________________
- ૫૫૦
શ્રી ભગવતી સત્ર-૪
ભંગ(અનેક દેશ લાલથી ત્રણ અને એક દેશ નીલાથી સાત) થયા. (૮) કદાચિત્ એક દેશ કાળો, અનેક દેશ નીલા, એક દેશ લાલ, એક દેશ પીળો, એક દેશ શ્વેત હોય છે. (૯) કદાચિતુ એક દેશ કાળો, અનેક દેશ નીલા, એક દેશ લાલ, એક દેશ પીળો, અનેક દેશ શ્વેત હોય છે. (૧૦) કદાચિત્ એક દેશ કાળો, અનેક દેશ નીલા, એક દેશ લાલ, અનેક દેશ પીળા, એક દેશ શ્વેત હોય છે. (૧૧) કદાચિત્ એક દેશ કાળો, અનેક દેશ નીલા, અનેક દેશ લાલ, એક દેશ પીળો, એક દેશ શ્વેત હોય છે. આ રીતે આ સર્વ અગિયાર ભંગ(એક દેશ કાળાથી) થયા. (૧૨) કદાચિત્ અનેક દેશ કાળા, એક દેશ નીલો, એક દેશ લાલ, એક દેશ પીળો, એક દેશ શ્વેત હોય છે. (૧૩) કદાચિત્ અનેક દેશ કાળા, એક દેશ નીલો, એક દેશ લાલ, એક દેશ પીળો, અનેક દેશ શ્વેત હોય છે. (૧૪) કદાચિત્ અનેક દેશ કાળા, એક દેશ નીલો, એક દેશ લાલ, અનેક દેશ પીળા, એક દેશ શ્વેત હોય છે. (૧૫) કદાચિત્ અનેક દેશ કાળા, એક દેશ નીલો, અનેક દેશ લાલ, એક દેશ પીળો, એક દેશ શ્વેત હોય છે. (૧૬) કદાચિત્ અનેક દેશ કાળા, અનેક દેશ નીલા, એક દેશ લાલ, એક દેશ પીળો, એક દેશ શ્વેત હોય છે. આ સર્વ પાંચ સંયોગી સોળ ભંગ(એક દેશ કાળો અને અનેક દેશ કાળાના મળીને) થાય છે. | સર્વ મળીને અસંયોગીના-૫, દ્વિસંયોગીના-૪૦, ત્રિસંયોગીના-૮૦, ચારસંયોગીના-૭પ અને પાંચ સંયોગીના-૧૬ ભંગ થાય છે. આ સર્વ મળીને વર્ણના કુલ ૫+૪૦+૮૦+૭૫+૧=૨૧૬ ભંગ થાય છે. ગંધના ૬ ભંગ ચતુષ્પદેશી સ્કંધની સમાન થાય છે. રસના ૨૧૬ ભંગ વર્ણની સમાન છે. સ્પર્શના ૩૬ ભંગ ચારપ્રદેશી સ્કંધની સમાન કહેવા જોઈએ. (આ રીતે કુલ મળીને ૨૧ +૨૧૬+૩૬ = ૪૭૪ ભંગ સાત પ્રદેશી સ્કંધ ના થાય છે.) અષ્ટ પ્રદેશી સ્કંધમાં વર્ણાદિ - १९ अट्ठपएसिए णं भंते !खंधे कइ वण्णे जाव कइफासे पण्णते?
गोयमा !जहा अठारसमसए जावसियचउफासेपण्णत्ते। एगवण्ण दुवण्ण तिवण्णा जहेव सत्तपएसिए।
जइ चउवण्णे-सिय कालए य णीलए य लोहियए य हालिद्दए य, सिय कालए णीलए यलोहियएयहालिगाय, एवं जहेव सत्तपएसिएतहेव पण्णरस भगा जावसिय कालगायणीलगा यलोहियगा य हालिगेय सोलसमंइम-सिय कालगायणीलगा य लोहियगा य हालिद्दगा य । एए सोलस भगा, एवमेए पंच चउक्कसंजोगा,णेयव्वा एक्केक्के संजोए सोलससोलस भगा,सव्वमेए असीइ भगा। ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! આઠ પ્રદેશ સ્કંધમાં કેટલા વર્ણ, ગંધ, રસ, સ્પર્શ હોય છે?
ઉત્તર- હે ગૌતમ! અઢારમા શતકની સમાન જાણવું જોઈએ યાવત કદાચિત્ ચાર સ્પર્શ હોય છે. એક વર્ણ, બે વર્ણ, અને ત્રણ વર્ણ સંબંધી ભંગ, સપ્તપ્રદેશી સ્કંધની સમાન કહેવા જોઈએ. જો તે ચાર વર્ણ હોય તો- (૧) કદાચિત્ એક દેશ કાળો, એક દેશ નીલો, એક દેશ લાલ, એક દેશ પીળો હોય છે. (૨) કદાચિત્ એક દેશ કાળો, એક દેશ નીલો, એક દેશ લાલ, અનેક દેશ પીળા હોય છે. આ રીતે સપ્તપ્રદેશી સ્કંધની સમાન પંદર ભંગ યાવત (૧૫) કદાચિત્ અનેક દેશ કાળા, અનેક દેશ નીલા, અનેક દેશ લાલ