________________
[ ૪રર |
શ્રી ભગવતી સૂત્ર-૫
વિનયના પાંચ પ્રકાર છે, યથા- સામાયિક ચારિત્ર વિનય થાવ યથાખ્યાત ચારિત્ર વિનય. આ ચારિત્ર વિનયનું કથન થયું. १३५ से किं तं भंते! मणविणए ? गोयमा! मणविणए दुविहे पण्णत्ते,तं जहापसत्थमणविणए, अप्पसत्थमणविणएय। ભાવાર્થ – પ્રશ્ન- હે ભગવન્! મન વિનયના કેટલા પ્રકાર છે? ઉત્તર- હે ગૌતમ! મન વિનયના બે પ્રકાર છે, યથા– પ્રશસ્ત મન વિનય અને અપ્રશસ્ત મન વિનય. १३६ से किंतंभंते ! पसत्थमणविणए ? गोयमा !पसत्थमणविणए सत्तविहे पण्णत्ते,तं जहा- अपावए, असावज्जे, अकिरिए णिरुवक्केसे, अणण्हवकरे, अच्छविकरे, अभूयाभिसंकणे । सेतं पसत्थमणविणए । શબ્દાર્થ – અપાવ = અપાપક(ક્રોધાદિ પાપ રહિત) અરવિન્દ્ર = નિરવધ રિઇ = અક્રિય, કાયિકી આદિ ક્રિયા રહિત શિવસે = નિરુપક્લેશ, શોકાદિ ક્લેશ રહિત અનુદ્દવરે = અનાશ્રવકર, આશ્રવ રહિત છવિરે = અચ્છવિકર, સ્વ અને પરની પીડા રહિત અમૂયામાં = અભૂતાભિશંકિત, જીવોને ભય ઉત્પન્ન ન કરનાર. ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! પ્રશસ્ત મન વિનયના કેટલા પ્રકાર છે? ઉત્તર- હે ગૌતમ! પ્રશસ્ત મન વિનયના સાત પ્રકાર છે, યથા– (૧) ક્રોધાદિ પાપ રહિત વિચારણા કરવી (૨) હિંસા આદિ સાવધ રહિત વિચારણા કરવી. (૩) કાયિકી આદિ ક્રિયા રહિત વિચારણા કરવી (૪) શોકાદિ ક્લેશ રહિત વિચારણા કરવી (૫) આશ્રવ રહિત વિચારણા કરવી (૬) સ્વ અને પરની પીડા રહિત વિચારણા કરવી (૭) જીવોને ભય ઉત્પન્ન ન કરનારી વિચારણા કરવી; આ પ્રકારની શુભ વિચારણામાં જ મનને પ્રવૃત્ત કરવું. આ પ્રશસ્ત મન વિનયનું કથન થયું. १३७ सेकिंतअप्पसत्थमणविणए? अप्पसत्थमणविणए सत्तविहेपण्णत्ते,तंजहा-पावए, सावज्जे, सकिरिए, सउवक्केसे, अण्णहयकरे, छविकरे, भूयाभिसंकणे । सेतंअप्पसत्थ मणविणए । सेतं मणविणए । ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવનું ! અપ્રશસ્ત મન વિનયના કેટલા પ્રકાર છે ? ઉત્તર- હે ગૌતમ ! અપ્રશસ્ત મન વિનયના સાત પ્રકાર છે, યથા- પાપકારી, સાવધ, સક્રિય, ક્લેશયુક્ત, આશ્રવકારી, સ્વ પર પીડાકારી અને બીજાને ભય ઉત્પન્ન કરનારી, આ સાત પ્રકારની અશુભ વિચારણામાં મનને પ્રવૃત્ત ન કરવું તે અપ્રશસ્ત મન વિનય છે. આ અપ્રશસ્ત મન વિનયનું કથન થયું. આ રીતે મન વિનયનું કથન થયું. १३८ से किंतंभंते ! वइविणए ? गोयमा ! वइविणए दुविहे पण्णत्ते,तंजहा- पसत्थ वइविणए य, अप्पसत्थवइविणए य । ભાવાર્થ – પ્રશ્ન- હે ભગવન્! વચન વિનયના કેટલા પ્રકાર છે? ઉત્તર- હે ગૌતમ! વચન વિનયના બે પ્રકાર છે, યથા- પ્રશસ્ત વચન વિનય અને અપ્રશસ્તવચન વિનય. |१३९ से किंतंभंते ! पसत्थवइविणए ? गोयमा ! पसत्थवइविणए सत्तविहे पण्णत्ते,तं