________________
શતક–૨૦: ઉદ્દેશક-૮
૫૭૯
चउभागो चउभागो तिण्णि य चउभाग पलियमेगंच ।
तिण्णेव यचउभागा, चउत्थभागो यचउभागो॥ અર્થ:-શ્રી સુવિધિનાથ અને શ્રી શીતલનાથની વચ્ચે પા પલ્યોપમ સુધી, શ્રી શીતલનાથ અને શ્રેયાંસનાથની વચ્ચે પા પલ્યોપમ સુધી, શ્રી શ્રેયાંસનાથ અને શ્રી વાસુપૂજ્ય વચ્ચે પોણા પલ્યોપમ સુધી, શ્રી વાસુપૂજ્ય અને શ્રી વિમલનાથની વચ્ચે એક પલ્યોપમ સુધી, શ્રી વિમલનાથ અને શ્રી અનંતનાથની વચ્ચે પોણા પલ્યોપમ સુધી, શ્રી અનંતનાથ અને શ્રી ધર્મનાથની વચ્ચે પા પલ્યોપમ સુધી, શ્રી ધર્મનાથ અને શ્રી શાંતિનાથની વચ્ચે પા પલ્યોપમ સુધી કાલિક શ્રુતનો વિચ્છેદ થયો હતો. દષ્ટિવાદનો વિચ્છેદ - પરિપૂર્ણ દ્વાદશાંગીનું જ્ઞાન તીર્થકરના શિષ્ય અને તેના શિષ્યરૂપ બે પાટ સુધી અખંડિત ચાલે છે. ત્યાર પછી બારમું દષ્ટિવાદ અંગ અખંડ રહેતું નથી તેનો કંઈક અંશ વિચ્છેદ પામે છે. કાલિક ઋતઃ-જે આગમનો સ્વાધ્યાય દિવસ અને રાત્રિના પ્રથમ અને ચતુર્થ પ્રહરમાં થાય તે કાલિક શ્રત છે. ઉત્કાલિક શ્રતઃ- જે આગમનો સ્વાધ્યાય અસ્વાધ્યાયકાલને છોડીને ગમે ત્યારે કરી શકાય તે ઉત્કાલિક શ્રત છે. ભરત ક્ષેત્રમાં પૂર્વગત શ્રુત:| ९ जंबुद्दीवेणं भंते ! दीवे भारहे वासे इमीसे ओसप्पिणीए देवाणुप्पियाणं केवइयं कालंपुव्वगए अणुसज्जिस्सइ? ।
गोयमा ! जंबुद्दीवेणंदीवे भारहे वासे इमीसे ओसप्पिणीए ममं एगंवाससहस्सं पुव्वगए अणुसज्जिस्सइ। ભાવાર્થ:- પ્રશ્ન- હે ભગવન! આ જંબુદ્વીપના ભરતક્ષેત્રમાં આ અવસર્પિણી કાલમાં આપ દેવાનુપ્રિયનું પૂર્વગત શ્રત કેટલા કાલ સુધી રહેશે?
ઉત્તર- હે ગૌતમ! આ જંબૂદ્વીપના ભરતક્ષેત્રમાં આ અવસર્પિણી કાલમાં મારું પૂર્વગત શ્રુત એક હજાર વર્ષ સુધી રહેશે.
१० जहाणं भंते ! जंबुद्दीवे दीवे भारहे वासे इमीसे ओसप्पिणीए देवाणुप्पियाणं एगं वाससहस्सं पुव्वगए अणुसज्जिस्सइ, तहाणं भंते ! जंबुद्दीवे दीवे भारहे वासे इमीसे ओसप्पिणीए अवसेसाणं तित्थगराणं केवइयंकालं पुव्वगए अणुसज्जित्था?
गोयमा ! अत्थेगइयाणं संखेज्जकालं, अत्थेगइयाणं असंखेज्जकालं। ભાવાર્થ:- પ્રશ્ન- હે ભગવન્! જે રીતે આ જંબુદ્વીપના ભરતક્ષેત્રમાં આ અવસર્પિણી કાલમાં આપ દેવાનુપ્રિયનું પર્વગત શ્રત એક હજાર વર્ષ સુધી રહેશે, તે જ રીતે પહેલાં થયેલા ૨૩ તીર્થકરોનું પૂર્વગત શ્રત કેટલો કાલ સુધી રહ્યું હતું?
ઉત્તર- હે ગૌતમ ! કેટલાક તીર્થકરોનું પૂર્વગત શ્રુત સંખ્યાત કાલ સુધી રહ્યું હતું અને કેટલાક તીર્થકરોનું પૂર્વગત શ્રુત અસંખ્યાત કાલ સુધી રહ્યું છે.