________________
શતક–૧૯: ઉદ્દેશક-૪ .
४८७
જે
શતક-૧૯ઃ ઉદ્દેશક-૪
સંક્ષિપ્ત સાર
જે
* આ ઉદ્દેશકમાં જીવોમાં મહાશ્રવ, મહાક્રિયા, મહાવેદના અને મહાનિર્જરાના વિવિધ વિકલ્પોનું પ્રતિપાદન છે. * સુત્રકારે મહાશ્રવ, મહાક્રિયા, મહાવેદના અને મહાનિર્જરા તે ચાર બોલનો પરસ્પર સંયોગ કરીને ૧૬ ભંગથી પ્રશ્નો પૂછ્યા છે. * નારકોને મહાશ્રવ, મહાક્રિયા, મહાવેદના અને અલ્પનિર્જરા, તે બીજો ભંગ હોય છે. શેષ ભંગની શક્યતા નથી. તે જીવોને પૂર્વના અશુભ કર્મોના ઉદયે અને વર્તમાનના અવિરતિના પરિણામે મહાશ્રવ અને મહાક્રિયા હોય છે. તે જીવોને પ્રાયઃ અશાતા વેદનીય કર્મોનો જ ઉદયહોવાથી મહાવેદના છે અને કર્મનિર્જરાનું કોઈ પણ સાધન ત્યાં ન હોવાથી તે જીવોને અલ્પ નિર્જરા જ થાય છે. * ચારે જાતિના દેવોમાં મહાશ્રવ, મહાક્રિયા, અલ્પવેદના અને અલ્પનિર્જરાનો ચોથો ભંગ હોય છે. તે જીવોને અવિરતિના પરિણામો હોવાથી દેવભવમાં પણ મહાશ્રવ અને મહાક્રિયા હોય છે. પુણ્યોદયે પ્રાયઃ અશાતાનો ઉદય ન થવાથી અલ્પવેદના છે અને નિર્જરાનું સાધન ન હોવાથી અલ્પનિર્જરા હોય છે. * ઔદારિક શરીરી પાંચ સ્થાવર, ત્રણ વિકસેન્દ્રિય, તિર્યંચ પંચેન્દ્રિય અને મનુષ્યોમાં પરિણામોની વિચિત્રતા અને વિભિન્નતા હોય છે. તે જીવોને નારકોની જેમ એકાંત દુઃખની જ પ્રધાનતા કે દેવોની જેમ અનુકુળતાની જ પ્રધાનતા હોતી નથી. ત્યાં ક્ષેત્રજન્ય, સંયોગજન્ય અને સ્વકર્મજન્ય પરિણામોમાં અનેક પ્રકારની વિવિધતા હોય છે. તેથી પ્રત્યેક જીવોના પરિણામ અનુસાર તેમાં મહાશ્રવ, મહાક્રિયા, મહાવેદના, મહાનિર્જરા આદિ સોળ ભંગ સંભવિત છે.