________________
૪૫૮
શ્રી ભગવતી સૂત્ર–૪
વિહાર પણ છે.
९ किं ते भंते! जत्ता ? सोमिला ! जं मे तवणियम संजम-सज्झाय-झाणावस्सयमाइएस जोगे जयणा, सेतं जत्ता ।
ભાવાર્થ:- પ્રશ્ન− હે ભગવન્ ! આપની યાત્રા કેવી છે ? ઉત્તર− હે સોમિલ ! તપ, નિયમ, સંયમ, સ્વાધ્યાય, ધ્યાન અને આવશ્યક આદિ યોગોમાં જે યતના યુક્ત પ્રવૃત્તિ છે, તે મારી યાત્રા છે. ૬૦ તેિ મંતે ! નવભિન્ન ? સોમિતા ! નવખિો તુવિષે પળત્તે, તે નહાइंदिय जवणिज्जे य णोइंदिय-जवणिज्जे य ।
ભાવાર્થ:- પ્રશ્ન- હે ભગવન્ ! આપનું યાપનીય શું છે ? ઉત્તર– હે સોમિલ ! યાપનીયના બે પ્રકાર છે. યથા– ઇન્દ્રિય યાપનીય અને નોઇન્દ્રિય- યાપનીય.
११ से किं तं इंदियजवणिज्जे ? इंदिय- जवणिज्जे- जं मे सोइंदिय चक्खिदिय-घाणिंदिय जिब्भिदिय-फासिंदियाइं णिरुवहयाइं वसे वट्टंति । से तं इंदिय-जवणिज्जे ।
ભાવાર્થ: :- પ્રશ્ન- હે ભગવન્ ! ઇન્દ્રિય યાપનીય કોને કહેવાય છે ? ઉત્તર– હે સોમિલ ! શ્રોતેન્દ્રિય, ચક્ષુરિન્દ્રિય, ઘ્રાણેન્દ્રિય, રસેન્દ્રિય અને સ્પર્શેન્દ્રિય; આ પાંચે ઇન્દ્રિયો નિરુપહત(ઉપઘાત-રહિત) મારે આધીન વર્તે છે. તે મારા માટે ઇન્દ્રિય યાપનીય છે.
१२ से किं तं णोइंदियजवणिज्जे ? णोइंदियजवणिज्जे- जं मे कोह-माण- माया-लोभा वोच्छिण्णा, णो उदीरेंति, से तं णोइंदिय-जवणिज्जे । से तं जवणिज्जे ।
ભાવાર્થ:- પ્રશ્ન- હે ભગવન્ ! નોઇન્દ્રિય યાપનીય કોને કહેવાય છે ? ઉત્તર- હે સોમિલ ! મારા ક્રોધ, માન, માયા અને લોભ, આ ચારે કષાય નષ્ટ થઈ ગયા છે, તે ઉદયમાં આવતા નથી. તે જ મારા માટે નોઇન્દ્રિય યાપનીય છે. આ રીતે મારા માટે આ યાપનીય છે.
१३ किं ते भंते! अव्वाबाहं ? सोमिला ! जं मे वाइय पित्तिय-सिंभिय-सण्णिवाइया विविहा रोगायंका सरीरगया दोसा उवसंता, णो उदीरेंति । से तं अव्वाबाहं ।
ભાવાર્થ:- પ્રશ્ન- હે ભગવન્ ! આપના માટે અવ્યાબાધ શું છે ? ઉત્તર− હે સોમિલ ! મારા વાત, પિત, કફ અને સન્નિપાતજન્ય અનેક પ્રકારના શરીર સંબંધી દોષ અને રોગાંતક ઉપશાંત-નષ્ટ થઈ ગયા છે. ઉદયમાં આવતા નથી. તે મારા માટે અવ્યાબાધ છે.
१४ ! फायविहारं ?
सोमिला ! जण्णं आरामेसु उज्जाणेसु देवकुलेसु सभासु पवासु इत्थी-पसु-पंडग विवज्जियासुवसहीसुफासुएसणिज्जं पीढ फलग-सेज्जा- संथारगंउवसंपज्जित्ता णं विहरामि, सेतं फासुयविहारं ।
ભાવાર્થ:
:- પ્રશ્ન- હે ભગવન્ ! આપનો પ્રાસુક વિહાર કયો છે ?
ઉત્તર– હે સોમિલ ! આરામ(બગીચો), ઉદ્યાન, દેવકુલ, સભા, પરબ આદિ જે સ્થાન સ્ત્રી, પશુ,