________________
આજ્ઞા માંગી. સાંતતા દેવીએ કહ્યું, તથાસ્તુ! આજ્ઞા મળતા જ તેઓ અપ્રમત્ત દશામાં ઝૂલતા ત્યાગ વૈરાગ્યપૂર્વક સર્વવિરતિ મહાત્મા અણગાર બની ગયા. અહમના માર્ગે આગળ વધવા લાગ્યા. શાન્તિ–શાન્તિ–શાન્તિ. આભાર : સાધુવાદઃ ધન્યવાદ:
પ્રસ્તુત આગમ શ્રી ભગવતી સૂત્રના આ ચોથા ભાગના અનુવાદિકા તથા સહસંપાદિકા અમારા સુશિષ્યા ડો. સાધ્વી આરતીબાઈ મ. છે. જેમણે અનુવાદ સ્વાધ્યાય કરવાનો જે પુરુષાર્થ ઉપાડ્યો તે ઘણો ઘણો પ્રશંસનીય છે. હું તેમની કદર કરું છું, ધન્યવાદ આપી ભૂરી ભૂરી પ્રશંસા કરું છું અને શુભ કામના કરતાં કહું છું કે તમે આગમનું ઊંડું અવલોકન કરી, અરિહંત બની જવા નિબંધ સંયમ યાત્રાનું નિર્વહન કરતા રહો. એ જ મંગલ ભાવના કરું છું.
પ્રસ્તુત આગમના રહસ્યોને ખુલ્લા કરી અણમોલો અભિગમ પ્રેષિત કરનાર મહાઉપકારી ગોંડલ ગચ્છ શિરોમણિ, પરમ દાર્શનિક, અમારા આગમ કાર્યને પ્રોત્સાહિત કરી આશીર્વાદની વર્ષા વરસાવનારા ગુરુદેવ શ્રી જયંતીલાલજી મ.સા. નો અનન્ય ભાવે આભાર માનું છું અને શતકોટી સાદર ભાવે પ્રણિપાત નમસ્કાર કરું છું.
શ્રદ્ધેય, પ્રેરક, માર્ગદર્શક જેમના પસાયે ત્રિલોક મુનિનો યોગ પ્રાપ્ત થયો છે, તેવા વાણીભૂષણ પૂ.ગિરીશ ગુરુદેવનો સહૃદયતાપૂર્વક આભાર માની વંદન કરું છું.
આ આગમને સુશોભિત બનાવનાર, સુંદર હાર્દના ભાવ ભરી અલંકૃત કરનાર, મૂળ પાઠનું સંશોધન કરી વ્યવસ્થિત કરનાર, આગમ મનીષી પૂ. ત્રિલોકમુનિવર્યને મારી શતકોટી વંદના પાઠવું છું.
આગમ શાસ્ત્રની દરેક કાર્યવાહીમાં સકુશલા ઉત્સાહધરા સાથ્વીરા ઉષાબાઈ મ. એવં આગમ અવગાહન કરાવનાર સહયોગી સાધ્વીરત્ના હસુમતી, વીરમતી સહિત સાધ્વીવૃંદને અનેકશઃ ધન્યવાદ આપું છું.
સતત પ્રયત્નશીલ, અનેક આગમોનું અવગાહન કરીને અનુવાદની કાયાપલટ કરી, આગમને સરલ, સુમધુર, સંમાર્જિત કરનાર, શબ્દાર્થ-ભાવાર્થ અને વિવેચનનું સંતુલન જાળવી રાખનાર, ભગીરથ કાર્યના યશસ્વી સાધ્વી રત્ના મમશિષ્યા-પ્રશિષ્યા સહ સંપાદિકા ડૉ. સાધ્વી શ્રી આરતી એવં સાધ્વીશ્રી સુબોધિકાને અભિનંદન સહિત સાદર ધન્યવાદ આપું છું.
શ્રમણોપાસક મુકુંદભાઈ પારેખ, મણિભાઈ શાહ, જયવંતભાઈ શાહ કુમારી ભાનુબહેન પારેખ એવં ધીરૂભાઈને ધન્યવાદ. પરમાગમ પ્રત્યે અવિહડ ભક્તિભાવ રાખનાર ગુરુપ્રાણ ફાઉન્ડેશનના માનદ્ સભ્ય ભામાશા શ્રીયુત રમણિકભાઈ, આગમ પ્રકાશન કરવાના અડગ ભેખધારી, દઢ સંકલ્પી, તપસ્વિની માતા વિજ્યાબહેન તથા ભક્તિ સભર હૃદયી પિતા માણેકચંદભાઈ શેઠના સુપુત્ર, નરબંકા, રોયલપાર્ક સ્થા. મોટા સંઘના પ્રમુખ ચંદ્રકાન્તભાઈ શેઠ તથા કાર્યાન્વિત સર્વ સભ્યગણો, કાર્યકર્તાઓ, મુદ્રણ કરનાર નેહલભાઈ, તેમના પિતાશ્રી હસમુખભાઈ તથા સહયોગી કાર્યકરો, આગમના શ્રુતાધાર અને અન્ય દાનદાતા મહાનુભાવો
47