________________
૧૦૪
શતક-૨૪ : ઉદ્દેશક-૨૦
સંક્ષિપ્ત સાર
શ્રી ભગવતી સૂત્ર-૫
ROBOR
OROBOR
આ ઉદ્દેશકમાં નિયંચ પંચેન્દ્રિયની ઉત્પત્તિ વિષયક વિચારણા છે. ચાર ગતિના જીવો મરીને નિયંચ પંચેન્દ્રિયપણે ઉત્પન્ન થાય છે.
સાત નરકના નૈયિક, ભવનપતિ, વ્યંતર, જ્યોતિષી અને એકથી આઠ દેવલોક સુધીના દેવો તથા પાંચ સ્થાવર, ત્રણ વિકલેન્દ્રિય, આ કોઈપણ જીવી મરીને, નિયંચ પંચેન્દ્રિયમાં ઉત્પન્ન થાય તો, તે જીવો જઘન્ય અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટ કોડપૂર્વ વર્ષની સ્થિતિ પ્રાપ્ત કરી શકે છે, તેનાથી અધિક સ્થિતિ પ્રાપ્ત કરી શકતા નથી. અર્થાત તે જીવો યુગલિકપણે જન્મ ધારણ કરી શકતા નથી. તે જીવો ૯ ગમકથી જઘન્ય ૨, ઉત્કૃષ્ટ-૮ ભવ કરે છે.
અસંશી તિર્યંચ પંચેન્દ્રિય મરીને, તિર્યંચ પંચેન્દ્રિયમાં ઉત્પન્ન થાય ત્યારે જઘન્ય અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટ પલ્યોપમના અસંખ્યાતમા ભાગની સ્થિતિ પ્રાપ્ત કરી શકે છે. તે યુગલિક થાય છે પણ તેનાથી અધિક સ્થિતિ પ્રાપ્ત કરી શકતા નથી. ૧, ૨, ૪, ૫, ૬, ૭, ૮ મા ગમકથી જઘન્ય-૨, ઉત્કૃષ્ટ-૮ ભવ કરે છે. ત્રીજા અને નવમા ગમકથી જઘન્ય, ઉત્કૃષ્ટ-૨ ભવ કરે છે. ત્રીજા અને નવમા ગમકથી જાય ત્યારે ઉત્કૃષ્ટ પલ્યોપમના અસંખ્યાતમા ભાગની સ્થિતિને પ્રાપ્ત કરે છે અર્થાત્ તે યુગલિક થાય છે. યુગલિક મરીને દેવગતિમાં જાય છે. તેથી ત્રીજા ગમકમાં તેના બે ભવ જ થાય. જયારે જઘન્ય—ઉત્કૃષ્ટ છઠ્ઠા ગમકથી જાય ત્યારે ઉત્કૃષ્ટ ક્રોડપૂર્વ વર્ષની સ્થિતિ પ્રાપ્ત કરે છે. જઘન્ય સ્થિતિવાળા અસંજ્ઞી તિર્યંચ મરીને યુગલિક થઈ શકતા નથી. તેથી તે ગમકમાં તેના જઘન્ય બે, ઉત્કૃષ્ટ આઠ ભવ થાય છે.
સંશી તિર્યંચ અને સંશી મનુષ્ય મરીને, તિર્યંચ પંચેન્દ્રિયમાં ઉત્પન્ન થાય ત્યારે તે જીવો જઘન્ય અંતર્મુહૂર્ત, ઉત્કૃષ્ટ ત્રણ પલ્યોપમની સ્થિતિ પ્રાપ્ત કરે છે. તે જીવો− ૧, ૨, ૪, ૫, ૬, ૭, ૮ મા ગમકચી જાય તો જઘન્ય—ર, ઉત્કૃષ્ટ−૮ ભવ અને ૩, ૯ મા ગમકથી જાય ત્યારે યુગલિકપણે ઉત્પન્ન થતા હોવાથી જઘન્ય, ઉત્કૃષ્ટ બે ભવ કરે છે.
તિર્યંચ પંચેન્દ્રિયમાં ઉત્પન્ન થનાર મનુષ્યોની અવગાહના જઘન્ય અંગુલનો અસંખ્યાતમો ભાગ અને ઉત્કૃષ્ટ ૫૦૦ ધનુષની અને સ્થિતિ જઘન્ય અંતર્મુહુર્ત, ઉત્કૃષ્ટ ક્રોડપૂર્વ વર્ષની હોય છે, પરંતુ જ્યારે તે ત્રીજા ગમકથી ઉત્પન્ન થાય ત્યારે તેની અવગાહના જઘન્ય અનેક અંગૂલની, ઉત્કૃષ્ટ ૫૦૦ ધનુષની અને જઘન્ય સ્થિતિ અનેક માસની, ઉત્કૃષ્ટ ક્રોડપૂર્વ વર્ષની હોય છે. મનુષ્યોની અવગાહના અને આયુષ્યોનો પરસ્પર સંબંધ છે. તેનાથી ન્યૂન અવગાહના કે સ્થિતિવાળા મનુષ્યો યુગલિકપણે જન્મ ધારણ કરી શકતા નથી. નવમા ગમકથી જાય ત્યારે તેની અવગાહના જઘન્ય તથા ઉત્કૃષ્ટ ૫૦૦ ધનુષની અને સ્થિતિ જઘન્ય તથા ઉત્કૃટ ક્રોડપૂર્વ વર્ષની હોય છે.
સંમૂમિ મનુષ્ય મરીને સંજ્ઞી તિર્યંચમાં ઉત્પન્ન થાય ત્યારે જઘન્ય અંતર્મુહૂર્ત, ઉત્કૃષ્ટ ક્રોડપૂર્વ વર્ષની સ્થિતિ પ્રાપ્ત કરે છે. તે પ્રથમ ત્રણ ગમકથી જ જાય છે અને જઘન્ય ૨, ઉત્કૃષ્ટ ૮ ભવ કરે છે. આ રીતે આ ઉદ્દેશમાં સંક્ષી નિર્વચપણે ઉત્પન્ન થતા જીવોનું વિસ્તૃત વિવેચન પ્રાપ્ત થાય છે.
܀܀܀