________________
| ૧૯૪]
શ્રી ભગવતી સત્ર-૫
॥१३-१९॥ आहारगसरीरस्स उक्कोसए जोए असंखेज्जगुणे ॥२०॥ ओरालियसरीरस्स, वेउव्वियसरीरस्स चउव्विहस्सय मणजोगस्स, चउव्विहस्सय वइजोगस्स- एएसिणं दसण्ह वितुल्ले उक्कोसए जोए असंखेज्जगुणे ॥२१-३०॥ ॥ सेवं भंते! सेवं भंते ! ॥ ભાવાર્થ -પ્રશ્ન-હે ભગવન્! આ પંદર પ્રકારના યોગોમાં કોણ કોનાથી અલ્પ, બહુ તુલ્ય કેવિશેષાધિક છે?
ઉત્તર- હે ગૌતમ! (૧) સર્વથી થોડો કાર્મણ શરીરનો જઘન્ય કાયયોગ છે. (૨) તેનાથી ઔદારિક મિશ્રનો જઘન્ય યોગ અસંખ્યાતગુણો છે. (૩) તેનાથી વૈક્રિય મિશ્રનો જઘન્ય યોગ અસંખ્યાતગુણો છે. (૪) તેનાથી ઔદારિક શરીરનો જઘન્ય યોગ અસંખ્યાતગુણો છે. (૫) તેનાથી વૈક્રિયશરીરનો જઘન્ય યોગ અસંખ્યાતગુણો છે. (૬) તેનાથી કાર્પણ શરીરનો ઉત્કૃષ્ટ યોગ અસંખ્યાતગુણો છે. (૭) તેનાથી આહારક મિશ્રનો જઘન્ય યોગ અસંખ્યાતગુણો છે. (૮) તેનાથી આહારક મિશ્રનો ઉત્કૃષ્ટ યોગ અસંખ્યાતગુણો છે. (૯-૧૦) તેનાથી ઔદારિક મિશ્ર અને વૈક્રિય મિશ્રનો ઉત્કૃષ્ટ યોગ અસંખ્યાતગુણો છે અને પરસ્પર તુલ્ય છે. (૧૧) તેનાથી અસત્યામૃષા મનોયોગનો જઘન્ય યોગ અસંખ્યાતગુણો છે. (૧૨) તેનાથી આહારક શરીરનો જઘન્ય યોગ અસંખ્યાતગુણો છે. (૧૩-૧૯) તેનાથી ત્રણ પ્રકારના મનોયોગ અને ચાર પ્રકારના વચનયોગ, આ સાતના જઘન્ય યોગ અસંખ્યાતગુણા છે અને પરસ્પર તુલ્ય છે. (૨૦) તેનાથી આહારક શરીરનો ઉત્કૃષ્ટ યોગ અસંખ્યાતગુણો છે. (૨૧-૩૦) તેનાથી ઔદારિક શરીર, વૈક્રિયશરીર, ચાર પ્રકારના મનયોગ અને ચાર પ્રકારના વચનયોગ, આ દેશના ઉત્કૃષ્ટ યોગ અસંખ્યાતગુણા છે અને પરસ્પર તુલ્ય છે. આ હે ભગવન! આપ કહો છો તેમજ છે. આપ કહો છો તેમજ છે II વિવેચનઃ
પ્રસ્તુત સૂત્રોમાં યોગના પંદર પ્રકારને જઘન્ય અને ઉત્કૃષ્ટના બે ભેદ કરીને તેના ૩૦ બોલોનું અલ્પબદુત્વ કર્યું છે. યોગના ૧૫ પ્રકારઃ-મનયોગના ચાર, વચન યોગના ચાર અને કાયયોગના સાત પ્રકાર છે. તે ભાવાર્થથી સ્પષ્ટ છે. યોગની તરતમતાઃ-વીર્યંતરાય કર્મના ક્ષયોપશમની વિચિત્રતાથી યોગમાં તરતમતા થાય છે. ક્ષયોપશમની તીવ્રતાથી યોગનું સામર્થ્ય અધિક અને ક્ષયોપશમની મંદતાથી યોગનું સામર્થ્ય અલ્પ હોય છે. ત્રણ પ્રકારના યોગમાં મન અને વચનયોગનું સામર્થ્ય તીવ્ર અને કાર્ય યોગનું સામર્થ્ય અલ્પ હોય છે. (૧) તેથી જ સર્વથી અલ્પ કાર્પણ શરીરનો જઘન્ય કાયયોગ છે. ઉત્પત્તિના પ્રથમ સમયે જ હોવાથી તે સર્વથી અલ્પતમ છે. (૨) તેનાથી ઔદારિક મિશ્રનો જઘન્ય યોગ અસંખ્યાત ગુણો છે. ઉત્પત્તિના બીજા સમયથી અપર્યાપ્ત અવસ્થામાં મનુષ્ય અને તિર્યંચને હોય છે. (૩) તેનાથી વૈક્રિય મિશ્રનો જઘન્ય યોગ અસંખ્યાત ગુણો છે. તે નારકો અને દેવોને અપર્યાપ્તાવસ્થામાં હોય છે.
આ રીતે ક્રમશઃ યોગમાં અસંખ્યાતગુણી વૃદ્ધિ થાય છે. જેનો ક્રમ ભાવાર્થથી સ્પષ્ટ છે.
નીચેના કોષ્ટકમાં જઘન્ય યોગ અને ઉત્કૃષ્ટ યોગના કોલમમાં અંકો દર્શાવ્યા છે. તે અંકો મુજબ ૧ થી ૨ અને ૨ થી ૩ એમ ઉત્તરોત્તર અસંખ્યાતગુણા યોગો હોય છે.