________________
શતકદલમાં ૮૯૧ ઉદ્દેશકોની ખૂબીઓ જાણવા જેવી છે. આ શતકોમાં મહાયુગ્મ રાશિ દ્વારા ક્રમશઃ એકેન્દ્રિય, બેઇન્દ્રિય, તેઇન્દ્રિય ચૌરેન્દ્રિય, અસંજ્ઞી પંચેન્દ્રિય અને સંજ્ઞી પંચેન્દ્રિયો, આ છ પ્રકારના જીવોની ઉત્પત્તિ, પરિમાણ આદિ ૩૩ દ્વારનું વર્ણન છે.
આ મહાયુગ્મ-કૃતયુગ્મ-કૃતયુગ્મ, કૃતયુગ્મ-યોજ, કૃતયુગ્મ-દ્વાપર, કૃતયુગ્મ-કલ્યોજ, આ રીતે કતયુગ્મ સાથે ચાર રાશિ છે. તેમ વ્યાજ સાથે ચાર, દ્વાપર સાથે ચાર અને કલ્યોજ સાથે ચાર રાશિને જોડતા કુલ સોળ રાશિયુગ્મ થાય છે. જે રાશિમાંથી ચાર-ચારને બાદ કરતાં, શેષ ૧ રહે અને તે અપહાર વાર કરવામાં આવે તો તે કલ્યોજ કલ્યોજ કહેવાય.૪નો અપહાર કરતાં રહે અને તે અપહાર એકવાર કરવામાં આવે તો દ્વાપર યુગ્મ કલ્યોજ કહેવાય છે. આ રીતે આ ૧૬ મહાયુગ્મ રાશિપ્રમાણથી લઈ એકેન્દ્રિયમાં સંખ્યાત-અસંખ્યાત અનંત અને અન્યમાં સંખ્યાત-અસંખ્યાત પ્રમાણ જીવોની ઉત્પત્તિ આદિ અવધારવા. તે જીવોની ઋદ્ધિ ખૂબીપૂર્વક દર્શાવી છે. ખરેખર જીવના કર્મ ધારણ કરવાના જબરજસ્ત વ્યાપારનું ગણિત વીતરાગ વિજ્ઞાન જ દર્શાવી શકે છે.
એકેન્દ્રિયાદિ જીવોનું શરીર ઉત્પત્તિના સમયે નાનું હોવા છતાં પ્રથમ સમયમાં ઉત્પન્ન જીવોનું પુગલ દ્રવ્યના સંયોગનું ગણિત કઈ રીતે ઘટિત થાય છે, તે ઘટક હે મુનિરાજો ! તમારા ઘટમાં ઘડી લેવા જેવું છે
નૈસર્ગિક નિર્માણ નિધિના અઢારમા ખાનાના એકતાલીસમા શતકદલમાં ૧૯૬ખૂબીઓ છે. તેમાં ચાર રાશિથી ઉત્પન્ન થતાં જીવોની વિવિધ વિચારણા ચર્ચવામાં આવી છે. જે સમયે જે જીવો એક રાશિથી ઉત્પન્ન થાય તે જીવ તે સમયે બીજી રાશિથી ઉત્પન્ન થઈ શકતો નથી અર્થાત્ જીવ એક સમયે કોઈપણ એક રાશિથી જ ઉત્પન્ન થાય છે. આવા સચોટ જવાબથી પ્રભુ એમ કહેવા માંગે છે કે જે વેશ્યાથી બાંધેલું કર્મ, જે સ્થાનમાં લઈ જાય, તેની સંખ્યામાં સ્થાનમાં ફેરફાર થઈ શકતો નથી. સંચરણશીલ સંસારની ચાર ય ગતિમાં ઘૂમતો-ફરતો આત્મા સર્વત્ર અસંયમી હોય છે. એક મનુષ્ય જ સંયમી બની શકે છે. મનુષ્ય આત્મ સંયમી થાય તો સિદ્ધ બની શકે છે. આ રીતે જીવ પાંચમી ગતિમાં ગયા પછી પાછો ફરતો નથી, ત્યાંજ શાશ્વત સ્થાયી બની જાય છે. હે મુનિરાજો ! આ ગંભીર ચર્ચાની સમીક્ષા કરવા યોગ્ય છે. ૧૯૬ ઉદ્દેશકોનું રાશિયુગ્મ શતક શત-શતધારાએ વરસી જ્ઞાનની ગંગા વહાવે છે. વેશ્યાદિ ક્રિયાથી બંધાયેલા કર્મના રજ-મેલને ધોઈને માનવ, સંયમ તપથી સાફ નિર્લેપ કરી નાંખે છે. હે મુનિરાજો આ રીતે સંપૂર્ણ ભગવતી સૂત્રના ૪૧ ખંડોના ૧૯૨૪ પ્રયોગો ની ખૂબીઓ અહીં પૂર્ણ થાય છે.
તીર્થંકર-ગણધરની સુપુત્રી ભગવતી દેવીએ જ્યારે ખૂબીઓના આ ખજાનાને ખોલી નાખ્યો ત્યારે તે ખજાનામાં રહેલા ઇચ્છિત, પ્રતિચ્છિત, સત્ય, તથ્ય, પવિત્ર, સ્વચ્છ, વંદનીય, મનનીય, સત્કારણીય, સન્માનીય, અપરિમિત ભાવ યુક્ત વિધિ અને નિષેધો, તપ, નિયમ અને વિનય, સેંકડો હેતુરૂપ મહાન રત્નોને જોઈ મુનિરાજો આશ્ચર્યાવિત બની ગયા,
37