________________
શતક–૧૯ઃ ઉદ્દેશક-૮
૫૦૧
જે
શતક-૧૯ઃ ઉદ્દેશક-૮
જ સંક્ષિપ્ત સાર છે આ ઉદ્દેશકમાં ૧૯ પ્રકારે નિવૃત્તિનું કથન કર્યું છે. * નિષ્પત્તિ, ઉત્પત્તિ અથવા રચનાને નિવૃત્તિ કહે છે. વિવિધ દૃષ્ટિકોણથી તેના ૧૯ પ્રકાર છે. * (૧) જીવની એકેન્દ્રિય આદિ રૂપે નિષ્પત્તિ(ઉત્પત્તિ) થવી તે જીવનિવૃત્તિ છે. જીવના ભેદ અનુસાર તેના પણ ભેદ-પ્રભેદ થાય છે. * (૨) રાગ દ્વેષના નિમિત્તથી કાશ્મણ વર્ગણાની કર્મરૂપે નિષ્પત્તિ, પરિણતિ થવી તેને કર્મ નિર્વત્તિ કહે છે. આઠ કર્મની અપેક્ષાએ તેના આઠ ભેદ છે. ૨૪ દંડકના જીવોને આઠ કર્મ નિવૃત્તિ હોય છે. * (૩–૪) આહારના પુદ્ગલનું શરીરરૂપે પરિણત થવું, રચના થવી તેને શરીર નિવૃત્તિ કહે છે. તેના ઔદારિક, વૈક્રિય, આહારક, તૈજસ અને કાર્પણ શરીર, તે પાંચ ભેદ છે. સર્વ ઇન્દ્રિયોના આકારરૂપે શરીરની રચના થવી તેને સર્વેન્દ્રિય નિવૃત્તિ કહે છે, તેના પાંચ ભેદ છે. * (પ-૬) જીવ દ્વારા ભાષાવર્ગણાના પુલોનું ભાષારૂપે પરિણત થવું, ભાષાની ઉત્પત્તિ થવી તેને ભાષાનિવૃત્તિ કહે છે. તેના સત્ય, અસત્ય, મિશ્ર અને વ્યવહાર ભાષા તે ચાર ભેદ છે. જીવ દ્વારા મનોવર્ગણાના પુદ્ગલોનું મનરૂપે પરિણત થવું, મનરૂપે ઉત્પન્ન થવું, તે મનોનિવૃત્તિ છે. તેના પણ ચાર ભેદ છે. * (૭) આત્મપરિણામોનું ક્રોધાદિરૂપે પરિણત થવું, ક્રોધાદિનું ઉત્પન્ન થવું તેને કષાયનિવૃત્તિ કહે છે. તેના ક્રોધ, માન, માયા અને લોભ તે ચાર ભેદ છે. * (૮–૧૨) જીવ શરીરનું કૃષ્ણાદિ વર્ણરૂપે પરિણત થવું તેને વર્ણનિવૃત્તિ કહે છે. તે જ રીતે ગંધ, રસ અને સ્પર્શ નિવૃત્તિ થાય છે. તે ચારે યના પાંચ વર્ણ, બે ગંધ, પાંચ રસ અને આઠ સ્પર્શ તે ૨૦ ભેદ છે. જીવશરીરની સમચતુરસાદિ આકારરૂપે નિષ્પત્તિ-રચના થવી તેને સંસ્થાનનિવૃતિ કહે છે. તેના છ ભેદ છે.
અજીવના પણ પાંચ પ્રકારના સંસ્થાન હોય છે. પરંતુ અહીં જીવનિવૃત્તિ અને જીવના જ વિવિધ ભાવોની અપેક્ષાએ નિવૃત્તિનું કથન હોવાથી જીવ સંસ્થાન જ ગ્રહણ થાય છે. * (૧૩) આત્મ પરિણામોનું સંજ્ઞારૂપે પરિણત થવું તેને સંલ્લા નિવૃત્તિ કહે છે. તેના ૪ ભેદ છે. * (૧૪-૧૫) કષાય અને યોગના નિમિત્તથી આત્મપરિણામોનું તે તે ભાવે પરિણત થવું તેને વેશ્યા નિવૃત્તિ કહે છે. તેના છ ભેદ છે. આત્મ પરિણામોનું સમ્યગુ, મિથ્યા કે મિશ્રરૂપે પરિણત થવું તેને દષ્ટિ નિવૃત્તિ કહે છે. તેના ત્રણ ભેદ છે. + (૧૬–૧૭) આત્મપરિણામોનું વિશેષબોધરૂપ જ્ઞાનાકારે પરિણત થવું તે જ્ઞાનનિર્વત્તિ અને મિથ્યા જ્ઞાનાકારે પરિણત થવું તેને અજ્ઞાનનિવૃત્તિ કહે છે, જ્ઞાનના પાંચ અને અજ્ઞાનના ત્રણ ભેદ છે. * (૧૮) જીવની યોગરૂપ નિષ્પત્તિ-રચનાને યોગનિવૃત્તિ કહે છે. તેના ત્રણ ભેદ છે. * (૧૯) જ્ઞાન-દર્શન રૂપ ચૈતન્ય શક્તિના વ્યાપારને ઉપયોગ કહે છે. જીવની તે રૂપે નિષ્પત્તિ થવી તેને ઉપયોગનિવૃત્તિ કહે છે. તેના બે ભેદ છે. ૨૪ દંડકના જીવોમાં યથાયોગ્ય ૧૯ પ્રકારની નિવૃત્તિ પ્રાપ્ત થાય છે.