________________
૫૦૮ ]
શ્રી ભગવતી સૂત્ર-૪
ભાવાર્થ:- પ્રશ્ન- હે ભગવન્! અજ્ઞાન નિવૃત્તિના કેટલા પ્રકાર છે?
ઉત્તર- હે ગૌતમ ! અજ્ઞાન નિવૃત્તિના ત્રણ પ્રકાર છે, યથામતિ અજ્ઞાન નિવૃત્તિ, શ્રુત અજ્ઞાન નિવૃત્તિ અને વિર્ભાગજ્ઞાન નિવૃત્તિ. આ રીતે વૈમાનિક સુધી જેને જેટલા અજ્ઞાન હોય, તે પ્રમાણે કથન કરવું જોઈએ. યોગ-નિવૃત્તિ :२३ कइविहाणं भंते !जोगणिव्वत्ती पण्णत्ता?
गोयमा !तिविहा जोगणिव्वत्ती पण्णत्ता,तंजहा- मणजोगणिव्वत्ती, वयजोग णिव्वत्ती, कायजोगणिव्वत्ती। एवं जाववेमाणियाणं, जस्स जइविहो जोगो। ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! યોગ નિવૃત્તિના કેટલા પ્રકાર છે?
ઉત્તર- હે ગૌતમ! યોગ નિવૃત્તિના ત્રણ પ્રકાર છે. યથા– મનોયોગ નિવૃત્તિ, વચનયોગ નિવૃત્તિ અને કાયયોગ નિવૃત્તિ. આ રીતે વૈમાનિક સુધી જેને જેટલા યોગ હોય, તે પ્રમાણે કથન કરવું જોઈએ. ઉપયોગ-નિવૃત્તિ:२४ कइविहाणं भंते ! उवओगणिव्वत्ती पण्णता?
गोयमा ! दुविहा उवओगणिव्वत्ती पण्णत्ता,तं जहा-सागारोवओगाणिव्वत्ती, अणागारोवओगणिव्वत्ती। एवं जाववेमाणियाणं ॥ सेवं भंते ! सेवं भंते ! ॥ ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! ઉપયોગ નિવૃત્તિના કેટલા પ્રકાર છે?
ઉત્તર- હે ગૌતમ ! ઉપયોગ નિવૃત્તિના બે પ્રકાર છે. યથા- સાકારોપયોગ નિવૃત્તિ અને અનાકારોપયોગ નિવૃત્તિ. આ રીતે વૈમાનિકો સુધી જાણવું જોઈએ. // હે ભગવન્! આપ કહો છો તેમજ છે, આપ કહો છો તેમજ છે. // વિવેચન : -
પ્રસ્તુત ઉદ્દેશકમાં જીવ, કર્મ આદિ ૧૯ પ્રકારે નિવૃત્તિના ભેદ પ્રભેદનું કથન કરીને ૨૪ દંડકમાં પ્રાપ્ત થતી નિવૃત્તિનું કથન કર્યું છે. જે સર્વ ભાવાર્થ અને સારાંશથી સ્પષ્ટ છે. વ્યાખ્યામાં આ સર્વ પૃચ્છાઓને ૧૯ દ્વારરૂપે સંગ્રહણી ગાથામાં નિબદ્ધ કર્યા છે. યથા
जीवाणं णिव्वत्ती,कम्मप्पगडी सरीरणिव्वत्ती। सव्विंदियणिव्वत्ती,भासायमणे कसाया य॥ वण्णे गंधे रसे फासे, संठाणसण्णा य होइ बोद्धव्वो।
लेसा दिट्ठीणाणाणाणे, उवओगेचेव जोगेय ગાથાર્થ:- (૧) જીવ (૨) કર્મ પ્રકૃતિ (૩) શરીર (૪) સર્વેન્દ્રિય (૫) ભાષા (૬) મન (૭) કષાય (૮) વર્ણ (૯) ગંધ (૧૦) રસ (૧૧) સ્પર્શ (૧૨) સંસ્થાન (૧૩) સંજ્ઞા (૧૪) વેશ્યા (૧૫) દષ્ટિ (૧૬) જ્ઞાન (૧૭) અજ્ઞાન (૧૮) યોગ (૧૯) ઉપયોગ; આ સર્વની નિવૃત્તિનું કથન આ ઉદ્દેશકમાં કર્યું છે.