________________
શતક-૨૪ .
શતક-ર૪ | ROORળ પરિચય
આ શતકમાં ૨૪ ઉદ્દેશક છે. તેના એક-એક ઉદ્દેશકમાં એક-એક દંડક સંબંધી અધિકાર છે. સંસારી જીવો તેના સંસાર પરિભ્રમણકાલમાં કોણ, કયાંથી, કયાં ઉત્પન્ન થઈ શકે છે? પ્રત્યેક ઘરમાં ઉત્પન્ન થતા જીવોને સંઘયણ, સંસ્થાન, વેશ્યા આદિ ઋદ્ધિ શું-શું હોય છે? તેમજ ઉત્પત્તિ સ્થાનમાં તે જીવો કેટલી સ્થિતિ પ્રાપ્ત કરે છે? એક જ સ્થાનમાં એક જીવ નિરંતર કેટલા ભવ કરે? તેમાં કેટલો કાલ વ્યતીત કરે? વગેરે વિષયોનું વર્ણન આ શતકમાં ૨૪ ઉદ્દેશકોના માધ્યમથી કર્યું છે. સંક્ષેપમાં કહીએ તો આ શતકમાં સંસાર પરિભ્રમણનું વિસ્તૃત વિશ્લેષણવિવિધ દષ્ટિકોણથી થયું છે. તે ૨૪ ઉદ્દેશકોનો ક્રમ ૨૪ દંડકના ક્રમથી છે. જેમાં– ઉદ્દેશક-૧માં નારકોમાં ઉત્પન્ન થનારા જીવો સંબંધી વર્ણન છે. ઉદેશક-૨ થી ૧૧માં દશ ભવનપતિમાં ઉત્પન્ન થનારા જીવો સંબંધી વર્ણન છે. ઉદેશક-૧ર થી ૧માં પાંચ સ્થાવરમાં ઉત્પન્ન થનારા જીવો સંબંધી વર્ણન છે. ઉદ્દેશક-૧૭ થી ૧૯માં ત્રણ વિકસેન્દ્રિયમાં ઉત્પન્ન થનારા જીવો સંબંધી વર્ણન છે. ઉદ્દેશક–૨૦માં તિર્યંચ પંચેન્દ્રિયમાં ઉત્પન્ન થનારા જીવો સંબંધી વર્ણન છે. ઉદ્દેશક-ર૧માં મનુષ્યોમાં ઉત્પન્ન થનારા જીવો સંબંધી વર્ણન છે. ઉદ્દેશક-રરમાં વાણવ્યંતર દેવોમાં ઉત્પન્ન થનારા જીવો સંબંધી વર્ણન છે. ઉદેશક-૨૩માં જ્યોતિષી દેવોમાં ઉત્પન્ન થનારા જીવો સંબંધી વર્ણન છે. ઉદ્દેશક-૨૪માં વૈમાનિક દેવોમાં ઉત્પન્ન થનારા જીવો સંબંધી વર્ણન છે. આ રીતે આ શતકમાં સમગ્ર સંસારી જીવોની ભવોભવની ઋદ્ધિ અને ઉપલબ્ધિનું સૂક્ષ્મતમ નિરૂપણ