________________
શતક-૨૨
[
ર૧ |
धणुपुहुत्तं, पुप्फे हत्थपुहुत्तं, फले बीए य अंगुलपुहुत्तं । सव्वेहिं जहण्णेणं अंगुलस्स असंखेज्जइभाग। सेसं जहा सालीण । एवं एए दस उद्देसगा। ભાવાર્થ - પ્રશ્ન- રાજગૃહ નગરમાં ગૌતમ સ્વામીએ યાવત્ આ પ્રમાણે પૂછ્યું- હે ભગવન્! તાલ (તાડ), તમાલ, તક્કલી, તેતલી, શાલ, સરલ,(દેવ-દારુ) સારગલ, યાવત્ કેતકી (કેવડો) કદલી-કેળા, કંદલી, ચર્મવૃક્ષ, ગુંદવૃક્ષ-ગુંદાનું ઝાડ, હિંગુવૃક્ષ, લવિંગનું વૃક્ષ, સોપારીનું વૃક્ષ, ખજૂરી અને નારિયેળી, આ સર્વના મૂળપણે જે જીવો ઉત્પન્ન થાય છે, તે ક્યાંથી આવે છે ?
ઉત્તર- હે ગૌતમ! શાલિવર્ગની સમાન અહીં પણ મૂલાદિ દશ ઉદ્દેશક કહેવા જોઈએ. વિશેષતા એ છે કે આ વૃક્ષોના મૂળ, કંદ, સ્કંધ, ત્વચા અને શાખા, આ પાંચ ઉદ્દેશકોમાં વર્ણવેલ વિભાગમાં દેવો આવીને ઉત્પન્ન થતા નથી, તેથી ત્યાં ત્રણ વેશ્યા હોય છે. તેની સ્થિતિ જઘન્ય અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટ દશ હજાર વર્ષની હોય છે. શેષ પાંચ ઉદ્દેશકોમાં વર્ણવેલ વિભાગમાં દેવો ઉત્પન્ન થાય છે. તેથી તેમાં ચાર વેશ્યાઓ હોય છે. તેની સ્થિતિ જઘન્ય અંતમુહૂર્ત અને ઉત્કૃષ્ટ અનેક વર્ષની હોય છે.
મૂળ અને કંદની અવગાહના ઉત્કૃષ્ટ અનેક ધનુષની, સ્કંધ, ત્વચા અને શાખાની અનેક ગાઉની, પ્રવાલ અને પત્રની અનેક ધનુષની, પુષ્પની અનેક હાથની, ફળ અને બીજની અનેક અંગુલની ઉત્કૃષ્ટ અવગાહના હોય છે. આ સર્વની જઘન્ય અવગાહના અંગુલના અસંખ્યાતમા ભાગની હોય છે. શેષ સર્વ કથન શાલિ વર્ગની સમાન જાણવું જોઈએ. આ રીતે દશ ઉદ્દેશક હોય છે. વિવેચન :
આ શતકના સર્વ વર્ગોની વ્યાખ્યા પ્રાયઃ શતક-૨૧ની સમાન છે. દેવોની ઉત્પત્તિ ક્યાં થાય છેતવિષયક ગાથા આ પ્રમાણે છે
पत्त पवाले पुप्फे, फले य बीए य होइ उववाओ।
रुक्खेसुसुरगणाण, पसत्थरस वण्ण-गधेसु ॥ અર્થ – ઉત્તમ રસ, વર્ણ અને ગંધ વાળા વૃક્ષોના પત્ર, પ્રવાલ, પુષ્પ, ફળ અને બીજ, આ પાંચમાંથી કોઈ અવસ્થામાં દેવો આવીને ઉત્પન્ન થાય છે. ઇક્ષુ આદિના સ્કંધમાં દેવો ઉત્પન્ન થાય છે.
છે શતક-રર/૧ સંપૂર્ણ
બીજો એકાસ્થિક વર્ગ દશ ઉદેશક| | १ अह भंते !णिंबंबजंबुकोसंबताल अंकोल्लपीलुसेलुसल्लझ्मोयझ्मालुयबउल पलासकरंज-पुत्तंजीवगरिठ्ठ-बिहेडग-हरियग-भल्लाय उंबरिया-खीरणि-धायईपियाल पूइयणिबायग(करंज)सेण्हयपासियसीसक्असण-पुण्णागणागरुक्खसीवण्ण-असोगाणं एएसिणंजे जीवा मूलत्ताए वक्कमंति, पुच्छा?
गोयमा !एवं मूलादीया दस उद्देसगा कायव्वा णिरवसेसंजहातालवग्गो। ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! લીમડો, આંબો, જાંબુ, કોશમ્બ, તાલ, અંકોલ્લ, પીલુ, સેલુ, સલ્લકી,