________________
૩૬૦ |
શ્રી ભગવતી સૂત્ર-૫
ભાવાર્થ-પ્રશ્ન- હે ભગવન્! યથાખ્યાત સંયતના કેટલા પ્રકાર છે? ઉત્તર- હે ગૌતમ! બે પ્રકાર છે, યથા– છદ્મસ્થ અને કેવલી. સંયતોનું સ્વરૂપ :
सामाइयम्मि उकए, चाउज्जामं अणुत्तरं धम्मं । तिविहेणं फासयंतो, सामाइयसंजओ स खलु ॥१॥ छेत्तूण उपरियागं, पोराणंजो ठवेइ अप्पाणं। धम्मम्मि पंचजामे,छेओवट्ठावओसखलु ॥२॥ परिहरइ जो विसुद्धंतु,पंचजामं अणुत्तरं धम्म । तिविहेणं फासयतो, परिहारिसंजओ सखलु ॥३॥ लोभाणू वेययंतो, जो खलु उवसामओ व खवओवा। सो सुहुमसंपराओ, अहक्खाया उणओ किंचि ॥४॥ उवसंते खीणम्मिव, जो खलु कम्मम्मि मोहणिज्जम्मि ।
छउमत्थो व जिणो वा, अहक्खाओ संजओ सखलु ॥५॥ ભાવાર્થ:- સામાયિક ચારિત્રનો સ્વીકાર કર્યા પછી ચાર યામરૂપ(પાંચ મહાવ્રત રૂ૫) અનુત્તર ધર્મનું જે ત્રિવિધ- ત્રણ કરણ અને ત્રણ યોગથી પાલન કરે છે, તે સામાયિક સંયત કહેવાય છે. / ૧ //
પૂર્વ પર્યાયનું છેદન કરીને જે પોતાના આત્માને પંચ મહાવ્રત રૂપ ધર્મમાં સ્થાપિત કરે છે, તે છેદોષસ્થાપનીય સંયત કહેવાય છે. // ૨IL.
જે પંચ મહાવ્રત રૂપ અનુત્તર ધર્મને મન, વચન અને કાયાથી, ત્રિવિધ-ત્રિવિધ વિશુદ્ધ રીતે પાલના કરે છે, તેમજ વિશિષ્ટ પ્રકારના તપ કરે છે, તે પરિહાર વિશુદ્ધિક સંયત કહેવાય છે. / ૩ /
જે સુક્ષ્મ લોભનું વેદન કરતા ચારિત્ર મોહનીય કર્મનો ઉપશમ અથવા ક્ષય કરે છે, તે સુક્ષ્મ સંપરાય સંયત કહેવાય છે, તે યથાખ્યાત સંયતથી કંઈક ન્યૂન હોય છે. // ૪ /
મોહનીય કર્મ પૂર્ણ રૂપે ઉપશાંત કે ક્ષીણ થઈ જાય ત્યારે જે છદ્મસ્થ અથવા કેવળી હોય છે, તેને યાખ્યાત સંયત કહે છે. / પી. વિવેચન -
પ્રસ્તુત સૂત્રો અને ગાથાઓમાં પ્રથમ પ્રજ્ઞાપના દ્વારના માધ્યમે પાંચ ચારિત્રના ભેદ-પ્રભેદ અને તેના સ્વરૂપનું નિરૂપણ છે. ચારિત્ર:- રિવં સિનિ ત્રિા સંચિત કર્મોનો ક્ષય કરે તેને ચારિત્ર કહે છે. ક્ષયોપશમની વિવિધતા અથવા કલ્પાકલ્પની વિવિધતાના આધારે ચારિત્રના પાંચ પ્રકાર થાય છે. (૧) સામાયિક ચારિત્ર - સર્વવિરતિરૂપ ચારિત્ર અથવાત્રિકરણ ત્રણ યોગે સર્વ સાવધયોગના પ્રત્યાખ્યાન રૂપ ચારિત્રને સામાયિક ચારિત્ર કહે છે. તેના બે ભેદ છે.