________________
પપર |
શ્રી ભગવતી સૂત્ર-૪
(૨૦) કદાચિત્ અનેક દેશ કાળા, એક દેશ નીલો, અનેક દેશ લાલ, એક દેશ પીળો, એક દેશ શ્વેત (૨૧) કદાચિત્ અનેક દેશ કાળા, એક દેશ નીલો, અનેક દેશ લાલ, એક દેશ પીળો, અનેક દેશ શ્વેત (રર) કદાચિત્ અનેક દેશ કાળા, એક દેશ નીલો, અનેક દેશ લાલ, અનેક દેશ પીળા, એક દેશ શ્વેત. આ સાત ભંગ(અનેક દેશ લાલથી ત્રણ અને એક દેશ નીલાથી સાત) થયા.
(૨૩) કદાચિત્ અનેક દેશ કાળા, અનેક દેશ નીલા, એક દેશ લાલ, એક દેશ પીળો, એક દેશ શ્વેત (૨૪) કદાચિત્ અનેક દેશ કાળા, અનેક દેશ નીલા, એક દેશ લાલ, એક દેશ પીળો, અનેક દેશ શ્વેત (૨૫) કદાચિત્ અનેક દેશ કાળા, અનેક દેશ નીલા, એક દેશ લાલ, અનેક દેશ પીળા, એક દેશ શ્વેત (ર૬) કદાચિત્ અનેક દેશ કાળા, અનેક દેશ નીલા, અનેક દેશ લાલ, એક દેશ પીળો, એક દેશ શ્વેત. આ અગિયાર ભંગ(અનેક દેશ કાળાના અને એક-અનેક દેશ નીલાથી) થયા.
આ રીતે પંચ સંયોગી ૨૬ભંગ થાય છે. આ રીતે વર્ણના અસંયોગી-૫ ભંગ, દ્વિ સંયોગી-૪૦ ભંગ, ત્રિ સંયોગી-૮૦ ભંગ, ચારસંયોગી-૮૦ ભંગ અને પંચ સંયોગી-૨૬ ભંગ થાય કુલ ૫ + ૪૦ + ૮૦ + ૮૦ + ૨ = ૨૩૧ ભંગ વર્ણ સંબંધી થાય છે. ગંધના સપ્ત પ્રદેશીસ્કંધની સમાન ૬ ભંગ છે. રસના વર્ણની સમાન ૨૩૧ ભંગ થાય છે. સ્પર્શના ચારપ્રદેશી સ્કંધની સમાન ૩૬ ભંગ થાય છે. કુલ મળીને ૨૩૧ + + ૨૩૧ + ૩૬ = ૫૦૪ ભંગ આઠ પ્રદેશી સ્કંધના થાય છે. નવ પ્રદેશી સ્કંધમાં વર્ણાદિ - २१ णवपएसिए णं भंते । खंधे कइवण्णे जावकइफासे पण्णत्ते?
गोयमा !जहा अट्ठारसमसए जावसिय चउफासे पण्णत्ते । एगवण्ण-दुवण्णतिवण्ण-चउवण्णा जहेव अट्ठपएसियस्स। जइपंचवण्णे सियकालए यणीलए यलोहियए यहालिद्दए यसुक्किलए, सियकालए यणीलए यलोहियए य हालिद्दए य सुक्किलगा य, एवं परिवाडीए एक्कतीसंभगा भाणियव्वा जावसिय कालगायणीलगायलोहियगा यहालिद्दगाय सुक्किलएय। एए एकत्तीस भगा। एवं एक्कगदुयगतियगचउक्कग पंचगसंजोएहिं दो छत्तीसाभंगसया भवति । गंधा जहा अट्ठपएसियस्स । रसा जहा एयस्स
चेव वण्णा । फासा जहा चउप्पएसियस्स। ભાવાર્થ:- પ્રશ્ન- હે ભગવન્! નવ પ્રદેશ સ્કંધમાં કેટલા વર્ણ, ગંધ, રસ, સ્પર્શ હોય છે?
ઉત્તર- હે ગૌતમ ! અઢારમા શતકની સમાન યાવત કદાચિત્ ચાર સ્પર્શ હોય છે. તેના એક વર્ણ, બે વર્ણ, ત્રણ વર્ણ અને ચાર વર્ણના ભંગ અષ્ટ પ્રદેશી સ્કંધની સમાન કહેવા જોઈએ. જ્યારે તેમાં પાંચ વર્ણ હોય છે, ત્યારે (૧) કદાચિતુ એક દેશ કાળો, નીલો, લાલ, પીળો અને શ્વેત હોય છે. (૨) કદાચિતુ એક દેશ કાળો, નીલો, લાલ, પીળો અને અનેક દેશ શ્વેત હોય છે. આ રીતે ક્રમપૂર્વક ૩૧ ભંગ કહેવા જોઈએ થાવત (૩૧) કદાચિત્ અનેક દેશ કાળા, અનેક દેશ નીલા, અનેક દેશ લાલ, અનેક દેશ પીળા અને એક દેશ શ્વેત હોય છે. આ રીતે ૩૧ ભંગ જાણવા જોઈએ. આ રીતે વર્ણની અપેક્ષાએ અસંયોગી-૫ ભંગ, દ્વિસંયોગી-૪૦ ભંગ, ત્રિસંયોગી-૮૦ ભંગ, ચારસંયોગી-૮૦ ભંગ અને પાંચ સંયોગી-૩૧ ભંગ થાય છે. તે સર્વ મળીને વર્ણ સંબંધી ૨૩૬ ભંગ થાય છે. ગંધ વિષયક-૬ ભંગ આઠપ્રદેશી ઢંધની સમાન છે. રસ