________________
શતક-૧૩: ઉદ્દેશક-૧
છે? (૩૦થી૩૩) વાવ કેટલા સ્પર્શેન્દ્રિયોપયુક્ત ઉત્પન્ન થાય છે? (૩૪) કેટલા નોઈદ્રિયોપયુક્ત ઉત્પન્ન થાય છે? (૩૫) કેટલા મનયોગી ઉત્પન્ન થાય છે? (૩૬) કેટલા વચનયોગી ઉત્પન્ન થાય છે? (૩૭) કેટલા કાયયોગી ઉત્પન્ન થાય છે? (૩૮) કેટલા સાકારોપયોગી ઉત્પન્ન થાય છે? (૩૯) કેટલા અનાકારોપયોગી ઉત્પન્ન થાય છે?
ઉત્તર- હે ગૌતમ! આ રત્નપ્રભા પૃથ્વીના ત્રીસ લાખ નરકાવાસોમાંથી સંખ્યાત યોજન વિસ્તૃત નરકાવાસોમાં એક સમયમાં (૧) જઘન્ય એક, બે, ત્રણ અને ઉત્કૃષ્ટ સંખ્યાત નૈરયિકો ઉત્પન્ન થાય છે. (૨) જઘન્ય એક, બે, ત્રણ અને ઉત્કૃષ્ટ સંખ્યાત કાપોતલેશી જીવો ઉત્પન્ન થાય છે. (૩) જઘન્ય એક, બે, ત્રણ અને ઉત્કૃષ્ટ સંખ્યાત કૃષ્ણપાક્ષિક જીવો ઉત્પન્ન થાય છે. આ જ રીતે (૪) શુકલપાક્ષિક (૫) સંજ્ઞી (૬) અસંજ્ઞી (૭) ભવસિદ્ધિક (૮) અભવસિદ્ધિક (૯) આભિનિબોધિકજ્ઞાની (૧૦) શ્રુતજ્ઞાની (૧૧) અવધિજ્ઞાની (૧૨) મતિ અજ્ઞાની (૧૩) શ્રુત અજ્ઞાની (૧૪) વિર્ભાગજ્ઞાની જીવો ઉત્પન્ન થાય છે. (૧૫) ચક્ષુદર્શની ઉત્પન્ન થતા નથી. (૧૬) જઘન્ય એક, બે, ત્રણ અને ઉત્કૃષ્ટ સંખ્યાત અચક્ષુદર્શની ઉત્પન્ન થાય છે. આ રીતે જ (૧૭) અવધિદર્શની (૧૮) આહારસંજ્ઞોપયુક્ત (૧૯) ભયસંજ્ઞોપયુક્ત (૨૦) મૈથુનસંજ્ઞોપયુક્ત (ર૧) પરિગ્રહ સંજ્ઞોપયુક્ત જીવો ઉત્પન્ન થાય છે. (રર) સ્ત્રીવેદી ઉત્પન્ન થતા નથી. (૨૩) પુરુષવેદી પણ ઉત્પન્ન થતા નથી. (૨૪) જઘન્ય એક, બે અથવા ત્રણ અને ઉત્કૃષ્ટ સંખ્યાત નંપુસકવેદી ઉત્પન્ન થાય છે. (૨૫-૨૮) ક્રોધ કષાયથી લોભ કષાયી પર્યંતના જીવો ઉત્પન્ન થાય છે. (૨૯-૩૩) શ્રોતેંદ્રિયથી સ્પર્શેન્દ્રિય પર્વતની ઇન્દ્રિયના ઉપયોગ યુક્ત જીવો ત્યાં ઉત્પન્ન થતા નથી. (૩૪) જઘન્ય એક, બે, ત્રણ અને ઉત્કૃષ્ટ સંખ્યાત નોઇન્દ્રિયના ઉપયોગયુક્ત જીવો ઉત્પન્ન થાય છે. (૩૫-૩૬) મનયોગી અને વચનયોગી ઉત્પન્ન થતા નથી. (૩૭) જઘન્ય એક, બે, ત્રણ અને ઉત્કૃષ્ટ સંખ્યાત કાયયોગી ઉત્પન્ન થાય છે. (૩૮-૩૯) આ રીતે જ સાકારોપયોગી અને અનાકારોપયોગી જીવો ઉત્પન્ન થાય છે. વિવેચન :
પ્રસ્તુત સૂત્રમાં પ્રથમ નરકમાં ઉત્પન્ન થનારા જીવોના વિષયમાં ૩૯ પ્રશ્નોત્તર છે. તેમાં (૧) ઉપપાત પરિમાણ- સંખ્યાત યોજન વિસ્તૃત નરકાવાસમાં સંખ્યાતા નારકો ઉત્પન્ન થાય છે. શેષ ૩૮ પ્રશ્નગત ભાવો આત્મ પરિણામરૂપ છે. તેમાં કેટલાક ભાવો પર્યાપ્ત અવસ્થામાં જ પ્રગટ થાય છે. તે ભાવો પર્યાપ્ત અવસ્થા સાપેક્ષ છે જ્યારે કેટલાક ભાવો અપર્યાપ્તાવસ્થાથી જ હોય છે, જેમ કે- વેશ્યા, જ્ઞાન, અજ્ઞાન, દર્શન, કષાય, ભવી, અભવી, કૃષ્ણપાક્ષિક, શુકલપાક્ષિક, સંજ્ઞા આદિ. તે ભાવો ઉત્પત્તિના સમયે અને પછી પર્યાપ્તાવસ્થામાં પણ હોય છે પરંતુ શ્રોતેન્દ્રિયાદિનો ઉપયોગ, ચક્ષુદર્શન, મનોયોગ, વચનયોગ આદિ ઇન્દ્રિય સાપેક્ષ ભાવો પર્યાપ્તાવસ્થામાં જ હોય છે, તે ભાવો ઉત્પત્તિ સમયે અપર્યાપ્તાવસ્થામાં હોતા નથી. લેશ્યા - પ્રસ્તુત સૂત્રમાં કેવળ રત્નપ્રભા પૃથ્વીની જ પૃચ્છા છે અને તેમાં એક કાપોત લેશ્યા જ હોય છે. કૃષ્ણાદિ અન્ય લેશ્યા નથી. તેથી અહીં કાપોતલેશ્યા વિષયક પ્રશ્ન હોવાથી ૩૯ બોલમાં વેશ્યાનો એક જ બોલ છે. ઉત્પત્તિ સ્થાનની જે વેશ્યા હોય છે, તે જ વેશ્યા સહિત જીવ ઉત્પન્ન થાય છે. કપાક્ષિક-ક્લપાક્ષિક - જે જીવોનો સંસાર પરિભ્રમણકાલ અદ્ધ પુગલ પરાવર્તનથી કંઈક ન્યૂન હોય, તે શુક્લપાક્ષિક કહેવાય છે. જે જીવોનો સંસાર પરિભ્રમણકાલ તેનાથી અધિક હોય, તે કૃષ્ણપાક્ષિક કહેવાય છે.
जेसिमवड्डो पोग्गल परियट्टो, सेसओ उ संसारो । तेसुक्कपक्खिया खलु, अहिगे पुण कण्हपक्खिया ॥