________________
| શતક્ર-૧૮: ઉદ્દેશક-૧૦
૪૫૩
શતક-૧૮: ઉદ્દેશક-૧૦|
સંક્ષિપ્ત સાર
જે
જે
આ ઉદ્દેશકમાં ભાવિતાત્મા અણગારનું વૈક્રિય સામર્થ્ય, પરમાણુ અને ખંઘની વાયુકાય સાથે સ્પર્શના, નરક પૃથ્વી અને દેવલોક આદિ ક્ષેત્રોની નીચે પુદ્ગલ દ્રવ્યનું અસ્તિત્વ અને સોમિલ બ્રાહ્મણના પ્રશ્નોત્તર વગેરે વિષયોનું નિરૂપણ છે. * ભાવિતાત્મા અણગાર વૈક્રિય લબ્ધિથી તલવારની ધાર પર ચાલી શકે, અગ્નિમાંથી નીકળી શકે, ગંગા નદીના સામા પૂરમાં ચાલી શકે છે પરંતુ તેને કોઈ પણ પ્રકારની બાધા કે પીડા થતી નથી. * નાની વસ્તુ મોટી વસ્તુથી વ્યાપ્ત થાય છે. તેથી પરમાણુ, ક્રિપ્રદેશથી અસંખ્યાત પ્રદેશી સ્કંધ વાયુકાયથી વ્યાપ્ત-સ્પર્શિત થાય છે. અનંત પ્રદેશ સ્કંધ વાયુકાયથી વ્યાપ્ત થઈ શકે છે પરંતુ વાયુકાય અનંત પ્રદેશ સ્કંધથી કદાચિત્ વ્યાપ્ત થાય અને કદાચિત્ વ્યાપ્ત થતો નથી. અનંત પ્રદેશ સ્કંધ વાયુથી મહાન-સ્થૂલ હોય તો અનંત પ્રદેશ સ્કંધથી વાયુ વ્યાપ્ત થાય છે પરંતુ જો અનંત પ્રદેશી અંધ વાયુથી સૂક્ષ્મ હોય તો વ્યાપ્ત થતો નથી. મશક વાયુકાયથી સ્પષ્ટ છે. વાયુકાય મશકથી સ્પષ્ટ નથી. * નરક, દેવલોક, ઈષતુ પ્રાશ્મારા પૃથ્વી આદિ દરેક ક્ષેત્રોની નીચે પાંચવર્ણ, બે ગંધ, પાંચ રસ અને આઠ સ્પર્શ તે વીસ બોલ યુક્ત પુગલ દ્રવ્ય અન્યોન્યબદ્ધ, અન્યોન્ય સ્પષ્ટ, અન્યોન્ય સંબદ્ધ છે. * વાણિજ્યગ્રામ નગરમાં સોમિલ નામના બ્રાહ્મણ હતા. તે ઋગ્વદાદિ ચાર વેદોના જ્ઞાતા, બ્રાહ્મણ સિદ્ધાંતોમાં નિષ્ણાત હતા. તેના ૫૦૦ શિષ્યો હતા. તેઓ સુખપૂર્વક કુટુંબનું આધિપત્ય કરતા હતા. એકદા પ્રભુ મહાવીર ત્યાં પધાર્યા. અહંકારવશ તેણે સંકલ્પ કર્યો કે પ્રભુની પાસે જવું, તેમને અમુક વિરોધી પ્રશ્નો પૂછવા. તે પ્રશ્નોના પ્રભુ સાચા ઉત્તરો આપે તો જ તેમને વંદન કરવા અન્યથા તેમને નિરુત્તર કરી પરાજિત કરવા. આ રીતે પ્રભુની પરીક્ષાની ભાવનાથી તે ત્યાં ગયા અને પ્રભુને યાત્રા, યાપનીય, અવ્યાબાધ અને પ્રાસુક વિહાર સંબંધી પ્રશ્નો પૂછ્યા. પ્રભુએ યથાર્થ ઉત્તરો આપ્યા.
ત્યાર પછી દ્વિઅર્થક શબ્દોને લઈને શ્રમણોને માટે ભક્ષ્યાભઢ્ય વિષયક અને ત્યારપછી શું તમે એક છો ? બે છો? અક્ષય, અવ્યય, અવસ્થિત છો? ઇત્યાદિ કેટલાક આત્મસ્વરૂપ વિષયક તાત્વિક પ્રશ્નો પૂછયા. પ્રભુએ તે પ્રશ્નોના ઉત્તર પણ અનેકાંત દષ્ટિથી આપ્યા.
પ્રભના યથાર્થ ઉત્તરો સાંભળી સોમિલને બોધ પ્રાપ્ત થયો; તેણે શ્રાવક ધર્મનો સ્વીકાર કર્યો; અનેક વર્ષો સુધી વ્રતારાધના કરીને દેવલોકમાં ગયા. ત્યાંથી મહાવિદેહક્ષેત્રમાં જન્મ ધારણ કરી મોક્ષે જશે.