________________
૧૦ |
શ્રી ભગવતી સૂત્ર-૪
જીવોમાં ઉત્પન્ન થઈને પુનઃ શાલિ, વ્રીહી યાવત જુવારના મૂળપણે ઉત્પન્ન થાય, તો આ પ્રકારે કેટલો કાલ સુધી ગમનાગમન કરે છે?
ઉત્તર-હે ગૌતમ!શતક–૧૧/૧ ઉત્પલોદ્દેશક અનુસાર જાણવું જોઈએ. પૃથ્વીકાયની જેમ અપ્લાયથી મનુષ્યો સુધીનું કથન આ જ રીતે કરવું. તેના આહારનું કથન ઉત્પલોદ્દેશકની સમાન જ છે. સ્થિતિ જઘન્ય અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટ અનેક વર્ષની છે. સમુદ્યાતથી સમવહત મરણ અને ઉદ્વર્તના ઉત્પલોદ્દેશકની સમાન છે. |९ अह भंते !सव्वपाणा जावसव्वसत्ता साली-वीही जावजवजक्गमूलगजीवत्ताए કવવાપુળ્યા હતા જોયમાં !અલ અલુવા ખેતલુ | સેવ મતે સેવ અને ! ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! શું સર્વ પ્રાણ, ભૂત, જીવ અને સત્ત્વ શાલી, વ્રીહિ થાવત જુવારના મૂળના જીવપણે પહેલાં ઉત્પન્ન થઈ ગયા છે?
ઉત્તર-હા, ગૌતમ! અનેક વાર અથવા અનંતવાર ઉત્પન્ન થઈ ગયા છે../ હે ભગવન્! આપ કહો છો તેમજ છે, આપ કહો છો તેમજ છે. .. વિવેચન :
પ્રસ્તુત સૂત્રોમાં શાલી આદિના મૂળરૂપે ઉત્પન્ન થનારા જીવોની આગતિ, ઉત્પત્તિ સંખ્યા આદિ તેત્રીસ દ્વારોનું વર્ણન પ્રાયઃ શતક ૧૧/૧ અને પ્રજ્ઞાપના સૂત્ર પ્રમાણે જાણી લેવાના સૂચન સાથે અહીં સંક્ષિપ્ત કથન કર્યું છે. Uવ વ વન્ન :-દેવતાને છોડીને શેષ કથન પૂર્વવતુ જાણવું. પ્રજ્ઞાપના સૂત્રોનુસાર ૬૪ જાતિના દેવો મરીને વનસ્પતિમાં ઉત્પન્ન થાય છે પરંતુ તે પુષ્પ આદિ વનસ્પતિના શુભ વિભાગોમાં જ ઉત્પન્ન થાય છે, મૂળ આદિ અશુભ વિભાગમાં ઉત્પન્ન થતા નથી. તેથી મૂળના આ પ્રથમ ઉદ્દેશકમાં દેવની ઉત્પત્તિનો નિષેધ છે. અપહાર :- તે શાલિ આદિના જીવોનો પ્રતિસમયે અપહાર કરાય અર્થાતુ એક-એક જીવને બહાર કાઢવામાં આવે અર્થાત તેની ગણતરી કરાય તો અસંખ્ય ઉત્સર્પિણી-અવસર્પિણીકાલ વ્યતીત થવા છતાં પણ તેનો ઉપહાર થતો નથી. આ પ્રકારનું અપહારરૂપ કાર્ય ક્યારે ય કોઈએ કર્યું નથી અને કરશે પણ નહીં. માત્ર સંખ્યાને સમજવા માટેનું આ કથન છે. બંધ વેદન- ઉદય-ઉદીરણા:- શાલી આદિના મૂળનો જીવ જ્ઞાનાવરણીયાદિ આઠ કર્મોનો બંધક, વેદક અને ઉદીરક છે. લેયા - અહીં મૂલ સંબંધી ઉદ્દેશક હોવાથી, તેમાં દેવ આવીને ઉત્પન્ન થતા નથી, તેથી તેનો લેશ્યા નથી, પ્રથમ ત્રણ લેશ્યા જ હોય છે અને ત્રણ વેશ્યાના એકવચન, બહુવચનથી સંબંધિત અસંયોગીના ત્રણ-ત્રણ ભંગ થતાં છ ભંગ થાય છે– કૃષ્ણ-નીલ, કૃષ્ણ-કાપોત, નીલ-કાપોત આ હિસંયોગીના ત્રણ વિકલ્પ થાય છે. પ્રત્યેકના એકવચન અને બહુવચન સંબંધી ચાર-ચાર ભંગ થતા ૧૨ ભંગ થાય છે. ત્રિસંયોગી એકવચન-બહુવચન સંબંધી આઠ ભંગ થાય છે. આ રીતે કુલ ૬+૧૨+૮ = ૨૬ ભંગ થાય છે. ભવાદેશ-કાલાદેશઃ- ભવની અપેક્ષાએ જઘન્ય બે ભવ અને ઉત્કૃષ્ટ અસંખ્યાત ભવ સુધી ગમનાગમન કરે છે. કાલની અપેક્ષાએ જઘન્ય અંતર્મુહૂર્ત ઉત્કૃષ્ટ અસંખ્યાતકાલ સુધી ગમનાગમન કરે છે.