________________
શ્રી ભગવતી સૂત્રની વાચના કરાવી અને તે જ આગમ અનુવાદનું સદ્ભાગ્ય મને પ્રાપ્ત થયું. પારદષ્ટા એવા આપે ભાવિના ભાવને જાણીને જ કદાચ આ પ્રકારનું આયોજન કર્યું હોય તેમ વર્તમાને પ્રતીત થાય છે. આ વિશાળકાય ગ્રંથનું આલેખન તે મારી બુદ્ધિ અને શક્તિની બહારની વાત છે, તેમ છતાં તે કાર્ય સહજ, સરળ, સરસ રીતે નિર્વિને પૂર્ણ થયું છે, તે આપની જ કૃપાનું અનન્ય પરિણામ છે.
જેઓએ પોતાના ગહન ચિંતન-મનન પૂર્વક “શ્રી ભગવતી સૂત્રના ગૂઢાત્મક ભાવોની ઝાંખી' દ્વારા કેટલાય રહસ્યોને ઉદ્ઘાટિત કર્યા છે તેવા ગચ્છશિરોમણિ પૂજ્યપાદ શ્રી જયંતમુનિ મ.સા.ની જ્ઞાન ગરિમા અને ગુણગ્રાહી દષ્ટિ તે જ અમારું ગૌરવ છે.
આ પવિત્ર પળે વાણીભૂષણ પૂ.ગિરીશ મુનિ મ.સા.ના પાવન ચરણોમાં ભાવવંદન કરું છું.
આ આયોજનના પાયાના પથ્થર સમ, આગમ ભેખધારી પૂ. ત્રિલોકમુનિ મ.સા. જેઓ આગમ સંપાદન કાર્યની પૂર્ણતા માટે તપારાધના સહિત અપ્રમત્તભાવે, અખંડપણે કાર્ય કરી રહ્યા છે. તેમની આગમચ અને કાર્ય કરવાનો ઉત્સાહ અમારા ઉત્સાહને વધારે છે. તેમણે પોતાની તીક્ષ્ણ પ્રજ્ઞાથી આ આગમનું સંશોધન કર્યું છે. યુવાસંત પૂ. નમ્રમુનિ મ.સા. તેમાં આવશ્યક સૂચનો કર્યા છે.
મારા અનંત ઉપકારી ગુણીદેવા પૂજ્યવરા પૂ. મુકતાબાઈ મ. એ અપાર વાત્સલ્ય વહાવી મારા કાર્યને વધાવ્યું છે.
જેને જિનવાણી પ્રતિ અતૂટ શ્રદ્ધા અને ગુસ્વર્યો પ્રતિ અનન્ય ભક્તિભાવ છે, જેના તનમાં, મનમાં અને રોમેરોમમાં અનંત ઉપકારી પૂજ્ય શ્રી પ્રાણલાલજી મ.સા.ના નામથી પ્રારંભાયેલ કાર્ય શીઘ્રતયા પૂર્ણ કરવાની એક જ લગન છે, કાર્યની પૂર્ણતા માટે કેટલાય કઠિનતમ નિયમો સહ જેઓ શ્રુત સેવામાં સમર્પિત થઈ ગયા છે, તેટલું જ નહીં તેઓશ્રીનો અમારા પર પડતો કૃપા પૂર્ણ દષ્ટિપાત અમારી ઉર્જાને પણ જાગૃત કરે છે, શક્તિને પુષ્ટ બનાવે છે અને કાર્ય કરવા માટે પ્રેરક બને છે, તેવા મુખ્ય સંપાદિકા મમ જીવન નૈયાના સુકાની, ગુણીમૈયા પૂ. લીલમબાઈ મ.એ મારા લેખનનું શુદ્ધિકરણ કર્યુ છે.
આ મહાકાર્યના ઉદ્ભવિકા અમારા વડીલ ગુરુભગિની પૂ.ઉષાબાઈમ, તેમજ મમ સંયમી જીવનના સહયોગિની ગુરુભગિની પૂ. વીરમતિબાઈ મ. આદિ સર્વ ઉપકારીઓ પ્રતિ હું કૃતજ્ઞતાનો ભાવ પ્રગટ કરું છું. મમ સહચારિણી સાધ્વી સુબોધિકાએ પોતાની આગવી સૂઝ-બૂઝથી સહ સંપાદનની ફરજ અદા કરી છે. અમ ગુરુકુલવાસી પૂ. બિંદુબાઈ મ. આદિ સર્વ સતીજીઓ મારી સફળતાના સહયોગી છે.
54