________________
શત-૨૦ : ઉદ્દેશક-૧૦
૧૮૯
શતક-૨૦ : ઉદ્દેશક-૧૦
સંક્ષિપ્ત સાર
આ ઉદ્દેશમાં સૌપક્રમ અને નિરુપક્રમ આયુષ્ય, જીવોની ઉત્પત્તિ અને ઉત્તર્તના સંબંધી આત્મોપક્રમ, પરોપક્રમ આદિ વિવિધ વિકલ્પો, કતિ સંચિત, અકતિ સંચિત, અવક્તવ્ય સંચિત, ષટ્ક સમર્જિત, દ્વાદશ સમર્જિત, ચોર્યાસી સમર્થિત આદિ વિવિધ વિષયોનું નિરૂપણ છે.
સોપક્રમ આયુષ્ય– વ્યવહાર દષ્ટિએ અગ્નિ, જલ, વિષપ્રયોગ આદિ નિમિત્તથી જે આયુષ્ય સમાપ્ત થાય તેને સોપક્રમ આયુષ્ય કહે છે. સોપક્રમ આયુષ્યવાળા જીવોને પણ આયુષ્યના બે ભાગ ભોગવાઈ જાય અને એક ભાગ શેષ રહે ત્યાર પછી જ કોઈ પણ ઉપક્રમ(આયુષ્ય તૂટવાનું નિમિત્ત) પ્રાપ્ત થાય છે. નિરુપક્રમ આયુષ્ય– આયુષ્યની સમય મર્યાદા પૂર્ણ થતાં જે આયુષ્ય સમાપ્ત થાય તેને નિરુપક્રમ આયુષ્ય કહે છે. નારક, દેવ, યુગલિક મનુષ્ય, યુગલિક તિર્યંચ, ઉત્તમ પુરુષ અને ચરમ શરીરી જીવો નિરુપક્રમ આયુષ્યવાળા હોય છે. શેષ જીવોને બંને પ્રકારનું આયુષ્ય હોય છે.
ઉત્પત્તિમાં આત્મોપક્રમાદિ– ૨૪ દંડકના જીવોની ઉત્પત્તિ આત્મોપક્રમ, પરોપક્રમ અને નિરુપક્રમથી થઈ શકે છે.
આત્મોપક્રમ— સ્વયં આયુષ્ય ઘટાડવું. પરોપક્રમ– અન્ય દ્વારા આયુષ્યનો ઘાત થવો. નિરુપક્રમ— કોઈ પણ પ્રકારના ઉપક્રમ વિના મૃત્યુ થવું,
ઉદર્દનામાં આત્મોપક્રમાદિ– નારકી અને દેવોની ઉદ્ગતના અથવા ચ્યવન નિરુપક્રમથી જ થાય છે. કારણ કે તેઓ નિરુપક્રમ આયુષ્યવાળા છે. શેષ ઔદારિકના દશ દંડકના જીવોની ઉત્તર્તના ત્રણે પ્રકારે થાય છે.
આત્માદ્ધિ આદિથી જન્મ મરણ- જીવના જન્મ મરણ આત્મઋદ્ધિથી, આત્મકર્મથી અને આત્મપ્રયોગથી જ થાય છે. તેમાં ઈશ્વર, કાલ આદિ અન્ય કોઈ પણ તત્ત્વ કાંઈ જ કરી શકતા નથી. કારણ કે પરદ્ધિ, પરકર્મ કે પપ્રયોગથી જન્મ-મરણ થતા નથી.
કતિસંચિત- સંખ્યાના જીવો. અકતિચિત- અસંખ્યાતા જીવો. અવક્તવ્યચિત- એક જીવ પાંચ સ્થાવરના જીવો ઉત્પત્તિની અપેક્ષાએ અતિચિત છે, કારણ કે તે જીવો એક સાથે અસંખ્યાના કે અનંત જ ઉત્પન્ન થાય છે. રોષ ઠંડકના જીવો ઉત્પત્તિની અપેક્ષાએ ત્રણે પ્રકારના હોય છે. સિદ્ધના જીવો સિદ્ધ ગતિની પ્રાપ્તિની અપેક્ષાએ અવક્તવ્ય અથવા કૃતિચિત જ હોય છે. એક સાથે અસંખ્યાતા જીવો જ સિદ્ધ થતા નથી. તેથી સિદ્ધો અકતિસંચિત નથી.
અલ્પબહુત્વ– પાંચ સ્થાવર જીવોમાં અકતિસંચિત એક જ પ્રકાર હોવાથી અલ્પબહુત્વ થતું નથી. શેષ દંડકના જીવોમાં સર્વથી થોડા અવક્તવ્ય, તેનાથી કતિસંચિત સંખ્યાત ગુણા, તેનાથી અતિસંચત અસંખ્યાત ગુણા છે. સિદ્ધોમાં સર્વથી થોડા કતિચિત, તેનાથી અવક્તવ્ય સંખ્યાત ગુણા છે.
ષટ્ક સમર્જિત આદિ તેના પાંચ વિકલ્પ થાય છે.(૧) પર્ક- છના સમૂહને ષટ્ક કહે છે. (૨) નોષટ્ક– છથી ન્યૂન સંખ્યા અર્થાત્ એકથી પાંચની સંખ્યાને નોષટ્ક કહે છે. (૩) ષટ્ક નોષટ્ક— જે