________________
श्री भगवती सूत्र - प
પ્રશ્ન- હે ભગવન્ ! તેનું શું કારણ છે યાવત્ ચાર સમયની વિગ્રહગતિથી ઉત્પન્ન થાય છે ? ઉત્તર– હે ગૌતમ ! પૂર્વવત્ જાણવું. જે રીતે પૂર્વી ચરમાન્તથી સમુદ્દાત કરીને પૂર્વી ચરમાન્તમાં ઉત્પત્તિનું કથન છે, તે જ રીતે પૂર્વી ચરમાન્તથી સમુદ્દાત કરીને પશ્ચિમી ચરમાન્તમાં ઉત્પત્તિનું સર્વ કથન કરવું જોઈએ. २३ अपज्जत्तसुहुमपुढविकाइए णं भंते ! लोगस्स पुरत्थिमिल्ले चरिमंते समोहए समोहणित्ता जे भविए लोगस्स उत्तरिल्ले चरिमंते अपज्जत्तसुहुमपुढविकाइयत्ताए उववज्जित्तए से णं भंते कइ समइएणं विग्गहेणं उववज्जेज्जा ? गोयमा ! एवं जहा पुरत्थिमिल्ले चरिमंते समोहओ दाहिणिल्ले चरिमंते उववाइओ तहा पुरत्थिमिल्ले समोहओ उत्तरिल्ले चरिमंते उववायव्वो ।
પ
ભાવાર્થ:- પ્રશ્ન− હે ભગવન્ ! અપર્યાપ્ત સૂક્ષ્મ પૃથ્વીકાયિક જીવ લોકના પૂર્વી ચરમાન્તથી સમુદ્દાત કરીને લોકના ઉત્તરી ચરમાન્તમાં અપર્યાપ્ત સૂક્ષ્મ પૃથ્વીકાયિકપણે ઉત્પન્ન થાય, તો તે કેટલા સમયની વિગ્રહગતિથી ઉત્પન્ન થાય છે ? ઉત્તર- હે ગૌતમ ! જે રીતે પૂર્વી ચરમાન્તથી સમુદ્દાત કરીને દક્ષિણી ચરમાન્તમાં ઉત્પત્તિનું કથન કર્યું છે, તે જ રીતે પૂર્વી ચરમાન્તથી સમુદ્દાત કરીને ઉત્તરી ચરમાન્તમાં ઉત્પત્તિનું કથન કરવું જોઈએ.
२४ अपज्जत्तसुहुमपुढविकाइए णं भंते ! लोगस्स दाहिणिल्ले चरिमंते समोहए समोहणित्ता जे भविए लोगस्स दाहिणिल्ले चेव चरिमंते अपज्जत्तसुहुम-पुढविकाइयत्ताए उववज्जिए से णं भंते ! कइ समइएणं विग्गहेणं उववज्जेज्जा ?
गोयमा ! एवं जहा पुरत्थिमिल्ले समोहओ पुरत्थिमिल्ले चेव उववाइओ तहेव दाहिणिल्ले समोहए दाहिणिल्ले चेव उववाएयव्वो; तहेव णिरवसेसं जाव सुहुमवणस्स - काइओ पज्जत्तओ, सुहुमवणस्सइकाइएसु चेव पज्जत्तएसु दाहिणिल्ले चरिमते उववाए यव्वो; एवं दाहिणिल्ले समोहओ पच्चत्थिमिल्ले चरिमंते उववाएयव्वो, णवरं - दुसमइय तिसमइय- चउसमइय विग्गहो, सेसं तहेव । एवं दाहिणिल्ले समोहओ उत्तरिल्ले चरिमंते उववाएयव्वो जहेव सट्ठाणे तहेव; एगसमइय- दुसमइय-तिसमइय- चउसमइय - विग्गहो । पुरत्थिमिल्ले जहा पच्चत्थिमिल्ले, तहेव दुसमइय-तिसमइय- चउसमइय विग्गहो । पच्चत्थिमिल्ले य चरिमंते समोहयाणं पच्चत्थिमिल्ले चेव उववज्जमाणाणं जहा सट्टा । ભાવાર્થ:- પ્રશ્ન- હે ભગવન્ ! જે અપર્યાપ્ત સૂક્ષ્મ પૃથ્વીકાયિક જીવ, લોકના દક્ષિણી ચરમાન્તથી મારણાન્તિક સમુદ્દાત કરીને, લોકના દક્ષિણી ચરમાન્તમાં અપર્યાપ્ત સૂક્ષ્મ પૃથ્વીકાયિકપણે ઉત્પન્ન થાય તો તે કેટલા સમયની વિગ્રહગતિથી ઉત્પન્ન થાય છે ?
ઉત્તર– હે ગૌતમ ! જે રીતે પૂર્વી ચરમાન્તથી સમુદ્દાત કરીને પૂર્વી ચરમાન્તમાં જ ઉત્પત્તિનું કથન કર્યું છે, તે જ રીતે દક્ષિણી ચરમાન્તથી સમુદ્દાત કરીને દક્ષિણી ચરમાન્તમાં જ ઉત્પત્તિનું કથન કરવું જોઈએ યાવત્ પર્યાપ્ત સૂક્ષ્મ વનસ્પતિકાયિકની ઉત્પત્તિ પર્યાપ્ત સૂક્ષ્મ વનસ્પતિકાયિકમાં દક્ષિણી ચરમાન્તમાં થાય છે; ત્યાં સુધી જાણવું. આ જ રીતે દક્ષિણી ચરમાન્તથી સમુદ્દાત કરીને પશ્ચિમી ચરમાન્તમાં ઉત્પત્તિ થાય છે; તેમાં બે, ત્રણ અથવા ચાર સમયની વિગ્રહગતિ થાય છે. શેષ કથન પૂર્વવત્ છે. જે રીતે