________________
| ૪૧૦ |
શ્રી ભગવતી સૂત્ર-૪
રાશિ છે. તેમ છતાં અહીં યુગ્મ શબ્દ શાસ્ત્રીય પારિભાષિક હોવાથી યુગ્મ શબ્દથી ચાર પ્રકારની રાશિઓ વિવક્ષિત છે. ચારે રાશિઓના અન્વયાર્થક નામ આ પ્રમાણે છે(૧) કતયુગ્મ-જે રાશિમાંથી ચાર-ચારનો અપહાર કરતાં અંતે ચાર શેષ રહે અથવા શેષ કાંઈ ન રહે તેને કૃતયુગ્મ કહે છે, જેમ કે ૧૬, ૩૨, ૪૮ આદિ. (૨) યોજ:- જે રાશિમાંથી ચાર-ચારનો અપહાર કરતાં અંતે ત્રણ શેષ રહે તેને વ્યોજ કહે છે. જેમ કે ૧૫, ૨૩, ૨૭ આદિ. (૩) દ્વાપર યુગ્મ – જે રાશિમાંથી ચાર-ચારનો અપહાર કરતાં અંતે બે શેષ રહે તેને દ્વાપર યુગ્મ કહે છે. જેમ કે ૧૦,૧૪, ૧૮ આદિ. (૪) કલ્યો:- જે રાશિમાંથી ચાર-ચારનો અપહાર કરતાં અંતે એક શેષ રહે તેને કલ્યોજ કહે છે. જેમ કે ૫,૯,૧૩,૧૭ ઇત્યાદિ. જીવોમાં કૃતયુગ્મ આદિ રાશિ પ્રમાણ:४ णेरइया णं भंते ! किं कडजुम्मा,तेओगा,दावरजुम्मा, कलियोगा?
गोयमा ! जहण्णपए कडजुम्मा, उक्कोसपए तेओगा, अजहण्णुक्कोसपए सिय कडजुमा जावसिय कलियोगा। एवं जावथणियकुमारा। ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! નૈરયિકો કૃતયુગ્મ છે, વ્યોજ છે, દ્વાપરયુગ્ય છે કે કલ્યોજ છે?
ઉત્તર- હે ગૌતમ! તે જઘન્ય પદમાં કતયુગ્મ, ઉત્કૃષ્ટ પદમાં વ્યાજ તથા મધ્યમ પદમાં કદાચિ કૃતયુગ્મ યાવત્ કદાચિત્ કલ્યોજ રૂપે હોય છે. આ રીતે સ્વનિતકુમાર સુધી કહેવું જોઈએ. | ५ वणस्सइकाइयाणपुच्छा?
गोयमा !जहण्णपए अपया, उक्कोसपए य अपया, अजहण्णुक्कोसपए सिय कडजुम्मा जावसियकलियोगा। ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! વનસ્પતિકાયિક જીવો કૃતયુમ યાવત કલ્યોજ રૂપે છે?
ઉત્તર- હે ગૌતમ ! તે જઘન્ય અને ઉત્કૃષ્ટ પદની અપેક્ષાએ અપદ છે. તેમાં જઘન્યપદ અને ઉત્કૃષ્ટ પદ સંભવિત નથી, અજઘન્યોત્કૃષ્ટ પદની અપેક્ષાએ કદાચિત્ કૃતયુગ્મ યાવત કદાચિત્ કલ્યોજ રૂપ હોય છે. |६ बेइंदियाणपुच्छा?
गोयमा !जहण्णपएकडजुम्मा,उक्कोसपएदावरजुम्मा,अजहण्णमणुक्कोसपएसिय कडजुमा जावसिय कलियोगा। एवं जावचउरिदिया। सेसा एगिदिया जहा बेइंदिया। चिंदियतिरिक्खजोणिया जाववमाणिया जहाणेरड्या। सिद्धाजहावणस्सइकाइया। ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! બેઇન્દ્રિય જીવો કૃતયુગ્મ યાવત કલ્યોજ રૂપે છે?