________________
| ૨૧૪ |
શ્રી ભગવતી સૂત્ર-૫
આયત સંસ્થાન જઘન્ય પંદર પ્રદેશ અને પંદર પ્રદેશાવગાઢ તથા ઉત્કૃષ્ટ અનંતપ્રદેશી અને અસંખ્ય પ્રદેશાવગાઢ હોય છે. યુગ્મ પ્રદેશી પ્રતર આયત સંસ્થાન જઘન્ય છ પ્રદેશી અને છ પ્રદેશાવગાઢ તથા ઉત્કૃષ્ટ અનંત પ્રદેશ અને અસંખ્ય પ્રદેશાવગાઢ હોય છે.
ઘન આયત સંસ્થાનના બે પ્રકાર છે, યથા- ઓજ પ્રદેશ અને યુમ પ્રદેશી. ઓજ પ્રદેશી ઘન આયત સંસ્થાન જઘન્ય ૪૫ પ્રદેશી અને ૪૫ પ્રદેશાવગાઢ તથા ઉત્કૃષ્ટ અનંત પ્રદેશી અને અસંખ્ય પ્રદેશાવગાઢ હોય છે. યુગ્મપ્રદેશી ઘનઆયત સંસ્થાન જઘન્ય બાર પ્રદેશી અને બાર પ્રદેશાવગાઢ તથા ઉત્કૃષ્ટ અનંત પ્રદેશ અને અસંખ્ય પ્રદેશાવગાઢ હોય છે.
२२ परिमंडले णं भंते ! संठाणे कइपएसिए, कइपएसोगाढे पण्णत्ते ? गोयमा ! परिमंडलेणंसंठाणेदुविहे पण्णत्ते,तंजहा-घणपरिमंडलेय पयरपरिमंडले य । तत्थणंजे से पयर- परिमंडलेसेजहण्णेणं वीसइपएसिए वीसइपएसोगाढे, उक्कोसेणं अणंतपएसिए असंखेज्ज- पएसोगाढे । तत्थ णंजे से घणपरिमंडले से जहण्णेणं चत्तालीसइपएसिए चत्तालीसपएसोगाढे उक्कोसेणं अणंतपएसिए असंखेज्जपएसोगाढे। ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! પરિમંડલ સંસ્થાન કેટલા પ્રદેશી અને કેટલા પ્રદેશાવગાઢ હોય છે? ઉત્તર- હે ગૌતમ! પરિમંડલ સંસ્થાનના બે પ્રકાર છે, યથા– ઘન પરિમંડલ અને પ્રતર પરિમંડલ. પ્રતર પરિમંડલ સંસ્થાન જઘન્ય વીસ પ્રદેશી અને વીસ પ્રદેશાવગાઢ હોય છે તથા ઉત્કૃષ્ટ અનંતપ્રદેશી અને અસંખ્ય પ્રદેશાવગાઢ હોય છે. ઘન પરિમંડલ સંસ્થાન જઘન્ય ચાલીસ પ્રદેશી અને ચાલીસ પ્રદેશાવગાઢ તથા ઉત્કૃષ્ટ અનંતપ્રદેશી અને અસંખ્ય પ્રદેશાવગાઢ હોય છે. વિવેચન :
પ્રસ્તુત સૂત્રોમાં પાંચે સંસ્થાનોના ભેદ, પ્રદેશ સંખ્યા અને અવગાહનાનું નિરૂપણ કર્યું છે.
પરિમંડલાદિ પાંચે સંસ્થોનાના પ્રતર અને ઘન, એવા બે-બે પ્રકાર અને આયત સંસ્થાનના શ્રેણી (સૂચિ), પ્રતર અને ઘન,એવા ત્રણ પ્રકાર પ્રસ્તુતમાં નિર્દિષ્ટ છે. પરિમંડલ સંસ્થાનને છોડીને શેષ ચારે સંસ્થાનમાં પુનઃ ઓજ પ્રદેશી અને યુગ્મ પ્રદેશી તેવા બે-બે ભેદ કર્યા છે. ઓજ અને યુગ્મ - એક, ત્રણ, પાંચ, સાત, નવ આદિ વિષમ એટલે એકી સંખ્યાને “ઓજ' કહે છે અને બે, ચાર, છ આદિ સમ અર્થાત્ બેકી સંખ્યાને “યુગ્મ' કહે છે. શ્રેણી(સૂચિ) :- જેમાં માત્ર લંબાઈ હોય, સોયની જેમ બે, ત્રણ, ચાર પરમાણુ પ્રદેશો એક પંકિતમાં ગોઠવાયેલા હોય તો શ્રેણી બને છે. તે એક આયત સંસ્થાનમાં જ શક્ય છે. પ્રતર :- જેમાં લંબાઈ અને પહોળાઈ હોય તેને પ્રતર કહે છે. બે, ત્રણ, ચાર વગેરે શ્રેણીઓ ભેગી થાય ત્યારે પ્રતર બને છે. એક સપાટીએ, એક પડ રૂપે હોય તેને પ્રતર કહે છે. ઘન - જેમાં લંબાઈ, પહોળાઈ અને જાડાઈ(ઊંડાઈ) હોય તેને ઘન કહે છે. બે ચાર વગેરે પ્રતરો ભેગા હોય તો તે ઘન કહેવાય છે.
શ્રેણી, પ્રતર, ઘનમાં ઓજ અને યુગ્મ પ્રદેશી સંસ્થાનોના જઘન્ય પ્રદેશોની સ્થાપના આકૃતિ દ્વારા સ્પષ્ટ કરી છે.