________________
શતક-૨૫ઃ ઉદ્દેશક
૨૯૭ |
વિવેચન :
પ્રસ્તુત સૂત્રોમાં પ્રજ્ઞાપના નામના પ્રથમ વાર વડે નિગ્રંથના પાંચ ભેદ-પ્રભેદોનું નિરૂપણ કર્યું છે. નિગ્રંથ :- મિથ્યાત્વાદિ આવ્યંતર ગ્રંથી અને ધન-ધાન્યાદિ બાહ્ય ગ્રંથિથી રહિત સર્વ વિરત શ્રમણોને નિગ્રંથ કહે છે. ચારિત્ર મોહનીયકર્મના ક્ષયોપશમની વિચિત્રતાના કારણે તે નિગ્રંથોના પાંચ પ્રકાર છેપુલાક - શાળ-ચોખાના પૂળામાં સારભાગ અલ્પ અને ઘાસ, માટી આદિ નિઃસાર ભાગ અધિક હોય, તેમ જેના ચારિત્રમાં સાર ભાગ અલ્પ અને નિઃસાર ભાગ અધિક હોય તેને પુલાક કહે છે. સંયમ પ્રાપ્તિના સમયે સાધક, કષાય કુશીલ નિયંઠાને પ્રાપ્ત થાય છે. તેની સંયમ સાધનાથી સંયમ પર્યાયોની વૃદ્ધિ થાય અને નવ પૂર્વના જ્ઞાનની પ્રાપ્તિ થાય, ત્યાર પછી નિર્દોષ ચારિત્રનું પાલન કરનાર કેટલાક સાધકોને પુલાક નામની લબ્ધિ પ્રગટ થાય છે. તે સાધુ કોઈ આવશ્યક પ્રસંગે અથવા જ્ઞાન, દર્શનાદિ પ્રયોજનથી તે લબ્ધિનો પ્રયોગ કરે છે. લબ્ધિપ્રયોગ અવસ્થામાં અંતર્મુહૂર્ત માટે તેને પુલાક નિગ્રંથ કહે છે. આ નિગ્રંથ, ચતુર્વિધ સંઘ આદિ પર આવેલી આપત્તિને દૂર કરવા માટે અન્ય કોઈ માર્ગ ન હોય, ત્યારે અનિવાર્ય સંયોગોમાં લબ્ધિ પ્રયોગ દ્વારા ચક્રવર્તી, રાજા આદિને પણ ભયભીત કરી શકે છે, દંડ આપી શકે છે. તેના સંયમમાં મૂળગુણ પ્રતિસેવના અને ક્યારેક ઉત્તરગુણ પ્રતિસેવના પણ થાય છે. લબ્ધિ પ્રયોગ સમયે આવેશ, અક્ષમાભાવ વગેરે અનેક નાના-મોટા દોષ સેવનથી તેનું ચારિત્ર નિઃસાર થઈ જાય છે.
લબ્ધિ પ્રયોગના અંતર્મુહૂર્તમાં જો તે સાધુ લબ્ધિથી નિવૃત્ત થઈ જાય તો કષાયશીલ નિગ્રંથપણાને પ્રાપ્ત કરે છે અને જો નિવૃત્ત ન થાય તો અસંયમ અવસ્થાને પ્રાપ્ત કરે છે. લબ્ધિપ્રયોગના પ્રયોજનોના આધારે મુલાકના પાંચ પ્રકાર છે. જ્ઞાનપુલાક - જ્ઞાન– અધ્યયનના વિષયમાં કોઈ દ્વારા કોઈ પણ પ્રકારની બાધા ઉત્પન્ન થાય, યથારાજ્યમાં રાજા આદિ જ્ઞાનપ્રાપ્તિમાં બાધક બનતા હોય, ત્યારે તે વિકટ પરિસ્થિતિના નિવારણ માટે પુલાક લબ્ધિનો પ્રયોગ કરે, તેને જ્ઞાનપુલાક કહે છે. દર્શનપલાક:- દર્શન અર્થાતુ શ્રદ્ધા, પ્રરૂપણાના વિષયમાં કોઈ દ્વારા, કોઈ પ્રકારની બાધા ઉત્પન્ન થાય, તે પરિસ્થિતિને દૂર કરવા માટે લબ્ધિ પ્રયોગ કરે છે, તેને ‘દર્શનપુલાક' કહે છે. ચારિત્રપુલાક :- રાજાદિ ચારિત્રપાલનમાં વિક્ષેપ કરે, કોઈ ઉપદ્રવાદિ કરે, ત્યારે તે પરિસ્થિતિમાં મુલાકલબ્ધિનો પ્રયોગ કરે તેને ચારિત્ર ,લાક કહે છે. લિંગ ૫લાક:- જૈન શ્રમણની આવશ્યક વેશભૂષા અને ઉપધિના વિષયમાં કોઈ પ્રકારની બાધા ઉત્પન્ન થાય, ત્યારે તે વિકટ પરિસ્થિતિના નિવારણ માટે લબ્ધિ પ્રયોગ કરે, તેને લિંગપુલાક કહે છે. યથાસૂમ પુલાક – અન્ય વિવિધ કારણોથી, સંઘ અથવા સાધુ, શ્રાવક, દીક્ષાર્થી આદિ કોઈ વ્યક્તિ પર આવેલી વિકટ પરિસ્થિતિના નિવારણ માટે પુલાક લબ્ધિનો પ્રયોગ કરે તે યથાસૂક્ષ્મ પુલાક કહેવાય છે.
“પુલાક’ નામ જ પુલાક લબ્ધિપ્રયોગને સૂચિત કરે છે. તેના પ્રત્યેક ભેદમાં પલાકલબ્ધિનો પ્રયોગ અવશ્ય થાય છે. તેમજ તેની વેશ્યા, સ્થિતિ, ગતિ, ભવ, આકર્ષ, અંતર, પ્રતિસેવના, લિંગ, સંયમપર્યવો, સમુદ્યાત આદિ દ્વારના વર્ણનથી સ્પષ્ટ છે કે પુલાક નિગ્રંથ લબ્ધિ પ્રયોગના સમયે જ હોય છે. મૂળપાઠમાં પણ મુલાકના પાંચ ભેદ પુલાક લબ્ધિથી સંબંધિત છે. બકુશઃ- બકુશ અર્થાત્ શબલ-કાબર ચિત-ચિત્રવિચિત્ર. જેનું ચારિત્ર, દોષસેવન રૂ૫ અશુદ્ધિથી મિશ્રિત