________________
[ ૧૬૬ ]
શ્રી ભગવતી સૂત્ર-૫
ભાવાર્થ:- સૌધર્મદેવલોકમાં ઉત્પન્ન થનારા સંખ્યાત વર્ષાયુષ્ક તિર્યો અને મનુષ્યોના વિષયમાં જે નવ ગમક કહ્યા છે, તે જ રીતે ઈશાન દેવલોકના વિષયમાં પણ છે, સ્થિતિ અને સંવેધ ઈશાન દેવલોક પ્રમાણે જાણવા જોઈએ. વિવેચન :
ઈશાન દેવલોકના દેવોનું ઉત્પત્તિ સંબંધી સંપૂર્ણ કથન સૌધર્મ દેવલોકના દેવોની સમાન છે. અવગાહના અને સ્થિતિમાં વિશેષતા છે. અવગાહના :- સૌધર્મ દેવલોકના દેવોમાં ચોથા ગમકમાં જ્યાં જઘન્ય એક ગાઉની અવગાહના કહી છે, ત્યાં અહીં સાધિક એક ગાઉની અવગાહના હોય અને સ્થિતિ સાધિક એક પલ્યોપમની હોય છે. કારણ કે ઈશાન દેવલોકની જઘન્ય સ્થિતિ સાધિક એક પલ્યોપમની જ છે. સ્થિતિ અનુસાર અનુબંધ પણ હોય છે અને કાયસંવેધ(કાલાદેશ) પણ તે બંને સ્થાનની સ્થિતિ અનુસાર થાય છે. સનકુમારથી સહસાર સુધીના દેવોમાં ઉત્પત્તિ - १५ सणंकुमारदेवा णं भंते ! कओहिंतो उववज्जति? गोयमा ! उववाओ जहा सक्कर- प्पभापुढवि-णेरइयाण । जावભાવાર્થ:- અગ્ન- હે ભગવન! સનત્કાર દેવો ક્યાંથી આવીને ઉત્પન્ન થાય છે ? ઉત્તર- હે ગૌતમ ! તેની ઉત્પત્તિ, શર્કરા પ્રજાના નૈરયિકોમાં સંસી મનુષ્ય અને તિર્યંચની ઉત્પત્તિની સમાન છે યાવત१६ पज्जत्तसंखेज्जवासाउयसण्णिपंचिंदियतिरिक्खजोणिए णं भंते ! जे भविए सणंकुमार- देवेसु उववज्जित्तए, पुच्छा? गोयमा! अवसेसा परिमाणादीया भवादेसपज्जवसाणा सच्चेव वत्तव्वया भाणियव्वा जहा सोहम्मे उववज्जमाणस्स, णवर- सणकुमारट्ठिई संवेहं च जाणेज्जा । जाहे य अप्पणा जहण्णकालट्ठिईओ भवइ ताहे तिसु वि गमएसु पंच लेस्साओ आदिल्लाओ कायव्वाओ, सेस तं चेव । ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવન્! સંખ્યાત વર્ષાયુષ્ક પર્યાપ્ત સંજ્ઞી પંચેન્દ્રિય તિર્યંચો, સનકુમાર દેવલોકમાં ઉત્પન્ન થાય, તો કેટલા કાલની સ્થિતિવાળા સનસ્કુમાર દેવલોકમાં ઉત્પન્ન થાય છે? ઉત્તર-હે ગૌતમ ! પરિમાણથી લઈને ભવાદેશ સુધીની સર્વ વકતવ્યતા, સૌધર્મકલ્પમાં ઉત્પન્ન થનારા સંખ્યાત વર્ષાયુષ્ક સંજ્ઞી તિર્યંચોની સમાન જાણવી જોઈએ, પરંતુ સનકુમારની સ્થિતિ અને કાય સંવેધ ઉપયોગ પૂર્વક જાણવો જોઈએ. જ્યારે તે સંજ્ઞી તિર્યંચ જઘન્ય સ્થિતિવાળા હોય, ત્યારે ત્રણ ગમકમાં પ્રથમની પાંચ લેશ્યાઓ હોય છે. શેષ પૂર્વવત્ છે. . ગમક–૧થી ૯ // १७ जइ णं भंते ! मणुस्सेहिंतो उववज्जति, पुच्छा ? गोयमा ! मणुस्साणं जहेव सक्करप्पभाए उववज्जमाणाणं तहेव णव विगमा भाणियव्वा, णवरं-सणंकुमारट्टिइं संवेहं च जाणेज्जा। ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવન્! જો સનકુમાર દેવો, મનુષ્યમાંથી આવીને ઉત્પન્ન થાય, તો કેટલા કાલની સ્થિતિવાળા સનસ્કુમાર દેવલોકમાં ઉત્પન્ન થાય છે? ઉત્તર- હે ગૌતમ ! શર્કરા પ્રભામાં ઉત્પન્ન થનારા મનુષ્યની સમાન નવ ગમક જાણવા જોઈએ. પરંતુ સનસ્કુમારની સ્થિતિ અને સંવેધ ઉપયોગપૂર્વક