________________
હોવાથી વિષયાનંદ-કષાયાનંદ કુમારની કલ્પનાકરી છે. અનાદિ પરિણતિ તો ઓરમાન માતા છે જ્યારે સાચી માતા તો સાંતતા દેવી જ છે. તે સમતારૂપમાં સ્વાભાવિક રીતે જ ઢળી જાય છે. તેથી જિનવાણી તારક છે. શ્રુતજ્ઞાન કેવળજ્ઞાનનું બિયારણ છે. માટે ભગવતીસૂત્રને કેવળજ્ઞાની તીર્થકરની પુત્રી બનાવી છે અને તેઓને ગણધર ભગવંતોએ આપેલી શ્રુતજ્ઞાન લિપીને પ્રયોગશાળા બનાવી છે. આ શાસ્ત્રયોગના આધારે મુમુક્ષુ આત્માઓ વિકાસ પામે છે અને અંતે વીતરાગ બને છે. વીતરાગતા લાવવા માટેની અનુપ્રેક્ષા, સંપાદકીય લેખ દ્વારા આપ સર્વની સમક્ષ રજૂ કરેલ છે. તે મારા માટે, આપના માટે, સૌના માટે શ્રેયનું કારણ બનો. તેમાં જે દોષો રહી ગયા હોય તેનું દફન કરી, ગુણોને શોધી, આત્માને શુદ્ધ કરો, તેવી અનન્યભાવે મંગલ કામના કરું છું. આભાર : સાધુવાદઃ ધન્યવાદ -
પ્રસ્તુત આગમના રહસ્યોને ખુલ્લા કરી અણમોલો અભિગમ પ્રેષિત કરનાર મહાઉપકારી ગોંડલ ગચ્છ શિરોમણિ, પરમ દાર્શનિક, અમારા આગમ કાર્યને પ્રોત્સાહિત કરી આશીર્વાદની વર્ષા વરસાવનારા ગુદેવ શ્રી જયંતિલાલજી મ.સા. નો અનન્ય ભાવે આભાર માનું છું અને શતકોટી સાદર ભાવે પ્રણિપાત નમસ્કાર કરું છું. શ્રદ્ધેય, પ્રેરક, માર્ગદર્શક જેમના પસાયે પૂ. ત્રિલોક મુનિ મ.સા.નો યોગ પ્રાપ્ત થયો છે, તેવા વાણીભૂષણ પૂ. ગિરીશ ગુર્દેવનો સહૃદયતાપૂર્વક આભાર માની વંદન કરું છું.
આ આગમને સુશોભિત બનાવનાર, સુંદર હાર્દના ભાવભરી અલંકૃત કરનાર, મૂળ પાઠનું સંશોધન કરી વ્યવસ્થિત કરનાર, આગમ મનીષી પૂ. ત્રિલોકમુનિવર્યને મારી શતકોટી વંદના પાઠવું છું.
મુનિ પુંગવોના ચરણાનુગામી, ઉત્સાહ ધરા, પ્રારંભેલા કાર્યને પૂર્ણતાના પગથારે પહોંચાડનારા, આગમ ગુજરાતી અનુવાદ સંસ્કરણના ઉદ્ભવિકા, નિપુણા, કાર્યનિષ્ઠા, કૃતજ્ઞા, ઉગ્રતપસ્વિની મમભગિની તેમજ સુશિષ્યા સાધ્વી શ્રી ઉષાને ધન્યવાદ અપું છું.
ધન્ય તમારા અંતિમ જીવનની ઘડી, મૃત્યુના પળે પણ દેવાધિદેવના સ્મરણે દેહોત્સર્ગ કર્યો; સમાધિમય મૃત્યુને વરી જીવન સફળ કર્યું, અધુરી સાધના પૂરી કરવા વીતરાગ માર્ગે વહી કર્મનો વિનાશ કરી, અખંડ શાંતિ પામો; એ જ મંગલ ભાવના કરું છું.
આગમ અવગાહન કરાવનાર સહયોગી સાધ્વીરત્ના હસુમતી, વીરમતી સહિત સાધ્વીવૃંદને અનેકશઃ ધન્યવાદ આપું છું.
પ્રસ્તુત આગમ શ્રી ભગવતી સૂત્રના આ પાંચમા ભાગ સહિત મહાકાય સંપૂર્ણ શ્રી ભગવતી સૂત્રના અનુવાદિકા તથા સહસંપાદિકા અમારા સુશિષ્યા ડો. સાધ્વી આરતીબાઈ મ.
( ).
39