ્રદેશોની શ્રેણીઓનો સૂચક છે. ઉભયતો વક્રો ગતિમાં અનુશ્રેણી શબ્દ દિશા સૂચક છે અને વિશ્રેણી શબ્દ વિદિશા સૂચક છે. તે બાર પ્રકારના જીવો પૂર્વી ચરમાંતથી ઉત્તરી ચરમાંતના બાર પ્રકારના જીવોમાં ઉત્પન્ન થાય તો બે, ત્રણ અથવા ચાર સમયની વિગ્રહગતિથી ઉત્પન્ન થાય છે. કારણ કે તે જીવ પૂર્વ દિશાથી ઉત્તરદિશામાં ઉત્પન્ન થાય ત્યારે તેનું ઉત્પત્તિ સ્થાન સમશ્રેણીમાં રહેતું નથી તે જીવને પૂર્વથી ઉત્તર દિશામાં જવા માટે ઓછામાં ઓછો એક વળાંક લેવો પડે છે તેથી તે જીવ બે, ત્રણ કે ચાર સમયની વિગ્રહગતિથી ઉત્પન્ન થાય છે. તે જ રીતે પૂર્વે ચરમાંતથી દક્ષિણ ચરમતમાં ઉત્પન્ન થતા ૧૪૪ વિકલ્પોમાં પણ બે, ત્રણ અથવા ચાર સમયની વિગ્રહગતિ થાય છે. - આ રીતે લોકના પૂર્વી ચરમાંતથી પશ્ચિમ ચરમતમાં અથવા પૂર્વી ચરમાત્તથી પૂર્વી ચરમાન્તમાં ઉત્પન્ન થતા ૧૪૪ વિકલ્પોમાં ૧,૨,૩,૪ સમય, પૂર્વી ચરમાંતથી ઉત્તરી ચરમાંતમાં અને પૂર્વી ચરમાંથી દક્ષિણી ચરમતમાં ઉત્પન્ન થતા ૧૪૪ વિકલ્પોમાં ૨,૩,૪ સમય થાય છે. તાત્પર્ય એ છે કે પ્રત્યેક દિશાના ચરમાંતના જીવો તેના સ્વસ્થાનમાં અર્થાત્ તે જ દિશાના ચરમતમાં અથવા તેની સમાંતર દિશામાં ઉત્પન્ન થાય તો ૧,૨,૩,૪ સમય અને પરસ્થાનમાં અર્થાત્ સમાંતર ન હોય તે દિશામાં તેમાં ઉત્પન્ન થાય તો ૨,૩,૪ સમયની વિગ્રહગતિથી ઉત્પન્ન થાય છે. - આ રીતે પૂર્વે ચરમતના ૫૭૬ વિકલ્પ થયા. તે જ રીતે ચારે દિશાના ચારે ચરમાંતના વિકલ્પો જાણવા. એકેન્દ્રિયોની વિગ્રહગતિ અને તેનું કાલમાનઃઉત્પત્તિ સ્થાન વિગ્રહગતિના વિકલ્પો કાલમાન રત્નપ્રભાના પૂર્વી ચરમાત્તથી ૧૮ પ્રકારના જીવો (બાદર તેના બે ભેદ છોડીને) મરીને ૧૮ ૧,૨,૩ સમય પશ્ચિમી ચરમાન | પ્રકારમાં ઉત્પન્ન થાય ૧૮૪૧૮ = ૩ર૪ રત્નપ્રભાના પૂર્વી ચરમાન્સથી ૧૮ પ્રકારના જીવો બાદર તેઉકાયના બે ભેદમાં ઉત્પન્ન થાય- ૧૮૪૨ ૨, ૩ સમય મનુષ્ય ક્ષેત્રમાં અને = ૩૬. બાદર તેઉકાયના બે પ્રકારના જીવો, ૧૮ પ્રકારમાં ઉત્પન્ન થાય મનુષ્યક્ષેત્રથી ર૪૧૮ = ૩૬. ૩૬+૩૬ = ૭૨ વિકલ્પ રત્નપ્રભાના પૂર્વી ચરમાત્તમાં - - - - - - -
SR No.008762
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 05 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorArtibai Mahasati, Subodhikabai Mahasati
PublisherGuru Pran Prakashan Mumbai
Publication Year2009
Total Pages731
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy