________________
[ પ૩૬ ]
શ્રી ભગવતી સૂત્ર-૪
य सुक्किलए य, सिय हालिद्दए य सुक्किलए य । एवं एए दुयासंजोगे दस भंगा।
जइ एगगंधे- सिय सुब्भिगंधे, सिय दुब्भिगंधे य. जइदुगंधे-सुब्भिगंधे य दुब्भिगंधे य । रसेसु जहा वण्णेसु ।
जइ दुफासे सियसीए यणिद्धेय, एवंजहेव परमाणुपोग्गलेतहेव चत्तारि भगा।
जइ तिफासे-सव्वे सीए, देसे णिद्धे, देसे लुक्खे; सव्वे उसिणे, देसे णिद्धे, देसे लुक्खे सव्वे णिद्धे, देसे सीए, देसे उसिणे; सव्वे लुक्खे, देसे सीए, देसे उसिणे।।
___ जइ चउफासे- देसे सीए, देसे उसिणे, देसे णिद्धे, देसे लुक्खे, एवं एए णव भंगा પાસે, ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! ક્રિપ્રદેશ સ્કંધમાં કેટલા વર્ણાદિ હોય છે?
ઉત્તર- હે ગૌતમ! શતક-૧૮/૬ અનુસાર જાણવું જોઈએ યાવતુ કદાચિત્ ચાર સ્પર્શ હોય છે. ત્યાં સુધી કથન કરવું જોઈએ. જો તેમાં એક વર્ણ હોય, તો(૧–૫) કદાચિત્ કાળો ચાવતુ શ્વેત હોય છે. (અસંયોગી પાંચ ભંગ છે).
- જો તેમાં બે વર્ણ હોય તો (૬) કાળો અને નીલો (૭) કાળો અને લાલ (૮) કાળો અને પીળો (૯) કાળો અને શ્વેત (૧૦) નીલો અને લાલ (૧૧) નીલો અને પીળો (૧૨) નીલો અને શ્વેત (૧૩) લાલ અને પીળો (૧૪) લાલ અને શ્વેત (૧૫) પીળો અને શ્વેત (આ ક્રિકસંયોગી દશ ભંગ છે.)
જો એક ગંધ હોય તો (૧૬) સુરભિગંધ અથવા (૧૭) દુરભિગંધ હોય છે. જો બે ગંધ હોય તો (૧૮) સુરભિગંધ અને દુરભિગંધ હોય છે. (૧૯ થી ૩૩) જે રીતે વર્ણના પંદર ભંગ કહ્યા, તે રીતે રસ સંબંધી અસંયોગી પાંચ અને દ્વિકસંયોગી દશ એમ કુલ પંદર ભંગ કહેવા જોઈએ.
જો બે સ્પર્શ હોય તો (૩૪-૩૭) શીત અને સ્નિગ્ધ ઇત્યાદિ ચાર ભંગ, પરમાણુ પુગલની સમાન જાણવા જોઈએ. જો ત્રણ સ્પર્શ હોય, તો (૩૮) સર્વાશે શીત હોય અને તેનો એક દેશ સ્નિગ્ધ અને એક દેશ રૂક્ષ હોય છે (૩૯) સર્વાશે ઉષ્ણ હોય અને તેનો એક દેશ સ્નિગ્ધ અને એક દેશ રૂક્ષ હોય છે (૪૦) સર્વાશે સ્નિગ્ધ હોય અને તેનો એક દેશ શીત અને એક દેશ ઉષ્ણ હોય છે (૪૧) સર્વાશે રૂક્ષ હોય અને તેનો એક દેશ શીત અને એક દેશ ઉષ્ણ હોય છે.
જો ચાર સ્પર્શ હોય તો (૪૨) તેનો એક દેશ શીત, એક દેશ ઉષ્ણ, એક દેશ સ્નિગ્ધ અને એક દેશ રૂક્ષ હોય છે. આ રીતે સ્પર્શના નવ ભંગ થાય છે. વિવેચન : - દ્વિદેશી ઔધ - દ્ધિપ્રદેશી સ્કંધમાં જ્યારે બંને પ્રદેશ સમાન વર્ણવાળા હોય ત્યારે અસંયોગી પાંચ ભંગ થાય છે, જ્યારે બંને પ્રદેશ ભિન્ન વર્ણવાળા હોય ત્યારે દ્વિક સંયોગી દશ ભંગ થાય છે. ગંધમાં જ્યારે બંને પ્રદેશ સમાન ગંધવાળા હોય, ત્યારે અસંયોગી બે ભંગ (૧.બંને સુગંધ ૨. બંને દુર્ગધ) અને બંને પ્રદેશ ભિન્ન ગંધવાળા હોય, ત્યારે ક્રિકસંયોગી એક ભંગ(એક સુગંધ અને એક દુર્ગધ) થાય છે. રસમાં જ્યારે બંને પ્રદેશ સમાન રસવાળા હોય ત્યારે અસંયોગી પાંચ ભંગ અને બંને પ્રદેશ ભિન્ન રસવાળા હોય ત્યારે બ્રિકસંયોગી દશ ભંગ થાય છે. સ્પર્શના ક્રિકસંયોગી ચાર ભંગ, ત્રિક સંયોગી ચાર ભંગ તથા ચતુઃસંયોગી એક ભંગ થાય છે.