________________
૪૨૮
O
O
શતક-૧૮ : ઉદ્દેશક
કેવળી
શ્રી ભગવતી સૂત્ર–૪
RO YOG
અન્યતીથિંકોના કેવળી વિષયક આક્ષેપોનું સમાધાન :
१ रायगिहे जाव एवं वयासी - अण्णउत्थिया णं भंते ! एवमाइक्खति जाव परूवेतिएवं खलु केवली जक्खाएसेणं आइट्ठे समाणे आहच्च दो भासाओ भासइ, तं जहा - मोसं वा सच्चामोसं वा; से कहमेयं भंते ! एवं ?
गोयमा ! जण्णं ते अण्णउत्थिया जाव जे ते एवमाहंसु मिच्छं ते एवमाहंसु; अहं पुण गोयमा ! एवमाइक्खामि, भासामि, पण्णवेमि, परूवेमि - णो खलु केवली जक्खाए ખો सेणं आइ, णो खलु केवली जक्खाएसेणं आइट्ठे समाणे आहच्च दो भासाओ भास, तं जहा- मोसं वा सच्चामोसं वा । केवली णं असावज्जाओ अपरोवघाइयाओ आहच्च दो भासाओ भासइ, तं जहा - सच्चं वा असच्चामोसं वा ।
શબ્દાર્થ:- નવાણ્યેળ = યક્ષના આવેશથી આ૫ે - આવિષ્ટ, અધિષ્ઠિત અસાવજ્ન્મ - અસાવધ અપરોવવાડ્યાઓ-જીવોને ઉપઘાત નહીં કરનારી.
ભાવાર્થ :- પ્રશ્ન- રાજગૃહ નગરમાં ગૌતમ સ્વામીએ ભગવાન મહાવીર સ્વામીને આ પ્રમાણે પૂછ્યુંહે ભગવન્ ! અન્યતીર્થિકો આ પ્રમાણે કહે છે યાવત્ પ્રરૂપણા કરે છે કે કેવળી, યક્ષના પ્રવેશથી આવેશમાં આવીને કદાચિત્ બે ભાષા બોલે છે યથા– મૃષા ભાષા અને સત્યમૃષા(મિશ્રભાષા). તો હે ભગવન્ ! આ કઈ રીતે હોઈ શકે છે ? અર્થાત્ શું આ કથન સત્ય છે ?
ઉત્તર– હે ગૌતમ ! અન્યતીર્થિકો જે આ પ્રમાણે કહે છે તે મિથ્યા છે. હે ગૌતમ ! હું આ પ્રમાણે કહું છું યાવત્ પ્રરૂપણા કરું છું કે કેવળી, યક્ષના પ્રવેશથી આવેશમાં આવતા જ નથી અને કેવળી યક્ષના પ્રવેશથી આવેશમાં આવીને મૃષા ભાષા કે મિશ્ર ભાષા, તે બે પ્રકારની ભાષા બોલતા નથી. કેવળી અસાવધ અને અન્યને ઉપઘાત નહીં કરનારી બે પ્રકારની ભાષા જ બોલે છે– (૧) સત્યભાષા (૨) વ્યવહારભાષા.
વિવેચનઃ
કોઈપણ દેવો અપ્રમત્ત શ્રમણનું સંહરણ કરી શકતા નથી અને તેઓને હેરાન-પરેશાન પણ કરી શકતા નથી. કેવળી ભગવાન અપ્રમત્ત સાધક હોવાથી કોઈ પણ દેવ તેના શરીરમાં પ્રવેશ કરી શકતા નથી. કેવળી ભગવાન રાગ-દ્વેષ રહિત, સદા જાગૃત, અપ્રમત્ત હોય છે, તેથી અન્ય જીવોને પીડાકારી, હિંસાકારી, દુઃખકારી આદિ સાવધ ભાષાનો પ્રયોગ કરતા જ નથી. તેઓ સત્ય અને વ્યવહાર ભાષાનો જ પ્રયોગ કરે છે.