________________
શ્રી ભગવતી સૂત્ર–૪
य, सिय कालगा य णीलए य लोहियए य हालिद्दए य सुक्किल्लए य; एवं एए छब्भंगा भाणियव्वा। एवमेए सव्वेवि एक्कग-दुयग-तियग- चउक्कग-पंचगसंजोगेसु छासीयं भंगसयं भवइ । गंधा जहा पंचपएसियस्स । रसा जहा एयस्सेव वण्णा । फासा जहा चउप्पए I सियस्स ।
૫૪૮
ભાવાર્થ:- જો ષટ્ પ્રદેશી સ્કંધમાં પાંચ વર્ણ હોય, તો (૧) એક દેશ કાળો, એક દેશ નીલો, એક દેશ લાલ, એક દેશ પીળો, એક દેશ શ્વેત હોય છે. (૨) એક દેશ કાળો, એક દેશ નીલો, એક દેશ લાલ, એક દેશ પીળો, અનેક દેશ શ્વેત હોય છે. (૩) એક દેશ કાળો, એક દેશ નીલો, એક દેશ લાલ, અનેક દેશ પીળા, એક દેશ શ્વેત હોય છે. (૪) એક દેશ કાળો, એક દેશ નીલો, અનેક દેશ લાલ, એક દેશ પીળો, એક દેશ શ્વેત હોય છે. (૫) એક દેશ કાળો, અનેક દેશ નીલા, એક દેશ લાલ, એક દેશ પીળો, એક દેશ શ્વેત હોય છે. (૬) અનેક દેશ કાળા, એક દેશ નીલો, એક દેશ લાલ, એક દેશ પીળો, એક દેશ શ્વેત હોય છે. આ રીતે છ ભંગનું કથન કરવું જોઈએ.
આ રીતે અસંયોગી-૫, દ્વિસંયોગી-૪૦, ત્રિસંયોગી-૮૦, ચતુઃસંયોગીના-૫૫, અને પંચસંયોગીના ૬ ભંગ, આ સર્વ મળીને વર્ણ સંબંધી ૫+૪૦+૮૦+ ૫૫+૬ = ૧૮૬ ભંગ થાય છે. ગંધ સંબંધી છ ભંગ પંચ પ્રદેશી સ્કંધની સમાન સમજવા જોઈએ. રસ સંબંધી ૧૮૬ ભંગ વર્ણની સમાન કહેવા જોઈએ. સ્પર્શ સંબંધી ૩૬ ભંગ ચતુષ્પદેશી સ્કંધની સમાન જાણવા જોઈએ. કુલ મળીને ૧૮૬ + ૬ + ૧૮૬ – ૩૬ = ૪૧૪ ભંગ છ પ્રદેશીના થાય છે.
સપ્તપ્રદેશી સ્કંધમાં વર્ણાદિ :
१७ सत्तपसि णं भंते! खंधे कइवण्णे जाव कइ फासे पण्णत्ते ?
गोयमा ! जहा अट्ठारसम सए जावसिय चडफासे पण्णत्ते । एगवण्णदुवण्णतिवण्णा जहा छप्पएसियस्स । जइ चडवण्णे - सिय कालए य णीलए य लोहियए य हालिद्दए य, सिय कालए य णीलए य लोहियए य हालिद्दगा य, सिय कालए य णीलए य लोहिया य हालिए य, सिय कालए य णीलए य लोहियगा य हालिद्दगा य; चउभंगो । एवं एएणं कमेणं एगं चउक्कयसंजोगेणं पण्णरस भंगा भाणियव्वा जावसिय कालगा य णीलगाय लोहियगा हालिद्दए य । एवमेए पंचचउक्कसंजोगा णेयव्वा । एक्केक्के संजोए पण्णरसपण्णरस भंगा। सव्वमेए पंचसत्तरि भंगा भवइ ।
ભાવાર્થ:- પ્રશ્ન- હે ભગવન્ ! સપ્તપ્રદેશી કંધમાં કેટલા વર્ણ, ગંધ, રસ, સ્પર્શ હોય છે ?
ઉત્તર– હે ગૌતમ ! અઢારમા શતકની સમાન યાવત્ ‘કદાચિત્ ચાર સ્પર્શ હોય છે.’ ત્યાં સુધી કથન કરવું જોઈએ. જ્યારે તેમાં એક, બે અને ત્રણ વર્ણ હોય છે ત્યારે તે એક વર્ણ, બે વર્ણ અને ત્રણ વર્ણના ભંગ છ પ્રદેશી સ્કંધની સમાન જાણવા જોઈએ. જ્યારે તેમાં ચાર વર્ણ હોય ત્યારે– (૧) કદાચિત્ એક દેશ કાળો, એક દેશ નીલો, એક દેશ લાલ અને એક દેશ પીળો હોય છે. (૨) કદાચિત્ એક દેશ કાળો, એક દેશ નીલો, એક દેશ લાલ અને અનેક દેશ પીળા હોય છે. (૩) કદાચિત એક દેશ કાળો, એક દેશ નીલો, અનેક દેશ લાલ, એક દેશ પીળો હોય છે. (૪) કદાચિત્ એક દેશ કાળો, એક દેશ નીલો, અનેક દેશ લાલ, અનેક