________________
ગૌતમ સ્વામીનો પ્રશ્ન છે કે પ્રભુ ! દેવ જન્મે ત્યારે દિવ્ય લાગે છે કે જન્મ્યા પછી આભૂષણ અલંકાર પહેર્યા પછી વધારે સુંદર લાગે છે? ભગવાને કહ્યું ગૌતમ ! આભૂષણોને ધારણ કરનાર દેવો મનહર દેખાય છે. તદુપરાંત ભારેકર્મી, હળુકર્મી, મહાવેદનાવાળા, અલ્પ વેદનાવાળા જીવોનું કથન આ પ્રયોગમાં છે. વાટે વહેતો જીવ જે ગતિમાં જવાનો હોય તેના નામકરણથી સંબોધાય છે. ચારે ય જાતિના દેવોમાં જો મિથ્યાદષ્ટિ વિકુર્વણા કરે તો વક્ર રૂપ બને અને સમકિતી જીવ જેવું રૂપ ઇચ્છે તેવું જ બનાવી શકે છે. સમ્યક્ દૃષ્ટિ જીવ જ્યાં જાય ત્યાં તેનું મહાત્મ્ય અનેરું મહામૂલુ હોય છે તે વાત હે કુમારો ! તમારે ભૂલવી ન જોઈએ.
કુમારો ! છઠ્ઠા પ્રયોગમાં પૌદ્ગલિક ધર્મનું વર્ણન છે. નિશ્ચય દષ્ટિથી પ્રત્યેક પદાર્થમાં પાંચે ય રસ, પાંચે ય વર્ણ, બે ગંધ, ચાર સ્પર્શ હોય છે. વ્યવહારમાં આપણને જે મુખ્ય દેખાય તેનો સ્વીકાર કરીએ છીએ, જેમ કે– ભ્રમર કાળો, પોપટ લીલો, મજીઠી લાલ, હળદર પીળી અને શંખ સફેદ વગેરેનું વર્ણન આ પ્રયોગમાં સમજી લેવું.
કુમારો ! સાતમા પ્રયોગમાં વિવિધ વિષયોનું વર્ણન છે. અન્યતીર્થિકોની માન્યતા એવી છે કે યક્ષાવિષ્ટ કેવળી બે પ્રકારની ભાષા બોલે છે—સત્ય અને અસત્ય. તેનું ખંડન કરીને પરમાત્માએ સત્ય હકીકત રજૂ કરી છે. કેવળી ક્યારે ય અસત્ય બોલતા નથી. તેના શરીરમાં યક્ષ પ્રવેશ કરતો નથી. કેવળી સત્ય અને વ્યવહાર ભાષાનો જ પ્રયોગ કરે છે. ઉપધિ, પરિગ્રહ, પ્રણિધાન વગેરેનું વર્ણન, મદ્રુક શ્રમણોપાસકની જ્ઞાન સંપન્નતા, અન્યતીર્થિકોની સમસ્યાનું સમાધાન અને પ્રભુના શ્રીમુખે પ્રશંસા પામેલ દઢ શ્રદ્ઘાવાનનું ધ્યાન આ પ્રયોગમાં છે. તેમજ મહર્દિક દેવોની સંગ્રામ વિષેની શક્તિ, તથા દેવો કર્માંશો કેટલા વર્ષે ખપાવે છે, તે વિષેની મર્મજ્ઞ ચર્ચા આ ઉદ્દેશકમાં છે.
કુમારો ! આઠમા પ્રયોગમાં અકષાયી અણગાર ઉપયોગ સહિત ચાલતાં હોય અને પગ નીચે નાના જીવો કચરાઈ જાય તો પણ ઐર્યાપથિકી ક્રિયા લાગે છે તેવા અન્ય તીર્થિકોના પ્રશ્નોના સચોટ જવાબ આપી અન્ય તીર્થિકોને નિરુત્તર કરનાર ગૌતમસ્વામીનું અભિવાદન ભગવાને કરી ધન્યવાદ આપ્યા તેનું વિવરણ તથા છદ્મસ્થ જીવોનું જાણવા જોવાનું સામર્થ્ય વગેરે વર્ણન વાંચવાની હે કુમારો ! તમોને ખૂબ મઝા પડી જશે.
કુમારો ! નવમા પ્રયોગમાં ચારે ય ગતિના જીવોની ભવ્ય દ્રવ્ય૫ણાની વ્યાખ્યા છે. તેઓ ભવ્ય દ્રવ્ય કેમ કહેવાય, તેની સ્થિતિ કેટલી હોય ઇત્યાદિ વર્ણન પ્રજ્ઞાશીલ બની વાંચીને વિચારવા યોગ્ય છે.
કુમારો ! દસમા પ્રયોગમાં ભાવિતાત્મા અણગારને પ્રાપ્ત થયેલી લબ્ધિના યોગથી તેઓ તલવારની ધાર ઉપર અસ્ત્રાની ધાર ઉપર ઊભા રહી શકે છે. તેઓનું તે ધાર છેદન-ભેદન કરી શકતી નથી તેવી તાકાત લબ્ધિમાં હોય છે. તેવો ચમત્કાર અણગાર ક્યારે ય કરતાં નથી છતાં ય તે લબ્ધિનું સામર્થ્ય દર્શાવ્યું છે.
વાયુકાય, પરમાણુ પુદ્ગલ બે પ્રદેશથી લઈને અનંત પ્રદેશી સ્કંધ આદિ કોણ કોનાથી
43