________________
૧૨૮ |
શ્રી ભગવતી સૂત્ર-૫
તેની સમસ્ત ઋદ્ધિ આ પ્રમાણે છે– (૧) ઉપપાત– ભવનપતિ, વ્યંતર, જ્યોતિષી અને પહેલા સૌધર્મ દેવલોકથી આઠમા સહસાર દેવલોક પર્વતના દેવો આવીને તિર્યંચ પંચેન્દ્રિયોમાં ઉત્પન્ન થઈ શકે છે. તે દેવો જઘન્ય અંતર્મુહૂર્ત ઉત્કૃષ્ટ પૂર્વકોટિ વર્ષની સ્થિતિ પ્રાપ્ત કરે છે, તે યુગલિકપણે ઉત્પન્ન થતા નથી. (૨) પરિમાણ- તે દેવો એક સમયમાં જઘન્ય- ૧,૨,૩ ઉત્કૃષ્ટ સંખ્યાત કે અસંખ્યાત ઉત્પન્ન થઈ શકે છે. (૩) અવગાહના- ભવનપતિ, વ્યંતર, જ્યોતિષી અને પહેલા–બીજા દેવલોકના દેવોની ભવધારણીય અવગાહના જઘન્ય અંગુલનો અસંખ્યાતમો ભાગ, ઉત્કૃષ્ટ સાત હાથની, ત્રીજા અને ચોથા દેવલોકમાં છ હાથની, પાંચમા અને છઠ્ઠા દેવલોકમાં પાંચ હાથની અને સાતમાં આઠમા દેવલોકમાં ચાર હાથની અવગાહના છે. ઉત્તર વૈક્રિય શરીરની અવગાહના જઘન્ય અંગુલનો સંખ્યાતમો ભાગ, ઉત્કૃષ્ટ લાખ યોજનની છે. (૪) સંઘયણ– દેવો અસંઘયણી છે. શુભ અને ઇષ્ટ, કાંત પુદ્ગલો તેના શરીર રૂપે પરિણત થાય છે. (૫) સંસ્થાન- દેવોને સમચતુરસ સંસ્થાન હોય છે. ઉત્તર વૈક્રિય શરીર બનાવે ત્યારે પોતાની ઇચ્છાનુસાર બનાવી શકે છે. તે અપેક્ષાએ છ સંસ્થાન હોય છે. (૬) લેયા- ભવનપતિ, વ્યંતરમાં પ્રથમ ચાર લેશ્યા; જ્યોતિષી અને ૧,૨ દેવલોકમાં તેજો વેશ્યા; ૩,૪,૫ દેવલોકમાં પધ લેશ્યા; ૬,૭,૮ મા દેવલોકમાં શુક્લલેશ્યા હોય છે. (૭) દષ્ટિ– ૩ (૮) શાનાશાન- ભવનપતિ અને વ્યંતરમાં ત્રણ જ્ઞાન નિયમા, ત્રણ અજ્ઞાનની ભજના; જ્યોતિષી અને ૧ થી ૮ દેવલોકમાં ત્રણ જ્ઞાન અથવા ત્રણ અજ્ઞાન નિયમા. (૯) યોગ- ૩. (૧૦) ઉપયોગ- ૨. (૧૧) સંજ્ઞા-૪. (૧૨) કષાય- ૪. (૧૩) ઇન્દ્રિય- ૫. (૧૪) સમુઘાત- પ્રથમ પાંચ. (૧૫) વેદના- ૨. (૧૬) વેદ- ભવનપતિ, વ્યંતર, જ્યોતિષી ૧,૨ દેવલોકમાં સ્ત્રીવેદ અને પુરુષવેદ.૩ થી ૮દેવલોકમાં એક પુરુષવેદ હોય. (૧૭) આયુષ્ય-સ્થાનાનુસાર. (૧૮) અધ્યવસાય- પ્રશસ્ત અને અપ્રશસ્ત. (૧૯) અનુબંધ – આયુષ્ય પ્રમાણે. (૨૦) કાય સંધભવાદેશથી જઘન્ય બે ભવ, ઉત્કૃષ્ટ આઠ ભવ કરે છે. કાલાદેશ આ પ્રમાણે છે– સૌધર્મ દેવલોકના દેવનો તિર્યંચ પંચેન્દ્રિય સાથે કાલાદેશ :ગમક જઘન્ય(બે ભવ)
ઉત્કૃષ્ટ(આઠ ભવ) (૧) ઔ ઔ પલ્યોપમ અને અંતર્મુહૂર્ત
૮ સાગરોપમ અને ૪ પૂર્વકોટિ વર્ષ (૨) ઔ જઘ૦ પલ્યોપમ અને અંતર્મુહૂર્ત
૮ સાગરોપમ અને ૪ અંતર્મુહૂર્ત (૩) ઔ ઉ૦ પલ્યોપમ અને પૂર્વકોટિ વર્ષ
૮ સાગરોપમ અને ૪ પૂર્વકોટિ વર્ષ (૪) જઘ ઔર પલ્યોપમ અને અંતર્મુહૂર્ત
૪ પલ્યોપમ અને ૪ પૂર્વકોટિ વર્ષ (૫) જઘ૦ જઘ૦ પલ્યોપમ અને અંતર્મુહૂર્ત
૪ પલ્યોપમ અને ૪ અંતર્મુહૂર્ત (૬) જઘ૦ ઉ૦ પલ્યોપમ અને પૂર્વકોટિ વર્ષ
૪ પલ્યોપમ અને ૪ પૂર્વકોટિ વર્ષ (૭) ઉ૦ ૦ બે સાગરોપમ અને અંતર્મુહૂર્ત
૮ સાગરોપમ અને ૪ પૂર્વકોટિ વર્ષ (૮) ઉ૦ જઘ૦ બે સાગરોપમ અને અંતર્મુહૂર્ત
૮ સાગરોપમ અને ૪ અંતર્મુહૂર્ત (૯) ઉ ઉ. બે સાગરોપમ અને પૂર્વકોટિ વર્ષ ૮ સાગરોપમ અને ૪ પૂર્વકોટિ વર્ષ સૌધર્મ દેવલોકની સ્થિતિ-જઘન્ય એક પલ્યોપમ, ઉત્કૃષ્ટ બે સાગરોપમ. સંશી તિર્યંચની સ્થિતિ- જઘન્ય અંતર્મુહૂર્ત, ઉત્કૃષ્ટ ક્રોડપૂર્વ વર્ષ.
આ રીતે પ્રત્યેક સ્થાનના ૯ ગમકનો કાલાદેશ તે તે દેવલોકની સ્થિતિ અનુસાર થાય છે. નાણા - પ્રત્યેક સ્થાનમાં ચાર-ચાર નાણત્તા થાય છે. તેમાં જઘન્ય અને ઉત્કૃષ્ટ ગમકમાં બે-બે નાણત્તા