________________
[ ૪૪૨]
શ્રી ભગવતી સૂત્ર-૫
શતક-રપ: ઉદ્દેશક-૧૧, ૧૨
સમ્યગ્દષ્ટિ-મિથ્યાદષ્ટિ
R
સમ્યગ્ર દષ્ટિ જીવોની ઉત્પત્તિ - | १ सम्मदिट्ठिणेरड्याणंभंते !कहंउववज्जति ? गोयमा !सेजहाणामए पवए पवमाणे, अवसेसंतंचेव । एवं एगिंदियवज्जं जाववेमाणिया। ॥ सेवं भंते ! सेवं भंते ! ॥ ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! સમ્યગદષ્ટિ નૈરયિકો કઈ રીતે ઉત્પન્ન થાય છે? ઉત્તર- હે ગૌતમ! કુદતા પુરુષની સમાન પૂર્વવતુ સર્વ કથન જાણવું. આ રીતે એકેન્દ્રિયને છોડીને વૈમાનિક પર્યત જાણવું. // હે ભગવન્! આપ કહો છો તેમજ છે, આપ કહો છો તેમજ છે. / વિવેચન :
એકેન્દ્રિયોમાં એકાંત મિથ્યાદષ્ટિ છે, તેથી અહીં તેનું કથન કર્યું નથી. મિથ્યાદષ્ટિ જીવોની ઉત્પત્તિ - | २ मिच्छादिट्ठिणेरइया णं भंते ! कहं उववज्जति ? गोयमा ! से जहाणामए पवए पवमाणे, एवं अवसेसंतंचेव, एवं एगिदियवज्जं जाववेमाणिया। ॥ सेवं भंते !सेवं ભલે! I ભાવાર્થ:- પ્રશ્ન- હે ભગવન્! મિથ્યાદષ્ટિ નૈરયિકો કઈ રીતે ઉત્પન્ન થાય છે? ઉત્તર- હે ગૌતમ! પ્લવકનું દષ્ટાંત વગેરે સર્વ વર્ણન પૂર્વવતુ છે. આ રીતે એકેન્દ્રિયને છોડી વૈમાનિક પર્યત જાણવું. / હે ભગવન્! આપ કહો છો તેમજ છે, આપ કહો છો તેમજ છે. / વિવેચન -
પ્રત સમ્યગુદષ્ટિ, મિથ્યાદષ્ટિ નામના આ બે ઉદ્દેશકોમાં પાંચ સ્થાવરના જીવોને છોડીને ૧૯ દંડકના જીવોનું કથન છે કારણ કે સ્થાવર જીવો એકાંત મિથ્યાદષ્ટિ છે. તેથી તેના સમ્યગુદષ્ટિમિથ્યાદષ્ટિ રૂ૫ બે ભેદ થતાં નથી. ઉદ્દેશક-૮ માં સામાન્ય રીતે ૨૪ દંડકના જીવોનું કથન છે. ઉદ્દેશક-૯,૧૦માં ભવી-અભવીના ભેદથી ૨૪ દંડકના જીવોનું અને ઉદ્દેશક–૧૧,૧૨માં સમ્યગ્દષ્ટિ, મિથ્યાષ્ટિના ભેદથી ૧૯ દંડકના જીવોનું કથન છે. આ પાંચે ય ઉદ્દેશકમાં નિરૂપણનો વિષય સમાન છે.
|શતક-રપ/૧૧-૧ર સંપૂર્ણ
'મા શતક-રપ સંપૂર્ણ n