________________
શતક–૧૯: ઉદ્દેશક-૮.
| | ૫૦૩]
ઉત્તર- હે ગૌતમ! બે પ્રકાર છે. યથા- સૂક્ષ્મ પૃથ્વીકાયિક એકેન્દ્રિય જીવ નિવૃત્તિ અને બાદર પથ્વીકાયિક એકેન્દ્રિય જીવ નિવૃત્તિ; આ અભિલાષ(કથન પદ્ધતિ) દ્વારા શતક-૮/૯માં બૃહદ્ બંધાધિકારમાં કથિત તૈજસ શરીરના ભેદોની સમાન અહીં પણ જાણવું જોઈએ યાવત
પ્રશ્ન- હે ભગવન્!સર્વાર્થસિદ્ધ અનુત્તરોપપાતિક કલ્પાતીત વૈમાનિકદેવ પંચેન્દ્રિય જીવ નિવૃત્તિના કેટલા પ્રકાર છે?
ઉત્તર-હે ગૌતમ! બે પ્રકાર છે. યથા-પર્યાપ્ત સવાર્થસિદ્ધ અનુત્તરોપપાતિક કલ્પાતીત વૈમાનિક દેવ પંચેન્દ્રિય જીવનિર્વત્તિ અને અપર્યાપ્ત સર્વાર્થસિદ્ધ અનુત્તરોપપાતિક કલ્પાતીત વૈમાનિક દેવ પંચેન્દ્રિય જીવ નિવૃત્તિ. વિવેચનઃ
પ્રસ્તુત સૂત્રોમાં જીવ નિવૃત્તિના ભેદ-પ્રભેદનો ઉલ્લેખ કર્યો છે. નીપષ્યત્તિ-નિવૃત્તિ એટલે નિષ્પત્તિ, રચના, કોઈપણ વસ્તુની ઉત્પત્તિની પૂર્ણતા.
જીવ નિવૃત્તિ એટલે (૧) જીવોની એકેન્દ્રિયાદિ પર્યાયરૂપે નિષ્પત્તિ-ઉત્પત્તિ થવી (૨) એકેન્દ્રિયાદિ રૂપે પૂર્ણ રચના થવી, તેને એકેન્દ્રિય જીવનિવૃત્તિ કહેવાય. તેમાં એકેન્દ્રિય જાતિ નામ કર્મનો ઉદય હોય છે. આ રીતે જીવના ભેદ-પ્રભેદ અનુસાર નિવૃત્તિના ભેદ-પ્રભેદ થાય છે. તે જ રીતે આ પછીનાં સુત્રોમાં પણ કર્મ, શરીર વગેરેના જેટલા પ્રકાર હોય તેટલા પ્રકારની નિવૃત્તિ થાય છે. કર્મ નિવૃત્તિ - |४| कइविहाणं भंते ! कम्मणिव्वत्ती पण्णत्ता? गोयमा ! अट्ठविहा कम्मणिव्वत्ती पण्णत्ता,तंजहा- णाणावरणिज्ज कम्मणिव्वत्ती जावअंतराइयकम्मणिव्वत्ती। ભાવાર્થ - પ્રશ્ન–હે ભગવન્! કર્મ નિવૃત્તિના કેટલા પ્રકાર છે? ઉત્તર-હે ગૌતમ! કર્મ નિવૃત્તિના આઠ પ્રકાર છે, યથા– જ્ઞાનાવરણીય કર્મ નિવૃત્તિ યાવત્ અંતરાય કર્મ નિવૃત્તિ. ५ णेरइयाणं भंते !कइविहा कम्मणिव्वत्ती पण्णत्ता?
गोयमा !णेरइयाणं अट्ठविहा कम्मणिव्वत्ती पण्णत्ता,तंजहा- णाणावरणिज्जकम्मणिवत्ती जावअंतराइयकम्मणिव्वत्ती। एवं जाववेमाणियाणं । ભાવાર્થ - પ્રશ્ન–હે ભગવન્! નરયિક જીવોને કેટલા પ્રકારની કર્મ નિવૃત્તિ હોય છે?
ઉત્તર- હે ગૌતમ ! નૈરયિકોને આઠ પ્રકારની કર્મ-નિવૃત્તિ હોય છે. યથા– જ્ઞાનાવરણીય કર્મ નિવૃત્તિ યાવત્ અંતરાય કર્મ નિવૃત્તિ. આ રીતે વૈમાનિક પર્યત જાણવું. શરીર નિવૃત્તિ:|६ कइविहाणं भंते !सरीरणिव्वत्ती पण्णत्ता? गोयमा ! पंचविहा सरीरणिव्वत्ती पण्णत्ता,तंजहा-ओरालियसरीरणिव्वत्ती जावकम्मगसरीरणिव्वत्ती।