________________
શતક-૨૧.
[ ૬૧૩ |
વિવેચન :
પ્રસ્તુત નવ ઉદ્દેશકમાં કંદથી લઈને બીજ સુધીની નવ અવસ્થામાં ઉપપાત આદિ કારોનું વર્ણન છે. ઉત્પત્તિ :- શાલી આદિના મૂલ, કંદ, સ્કંધ, ત્વચા, શાખા, પ્રવાલ અને પત્ર, આ સાત અવસ્થામાં દેવો ઉત્પન્ન થતા નથી, પુષ્પ, ફળ અને બીજમાં દેવો ઉત્પન્ન થાય છે. લેશ્યા - કંદાદિ જે વિભાગોમાં દેવો આવીને ઉત્પન્ન થતા નથી ત્યાં ત્રણ વેશ્યા છે અને પુષ્પ, ફળ અને બીજમાં દેવો આવીને ઉત્પન્ન થતા હોવાથી, તેમાં ચાર વેશ્યા છે અને તેના ૮૦ ભંગ છે. એસી ભંગ :- ચાર લેશ્યાના એકવચન અને બહુવચનની અપેક્ષાએ અસંયોગી ચાર-ચાર ભંગ થતાં અસંયોગી આઠ ભંગ થાય છે. દ્વિસંયોગી છ વિકલ્પ થાય છે– (૧) કૃષ્ણ-નીલ, (૨) કૃષ્ણ-કાપોત, (૩) કૃષ્ણ-તેજો, (૪) નીલ-કાપોત (૫) નીલ-તેજો અને (૬) કાપોત-તેજો. તેના એકવચન અને બહુવચનમાં ચાર-ચાર ભંગ થતાં ૨૪ ભંગ થાય છે. ત્રિસંયોગી ચાર વિકલ્પ થાય છે– (૧) કૃષ્ણ-નીલ-કાપોત, (૨) કૃષ્ણ-નીલ-તેજો, (૩) કૃષ્ણ-કાપોત-તેજો, (૪) નીલ-કાપોત-તેજો. એક-એક વિકલ્પના એકવચન અને બહુવચનની અપેક્ષાએ આઠ-આઠ ભંગ થવાથી કર ભંગ થાય છે. ચતુઃસંયોગી ૧૬ ભંગ થાય છે. આ રીતે ૮+૨૪+૩+૧૬ = ૮૦ ભંગ થાય છે. અવગાહના :
મૂત્તે, વધે, વધે, તયાયા ? પવાને પત્તેયા
सत्तसु वि धणुपुहत्तं, अंगुलिमो पुप्फफलबीए ॥ મૂળ, કંદ, સ્કંધ, ત્વચા, શાખા, પ્રવાલ અને પત્ર, આ સાત અવસ્થાની અવગાહના જઘન્ય અંગુલનો અસંખ્યાતમો ભાગ અને ઉત્કૃષ્ટ અનેક ધનુષ્ય છે. પુષ્પ, ફળ અને બીજ આ ત્રણની ઉત્કૃષ્ટ અવગાહના અનેક અંગુલ છે. શેષ કથન પૂર્વવત્ જાણવું.
ન
- I શતક ર૧/૧/ર થી ૧૦ સંપૂર્ણ
છે શતક ર૧/૧ સંપૂર્ણ