________________
શ્રી ભગવતી સૂત્ર–૪
वि पंच भंगा । एवं कालगणीलग हालिद्द-सुक्किलेसु वि पंच भंगा ! कालगलोहिय हालिद्द सुक्किलएसु वि पंच भंगा । णीलगलोहियहालिद्दसुक्किलेसु वि पंच भंगा। ए वमेते चक्कग संजोगएणं पणुवीसं भंगा।
૫૪
ભાવાર્થ:- · જો પંચ પ્રદેશી સ્કંધમાં ચાર વર્ણ હોય તો– (૧) એક દેશ કાળો, એક દેશ નીલો, એક દેશ લાલ, એક દેશ પીળો હોય છે. (૨) એક દેશ કાળો, એક દેશ નીલો, એક દેશ લાલ, અનેક દેશ પીળા હોય છે. (૩) એક દેશ કાળો, એક દેશ નીલો, અનેક દેશ લાલ, એક દેશ પીળો હોય છે. (૪) એક દેશ કાળો, અનેક દેશ નીલા, અનેક દેશ લાલ, અનેક દેશ પીળા હોય છે. (૫) અનેક દેશ કાળા, એક દેશ નીલો, એક દેશ લાલ અને એક દેશ પીળો હોય છે. આ રીતે ચતુઃસંયોગી પાંચ ભંગ થાય છે.
આ જ રીતે(૬ થી ૧૦) કદાચિત્ એક દેશ કાળો, એક દેશ નીલો, એક દેશ લાલ અને એક દેશ શ્વેતના પણ પાંચ ભંગ હોય છે.(૧૧ થી ૧૫) એક દેશ કાળો, નીલો, પીળો અને શ્વેતના પાંચ ભંગ થાય છે.(૧૬ થી ૨૦) એક દેશ કાળો, લાલ, પીળો અને શ્વેતના પણ પાંચ ભંગ થાય છે(૨૧ થી ૨૫) નીલો, લાલ, પીળો અને શ્વેતના પણ પાંચ ભંગ થાય છે. આ રીતે ચતુઃસંયોગીના કુલ પચ્ચીસ ભંગ થાય છે.
१३ जइ पंचवण्णे - कालए य णीलए य लोहियए य हालिद्दए य सुक्किलए य । सव्वमेए एक्कग-दुयग-तियग- चउक्क-पंचगसंजोएणं ईयालं भंगसयं भवइ । गंधा जहा चउप्पएसियस्स । रसा जहा वण्णा । फासा जहा चउप्पएसियस्स ।
ભાવાર્થ:- જો ચતુષ્પદેશી સ્કંધમાં પાંચ વર્ણ હોય, તો કાળો, નીલો, લાલ, પીળો અને શ્વેત હોય છે. આ રીતે અસંયોગી-પ ભંગ, દ્વિસંયોગી-૪૦ ભંગ, ત્રણ સંયોગી-૭૦ ભંગ, ચારસંયોગી-૨૫ અને પાંચસંયોગી એક, આ રીતે સર્વ મળીને વર્ણના ૧૪૧ ભંગ થાય છે. ગંધના ચારપ્રદેશી સ્કંધની સમાન છ ભંગ, રસના વર્ણની સમાન ૧૪૧ ભંગ થાય છે. સ્પર્શના-૩૬ ભંગ, ચારપ્રદેશી સ્કંધની સમાન થાય છે. કુલ મળીને ૧૪૧ + $ + ૧૪૧ + ૩૬ = ૩૨૪ ભંગ થાય છે.
ષટ્ પ્રદેશી સ્કંધમાં વર્ણાદિ :
१४ छप्पएसिए णं भंते ! खंधे कइवण्णे जाव कइफासे पण्णत्ते ?
गोयमा ! जहा अढारसम सए जावसिय चडफासे पण्णत्ते । एगवण्ण, दुवण्णा जहा पंचपएसियस्स । जइ तिवण्णे- सिय कालए य णीलए य लोहियए य, एवं जहेव पंचपएसियस्स सत्त भंगा तहेव जाव सिय कालगा य णीलगा य लोहियए य; सिय कालगा य णीलगाय लोहियगा, एए अट्ठ भंगा। एवमेव दस तियासंजोगेसु एक्केक्कए अभंगा एवं सव्वे वि तियगसंजोगे असीइ भंगा ।
ભાવાર્થ:- પ્રશ્ન- હે ભગવન્ ! છ પ્રદેશી સ્કંધમાં કેટલા વર્ણ, ગંધ, રસ, સ્પર્શ હોય છે ?
ઉત્તર હે ગૌતમ ! અઢારમાં શતકની સમાન યાવત્ કદાચિત્ ચાર સ્પર્શ હોય છે, ત્યાં સુધી કથન કરવું જોઈએ. જો તેમાં એક વર્ણ કે બે વર્ણ હોય, તો પંચ પ્રદેશી સ્કંધની સમાન એક વર્ણના-૫ અને બે વર્ણના-૪૦ ભંગ થાય છે. જ્યારે તેમાં ત્રણ વર્ણ હોય ત્યારે કદાચિત્ કાળો, નીલો અને લાલ હોય છે. જે