________________
શતક-૧૮ : ઉદ્દેશક-૯
५ भवियदव्वपुढविकाइयस्स णं, पुच्छा ?
गोयमा ! जहण्णेणं अंतोमुहुत्तं, उक्कोसेणं साइरेगाइं दो सागरोवमाई । एवं आउक्काइयस्स वि । तेङवाऊ जहा णेरइयस्स । वणस्सइकाइयस्स जहा पुढविकास बेइंदियस्स तेइंदियस्स चउरिंदियस्स जहा णेरइयस्स । पंचिंदियतिरिक्खजोणियस्स जहणणं अंतोमुहुत्तं, उक्कोसेणं तेत्तीसं सागरोवमाइं । एवं मणुस्सस्स वि । वाणमंतर-जोइसियવેમાળિયક્ષ નહીં અનુમાર( । સેવ મતે ! સેવ મતે ! ॥
ભાવાર્થ:- પ્રશ્ન- હે ભગવન્ ! ભવી દ્રવ્ય પૃથ્વીકાયિકની સ્થિતિ કેટલી છે ?
ઉત્તર– હે ગૌતમ ! જઘન્ય અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટ કંઈક અધિક બે સાગરોપમની છે. આ રીતે અપ્લાયિકના વિષયમાં પણ કહેવું જોઈએ. ભવી દ્રવ્ય અગ્નિકાયિક અને ભવ્ય દ્રવ્ય વાયુકાયિકની સ્થિતિ નૈરયિકની સમાન છે. ભવ્ય દ્રવ્ય વનસ્પતિકાયિકની સ્થિતિ પૃથ્વીકાયિકની સમાન છે. ભવી દ્રવ્ય બેઇન્દ્રિય, તેઇન્દ્રિય, ચૌરેન્દ્રિયની સ્થિતિ નૈરયિકની સમાન છે. ભવી દ્રવ્ય પંચેન્દ્રિય તિર્યંચ યોનિકની સ્થિતિ જઘન્ય અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટ ૩૩ સાગરોપમની છે. આ રીતે ભવી દ્રવ્ય મનુષ્યના વિષયમાં પણ જાણવું જોઈએ. ભવી દ્રવ્ય વાણવ્યંતર, જ્યોતિષી અને વૈમાનિકોની સ્થિતિ અસુરકુમારોની સમાન છે. II હે ભગવન્ ! આપ કહો છો તેમજ છે, આપ કહો છો તેમજ છે.
વિવેચનઃ
=
ભવી દ્રવ્ય નૈરયિકની સ્થિતિ ઃ– અંતર્મુહૂર્તની સ્થિતિવાળા સંજ્ઞી કે અસંશી તિર્યંચ મરીને નરકમાં જઈ શકે છે. તે અપેક્ષાએ જઘન્ય સ્થિતિ અંતર્મુહૂર્તની છે અને ઉત્કૃષ્ટ ક્રોડપૂર્વના આયુષ્યવાળા મનુષ્ય અને તિર્યંચ નરકમાં જઈ શકે છે, તેથી તેની ઉત્કૃષ્ટ સ્થિતિ ક્રોડપૂર્વ વર્ષની છે. ક્રોડ પૂર્વથી અધિક આયુષ્યવાળા મનુષ્ય કે તિર્યંચ યુગલિક હોય છે અને યુગલિક મરીને નરકમાં જતા નથી.
૪૫૧
=
ભવી દ્રવ્ય દેવની સ્થિતિ :– અંતર્મુહૂર્તની સ્થિતિના અસંશી કે સંજ્ઞી તિર્યંચ પંચેન્દ્રિય મરીને દેવગતિમાં જઈ શકે છે. તે અપેક્ષાએ જઘન્ય અંતર્મુહૂર્તની સ્થિતિ સંભવિત છે. ઉત્કૃષ્ટ ત્રણ પલ્યોપમની સ્થિતિવાળ । દેવકુરુ ઉત્તરકુરુ ક્ષેત્રના મનુષ્ય અને તિર્યંચ યુગલિકો દેવગતિમાં જાય છે તેથી તેની ઉત્કૃષ્ટ સ્થિતિ ત્રણ પલ્યોપમની છે.
ભવી દ્રવ્ય પૃથ્વી, પાણી, વનસ્પતિની સ્થિતિ ઃ- અંતર્મુહૂર્તની સ્થિતિવાળા તિર્યંચ અને મનુષ્ય પૃથ્વીકાયમાં ઉત્પન્ન થઈ શકે છે. તે અપેક્ષાએ તેની સ્થિતિ જઘન્ય અંતર્મુહૂર્ત છે અને ઉત્કૃષ્ટ—ઈશાન દેવલોકના દેવ પૃથ્વીકાયમાં ઉત્પન્ન થાય તે અપેક્ષાએ કંઈક અધિક બે સાગરોપમની છે.
ભવી દ્રવ્ય તેઉ, વાઉ, બેઇન્દ્રિય, તેઇન્દ્રિય, ચૌરેન્દ્રિયની સ્થિતિ :– જઘન્ય અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટ ક્રોડપૂર્વ વર્ષની છે. કારણ કે યુગલિક મનુષ્ય, નારકી અને દેવ, તેઉ-વાઉ કે વિકલેન્દ્રિયમાં ઉત્પન્ન થતા નથી. ભવી દ્રવ્ય તિર્યંચ પંચેન્દ્રિય અને મનુષ્યની સ્થિતિ ઃ— જઘન્ય અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટ ૩૩ સાગરોપમની છે. તિર્યંચ પંચેન્દ્રિયની ઉત્કૃષ્ટ સ્થિતિ સાતમી નરકની અપેક્ષાએ અને મનુષ્યની ઉત્કૃષ્ટ સ્થિતિ સર્વાર્થસિદ્ધ વિમાનમાંથી દેવ ચ્યવીને આવે તે અપેક્ષાએ સમજવી જોઈએ.
ભવી દ્રવ્ય વાણવ્યંતર, જ્યોતિષી અને વૈમાનિક દેવોની સ્થિતિ તિર્યંચ પંચેન્દ્રિયની અપેક્ષાએ જઘન્ય