________________
શતક–૧૯: ઉદ્દેશક-૫
૪૯
શતક-૧૯ઃ ઉદ્દેશક-પી
જે સંક્ષિપ્ત સાર જે આ ઉદ્દેશકમાં જીવના ચરમ અને પરમ તે બે પ્રકાર કરીને તેની અપેક્ષાએ મહાકર્મ, અલ્પકર્માદિનું તેમજ બે પ્રકારની વેદનાનું નિરૂપણ છે. * જે જીવ પોતાના આયુષ્યની અલ્પતમ શેષ સ્થિતિ ભોગવી રહ્યા હોય તે જીવોને ચરમ અને જે જીવોને પોતાના આયુષ્યની દીર્ઘ સ્થિતિ ભોગવવાની હોય તે જીવોને પરમ કહે છે. તેમજ અલ્પસ્થિતિવાળાને ચરમ અને દીર્ઘ સ્થિતિવાળાને પરમ કહે છે. * પરમ ભૈરયિકોની અપેક્ષાએ ચરમ નૈરયિકો અલ્પકર્મ, અલ્પક્રિયા, અલ્પાશ્રવ અને અલ્પવેદનાનો અનુભવ કરે છે કારણ કે તેના ઘણા અશુભકર્મો ભોગવાઈ ગયા હોય છે અને ચરમ નૈરયિકોની અપેક્ષાએ પરમ નૈરયિકો મહાકર્મ, મહાક્રિયા, મહાશ્રવ અને મહાવેદનાનો અનુભવ કરે છે. કારણ કે તેને દીર્ધાયુષ્ય સાથે અશુભ કર્મો ભોગવવાના બાકી હોય છે. પાંચ સ્થાવર, ત્રણ વિકસેન્દ્રિય, તિર્યંચ પંચેન્દ્રિય અને મનુષ્યનું કથન પણ નારકોની સમાન જ છે.
પરમ દેવોની અપેક્ષાએ ચરમ દેવો મહાકર્મ, મહાક્રિયા, મહાશ્રવ અને મહાવેદનાનો અનુભવ કરે છે કારણ કે તેના દેવાયુષ્ય સાથે શુભ કર્મો ભોગવાઈ ગયા છે અને મનુષ્ય કે તિર્યંચ ગતિના ભોગવવા યોગ્ય ઘણા કર્મોનો બંધ તેણે કરી લીધો હોય છે. ચરમ દેવોની અપેક્ષાએ પરમ દેવો અલ્પકર્મ, અલ્પક્રિયાદિનું વેદન કરે છે. કારણ કે તેને દીર્ઘ દેવાયુનો ભોગવટો કરવાનો છે. તેમાં પ્રાયઃ શુભકર્મોને જ ભોગવવાના છે. અને અશુભ કર્મો અલ્પ જ હોય છે. આ રીતે આ સર્વ કથન સાપેક્ષ છે. * વેદનાના બે પ્રકાર છે. નિદા વેદના અને અનિદા વેદના. જે વેદનાનું વેદન સમજણપૂર્વક વ્યક્તરૂપે થાય તે નિદા વેદના. જે વેદનાનું વેદન અજ્ઞાનદશામાં અવ્યક્તરૂપે થાય તે અનિદાવેદના. * નૈરયિક, ભવનપતિ અને વ્યંતરોમાં જે અસંજ્ઞી તિર્યંચ પંચેન્દ્રિયમાંથી આવેલા છે તે અનિદાવેદના વેદે છે અને જે સંજ્ઞી તિર્યંચ અને મનુષ્યમાંથી આવેલા છે તે નિદાવેદનાનો અનુભવ કરે છે. * જ્યોતિષી અને વૈમાનિક દેવોમાં મિથ્યાદષ્ટિ દેવો અનિદાવેદનાનો અને સમ્યગુદષ્ટિ દેવો નિદા વેદનાનો અનુભવ કરે છે. * પાંચ સ્થાવર, ત્રણ વિકસેન્દ્રિય, અસંજ્ઞી તિર્યંચ પંચેન્દ્રિય અને સંમૂર્છાિમ મનુષ્યો અનિદા વેદનાનો અનુભવ કરે છે. * સંજ્ઞી તિર્યંચ અને સંજ્ઞી મનુષ્ય નિદા વેદનાનો અનુભવ કરે છે.