________________
તેમાં વેશ્યાદિની પ્રાપ્તિ કેટલી હોય છે તે ૩૩ બોલોનો વિસ્તાર વિચારવા જેવો છે.
બીજા પ્રયોગમાં આકાશ દ્રવ્યનું વર્ણન છે. આકાશ સર્વ દ્રવ્યનો આધાર છે એમ ઉપચારથી કહેવાય છે. તેમાં ધર્માસ્તિકાયાદિ દ્રવ્યોનું અવગાહન, ધર્મ-અધર્મની વ્યાખ્યા અને પંચાસ્તિકાયના ઘણા અભિવચનો છે, તે જાણવા યોગ્ય છે.
ત્રીજા પ્રયોગમાં પ્રાણાતિપાતાદિની વિરતિ વગેરે જીવ સિવાય કોઈ કરી શકતું નથી, જીવ જ કર્મ બાંધે છે. તેમાંજ ઉત્થાન આદિ ધર્મો વસે છે, તેનું પરિણામ વિભાવરૂપમાં વર્ણાદિ ઔદારિકાદિ શરીર, સંજ્ઞા ચક્ષુદર્શનાદિ ઉત્પન્ન થાય છે. આ છે સંસારીજીવોની કર્મ જગતને ઉત્પન્ન કરવાની ખૂબી.
કુમારો!ચોથા પ્રયોગમાં શરીરમાં ઇન્દ્રિયોનો ઉપચય થાય છે. તેનું પ્રજ્ઞાપના સુત્રમાંથી વિશેષ જ્ઞાન કરવું. પાંચમા પ્રયોગમાં પરમાણુથી લઈને અનંત પ્રદેશ સ્કંધમાં રહેલા વર્ણાદિના અનેક પ્રકારના ભાંગાનું વીતરાગે દિગ્દર્શન કરાવ્યું છે.
કુમારો! જીવ રત્નપ્રભાદિપૃથ્વીકાયમાંથી પૃથ્વીકાય રૂપે મારણાંતિક સમુઘાત કરીને ઉત્પન્ન થાય છે, તેનું આબેહૂબ વર્ણન આ છઠ્ઠા પ્રયોગમાં તમને જાણવા મળશે.
કુમારો! સાતમા પ્રયોગમાં બંધના ત્રણ પ્રકાર દર્શાવ્યા છે, તે આ પ્રમાણે છે (૧) જીવ પ્રયોગ બંધ (૨) અનંતરબંધ (૩) પરંપરબંધ. આ ત્રણે ય બંધમાં નારકીથી લઈને વૈમાનિક દેવો સુધીનું કથન કરી બંધ પાડવાની રીત દર્શાવી છે. જ્ઞાનાવરણાદિ આઠ કર્મ, સ્ત્રીવેદાદિરૂપ શરીરના આકાર પ્રકાર દર્શાવી, આહાર- સંજ્ઞાદિનું તથા કૃષ્ણાદિ લેશ્યાનું, ત્રણ દષ્ટિનું, જ્ઞાનાન્નાનાદિનું જ્ઞાન કરાવ્યું છે. તેના વડે જીવો વૈભાવિકભાવોનો વૈભવ ભોગવે છે.
કુમારો ! આઠમા પ્રયોગમાં પાંચ ભરત, પાંચ ઐરાવત, પાંચ મહાવિદેહ, તે કર્મ ભૂમિના ક્ષેત્રમાં ઉત્પન્ન થયેલા તીર્થકરોનું વર્ણન, ઉત્સર્પિણી-અવસર્પિણીમાં કાલિક શ્રુતનો વિચ્છેદ ક્યારે થાય તેનું વર્ણન છે. નવમા, દસમા, અગિયારમા, બારમાં, તેરમા, ચૌદમા, પંદરમાં તીર્થકરોના કાળમાં વચ્ચે-વચ્ચે કાલિકશ્રુતનો વિચ્છેદ થયો છે. બાકીના તીર્થકરોના શાસનકાળમાં કાલિક શ્રુતનો વિચ્છેદ થયો નથી. ખાસ સમજવાનું એ છે કે દષ્ટિવાદ શ્રતનો વિચ્છેદ દરેક જિનાંતરામાં થાય છે. તેથી જ તો દરેક તીર્થકરો તીર્થની સ્થાપના કરે અને ગણધરો સૂત્રની રચના કરે છે. જિનવાણીમાં તત્ત્વો તો એક સરખા જ હોય છે. પૂર્વગતશ્રુત પ્રભુ મહાવીર પછી એક હજાર વર્ષ સુધી રહ્યું, તદુપરાંત આ પ્રયોગમાં પ્રવચન-પ્રવચની, તીર્થકર-તીર્થ શું કહેવાય તેનું વર્ણન તમને જાણવા મળશે.
નવમા પ્રયોગમાં જંઘાચારણ–વિદ્યાચારણ અણગાર, માનવ હોવા છતાં દેવોની જેમ પોતાની ચારણ લબ્ધિથી આકાશમાં ગમન કરી મંદર–મેરુપર્વત, માનુષોત્તર પર્વત અને નંદીશ્વર દ્વીપ સુધી જાય છે. તેઓ વિદ્યાનો પ્રયોગ કર્યા પછી આલોચના ન કરે તો વિરાધક કહેવાય વગેરેનું વર્ણન સૂક્ષ્મ દૃષ્ટિથી કરવામાં આવ્યું છે. તે તમારી પ્રજ્ઞામાં વણી લેવા જેવું છે.
દશમાં પ્રયોગમાં સોપક્રમનિરૂપક્રમ આયુષ્ય કોને કહેવાય તે હકીકત આ ઉદ્દેશકમાંથી
ત્રીવેદાદિપ શરીરમાં
નું તથા કૃષ્ણાદિ લેશ્વાન
છે. તેના વડે જીવો
45