________________
| ૪૨૦ |
શ્રી ભગવતી સત્ર-૫
આલ્ચતર તપઃ१२७ से किंतं भंते ! अभितरए तवे ? गोयमा ! अभितरए तवे छव्विहे पण्णत्ते, तं जहा- पायच्छित्तं, विणओ, वेयावच्चं, सज्झाओ,झाणं, विउसग्गो। ભાવાર્થ:- પ્રગ્ન-હે ભગવન! આત્યંતર તપનું સ્વરૂપ કેવું છે? ઉત્તર- હે ગૌતમ! આત્યંતર તપના છ પ્રકાર છે, યથા-પ્રાયશ્ચિત્ત, વિનય, વૈયાવૃત્ય, સ્વાધ્યાય, ધ્યાન અને વ્યુત્સર્ગ. વિવેચન :
જે તપનો સંબંધ મુખ્યત્વે આત્માના ભાવો સાથે હોય અને શરીર સાથે ગૌણ રૂપે હોય છે, તેને આત્યંતર તપ કહે છે. તે મોક્ષ પ્રાપ્તિનું અંતરંગ કારણ છે. તેનો પ્રભાવ બાહ્ય શરીર પર નહીં પરંતુ આત્યંતર રાગ-દ્વેષાદિ કાષાયિક ભાવો પર પડે છે. અંતર્દષ્ટિ આત્મા જ તેનું સેવન કરે છે. તેથી તેને આત્યંતર તપ કહે છે; તેના છ ભેદ છે. પ્રાયશ્ચિત્ત તપઃ१२८ से किं तं भंते! पायच्छित्ते ? गोयमा! पायच्छित्ते दसविहे पण्णत्ते, तं जहाआलोयणारिहे जावपारचियारिहे। सेतं पायच्छित्ते । ભાવાર્થ:- પ્રશ્ન- હે ભગવન્! પ્રાયશ્ચિત્તના કેટલા પ્રકાર છે? ઉત્તર- હે ગૌતમ! પ્રાયશ્ચિત્તના દશ પ્રકાર છે, યથા- આલોચનાઈ યાવતુ પારાંચિતાર્યું. આ પ્રાયશ્ચિત્ત તપનું કથન થયું. વિવેચન :પ્રાયશ્ચિત્તનું સ્વરૂપ :- જે અનુષ્ઠાનથી મૂળગુણ અને ઉત્તરગુણ વિષયક અતિચારોથી મલિન થયેલો આત્મા શુદ્ધ થાય તેને પ્રાયશ્ચિત્ત કહે છે અથવા પ્રાયઃ = પાપ અને ચિત્ત = શુદ્ધિ. જે અનુષ્ઠાનથી પાપની શુદ્ધિ થાય, તેને પ્રાયશ્ચિત્ત કહે છે. તેનું વિસ્તૃત વર્ણન આ ઉદ્દેશકના સૂત્ર-૧૦૩માં થઈ ગયું છે. વિનય તપઃ१२९ से किंतंभंते ! विणए ? गोयमा ! विणए सत्तविहे पण्णत्ते,तंजहा- णाणविणए दसणविणए, चरित्तविणए, मणविणए, वइविणए, कायविणए,लोगोवयारविणए। ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! વિનયના કેટલા પ્રકાર છે? ઉત્તર- હે ગૌતમ! વિનયના સાત પ્રકાર છે, યથા– જ્ઞાન વિનય, દર્શન વિનય, ચારિત્રવિનય, મન વિનય, વચન વિનય, કાયવિનય અને લોકોપચાર વિનય. १३० सेकिंतते!णाणविणए? गोयमा!णाणविणए पंचविहेपण्णत्ते,तंजहा-आभिणिबोहियणाणविणए जावकेवलणाणविणए । सेतंणाणविणए । ભાવાર્થઃ- પ્રશ્ન- હે ભગવન! જ્ઞાન વિનયના કેટલા પ્રકાર છે ? ઉત્તર- હે ગૌતમ ! જ્ઞાન વિનયના પાંચ પ્રકાર છે, યથા– આભિનિબોધિક જ્ઞાન વિનય યાવતુ કેવલજ્ઞાન વિનય. આ જ્ઞાન વિનયનું કથન થયું.