________________
શ્રુત સેવાનો સત્કાર
શ્રુતાધાર (મુખ્યદાતા)
પિતાશ્રી જેઠાલાલ ઘેલાભાઈ મોદી
માતુશ્રી તારાબેન જેઠાલાલ મોદી પરિવાર
જે જિનશાસન અને ચાતુર્વિધ સંઘની નિષ્કામ ભાવે સેવા કરે છે, જે શાસ્ત્રો, આગમગ્રંથો કે શ્રુતની ભક્તિ કરે છે, જે શાસન પરંપરાને અક્ષુણ્ણ રાખવા યત્કિંચિત્ યોગદાન આપે છે, તે વ્યક્તિને ભવોભવ જિનશાસન પ્રાપ્ત થાય છે. અને આત્મસાધના દ્વારા અંતે સિદ્ધ પદને પામે છે.
પૂ. ગુરુદેવ શ્રી નમ્રમુનિ મ. સા. તથા પૂ. વીરમતિબાઈ મ. ના ચાતુર્માસમાં પૂ. ગુરુદેવના શ્રીમુખેથી આવી અપૂર્વ જિનવાણી સાંભળીને તથા આગમ પ્રવચન શ્રેણીથી આગમ મહત્ત્વ સમજીને મોદી પરિવાર આગમ રંગે રંગાઈ ગયો. માતુશ્રી તારાબેન અને પિતાશ્રી જેઠાલાલભાઈના ધર્મ સંસ્કારો ચારે ય સુપુત્ર અને પુત્રવધુઓમાં ક્રિયાન્વિત થવા લાગ્યા. શ્રી પ્રફુલ્લભાઈ - સૌ. કિરણબેન, શ્રી ચંદ્રકાંતભાઈ સૌ. ભારતીબેન, શ્રી હરેશભાઈ – સૌ. જ્યોત્સનાબેન અને શ્રી પુષ્પકભાઈ સૌ. સંગીતાબેન પૂ. ગુરુદેવ શ્રી નમ્રમુનિના સાંનિધ્યે માનવભવમાં આત્મકલ્યાણ સાધી લેવા ઉદ્યમવંત બન્યા. ગુરુ સેવાની અમૂલ્ય તક પ્રાપ્ત કરવા માટે ખડે પગે ઉપાશ્રયમાં ઉપસ્થિત રહેવા લાગ્યા.
=
ગુરુકૃપાના કાંક્ષી મોદી પરિવારે પૂ. ગુરુદેવના ૩૯મા જન્મદિને આગમ શ્રુતાધાર પૂ બનવાનો નિશ્ચય કર્યો. આપની આ શ્રદ્ધાભક્તિ શીઘ્રાતિશીઘ્ર મુક્તિ અપાવનારી બની શકે તેવી કલ્યાકારી ભાવના સાથે અનેકશઃ ધન્યવાદ.
ગુરુપ્રાણ પ્રકાશન
PARASDHAM
-
7