________________
૪૮૦
શ્રી ભગવતી સૂત્ર-૫
સર્વત્ર પહેલો અને ત્રીજો આ બે ભંગ છે. તેઉકાયિક અને વાયુકાયિકને પ્રાપ્ત સર્વ બોલોમાં પ્રથમ અને તૃતીય ભંગ છે. બેઇન્દ્રિય, તેઇન્દ્રિય અને ચૌરેન્દ્રિયને માટે પણ આ જ રીતે તેને પ્રાપ્ત બોલોમાં બે-બે ભંગ કહેવા જોઈએ પરંતુ વિશેષતા એ છે કે સમ્યકત્વ, ઔધિક જ્ઞાન, આભિનિબોધિકજ્ઞાન અને શ્રુતજ્ઞાન, આ ચાર બોલોમાં એક ત્રીજો ભંગ હોય છે. પંચેન્દ્રિય તિર્યંચમાં મિશ્રદષ્ટિમાં ત્રીજો ભંગ અને શેષ સર્વ બોલોમાં પ્રથમ અને તૃતીય ભંગ હોય છે.
મનુષ્યને મિશ્રદષ્ટિ, અવેદી, અકષાયી, આ ત્રણ બોલોમાં ત્રીજો ભંગ છે. અચરમ મનુષ્યમાં અલેશી, કેવલી અને અયોગી આ ત્રણ બોલ હોતા નથી, માટે તેની પૃચ્છા કરવી નહીં. શેષ સર્વ બોલોમાં પ્રથમ અને તૃતીય ભંગ છે. વાણવ્યંતર, જ્યોતિષી અને વૈમાનિકના વિષયમાં નૈરયિકની સમાન કહેવું જોઈએ. જ્ઞાનાવરણીયની સમાન નામકર્મ, ગોત્રકર્મ અને અંતરાય કર્મના વિષયમાં પણ કહેવું જોઈએ. // હે ભગવન્! આપ કહો છો તેમજ છે, આપ કહો છો તેમજ છે. //. વિવેચન :અચરમ :- જે જીવ અન્ય ગતિમાં કે અન્ય દંડકમાં જઈને પુનઃ તે જ અવસ્થાને પ્રાપ્ત કરશે, તે જીવ તે ગતિની અપેક્ષાએ અચરમ કહેવાય છે, જેમ કે- કોઈ જીવ નરકમાંથી નીકળીને મનુષ્ય કે તિર્યંચાદિ ગતિમાં પરિભ્રમણ કરતા પુનઃ નરકમાં જવાના હોય તેને અચરમ નૈરયિક કહેવાય. આ રીતે પ્રત્યેક સ્થાનમાં સમજવું. સર્વાર્થસિદ્ધ વિમાનના સર્વ દેવો ચરમ હોય છે, તે અચરમ હોતા નથી, તેથી તેનું કથન અહીં ન કરવું જોઈએ. અચરમ-૨૩ દંડકના જીવો ઃ- અચરમ જીવો કોઈપણ કર્મના બંધને અટકાવી શકતા નથી. તેથી આયુષ્યકર્મને છોડીને સાત કર્મમાં પ્રત્યેક સ્થાનમાં પહેલો અને બીજો ભંગ હોય છે. અચરમ મનુષ્યઃ- અચરમ મનુષ્ય તે જ ભવમાં મોક્ષે જતા નથી, તેથી તે જીવો કર્મબંધનો સર્વથા નિરોધ કરી શકતા નથી પરંતુ ઉપશમ શ્રેણી કરીને કર્મનો ઉપશમ કરી શકે છે. તે જીવોને અલ્પકાલ માટે પાપ કર્મબંધ અટકી જાય અને પુનઃ તે પરંપરા ચાલુ થાય છે. તેથી તેમાં ત્રીજો ભંગ(બાંધ્યું હતું, બાંધતા નથી, બાંધશે) હોય શકે છે પરંતુ બાંધ્યું હતું, બાંધતા નથી, બાંધશે નહીં; આ ચોથો ભંગ ઘટિત થતો નથી. આ કારણે પ્રથમ ઉદ્દેશકમાં મનુષ્યની ઋદ્ધિમાં જ્યાં-જ્યાં ચાર ભંગનું અથવા ચોથા ભંગનું કથન છે તેના સ્થાને અચરમ મનુષ્યોમાં ચોથો ભંગ છોડીને કથન કરવું જોઈએ. અચરમ મનુષ્યોમાં અલેશી, કેવળજ્ઞાની અને અયોગી તે ત્રણ બોલ હોતા નથી. કારણ કે ત્રણ બોલ ચરમ શરીરી જીવોમાં જ હોય છે. શેષ ૪૪ બોલોમાંથી અકષાયીમાં એક ત્રીજો ભંગ હોય છે. સમુચ્ચય જીવ, સલેશી, શુલેશી, શુક્લપક્ષી, સમ્યગુદષ્ટિ, પાંચ જ્ઞાન, નોસંજ્ઞોપયુક્ત, અવેદી, સકષાયી, લોભકષાયી, સયોગી, મનયોગી, વચનયોગી, કાયયોગી અને સાકાર અને અનાકાર ઉપયોગી તે ૨૦ બોલમાં પ્રથમ ત્રણ ભંગ અને શેષ ૨૩ બોલમાં પ્રથમ બે ભંગ હોય છે.
અચરમ મનુષ્યોમાં પ્રથમ ભંગ અભવીની અપેક્ષાએ, બીજો ભંગ મોક્ષગામી ભવીની અપેક્ષાએ અને ત્રીજો ભંગ ઉપશમ શ્રેણીવાળા જીવોની અપેક્ષાએ છે. અચરમ જીવો ક્ષપક શ્રેણી કરતા નથી. તેથી તેમાં ચોથો ભંગ હોતો નથી.
જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય, અંતરાય, નામ અને ગોત્રકર્મ બંધનું કથન પાપકર્મના વર્ણનની સમાન છે. વિશેષતા એ છે કે પાપકર્મમાં સકષાયી અને લોભકષાયમાં પ્રથમના ત્રણ ભંગ હોય છે પરંતુ અહીં પ્રથમના બે ભંગ જ હોય છે. કારણ કે દશમા સૂક્ષ્મસંપરાય ગુણસ્થાને જીવ મોહનીય-પાપકર્મના