________________
શતક–૧૬: ઉદ્દેશક-૪
| ૨૮૫ |
સંબંધી નિર્જરા સાથે તુલના કરી છે.
જેટલા કર્મોનો ક્ષય, શ્રમણ-નિગ્રંથ અલ્પ કષ્ટથી અલ્પકાલમાં જ કરી શકે છે, તેટલા કર્મોનો ક્ષય અત્યંત કષ્ટને ભોગવનાર નારકી દીર્ઘકાલમાં પણ કરી શકતા નથી. તે વિષયને સ્પષ્ટ કરવા માટે સૂત્રકારે બે દાંત આપ્યા છે. જે ભાવાર્થથી સ્પષ્ટ છે અને ભગવતી સૂત્ર શતક-૬/૧માં પણ તેનું સ્પષ્ટીકરણ કર્યું છે. નારક અને શ્રમણની નિર્જરા શક્તિની તુલના - સૂત્રકારે શ્રમણની ઉત્તરોત્તર શ્રેષ્ઠતા સૂચિત કરવા પાંચ વિશેષણ સહિત પાંચ સૂત્રોનો પ્રયોગ કર્યો છે– (૧) અમનોજ્ઞ, તુચ્છ, નિસાર આહાર કરનાર અર્થાત્ આયંબિલથી થતી નિર્જરા, નારકો સો વર્ષ વેદના ભોગવવા છતાં પણ કરી શકતા નથી. (૨) એક ઉપવાસથી થતી નિર્જરા, નારકો હજાર વર્ષે પણ કરી શકતા નથી. (૩) બે ઉપવાસથી થતી નિર્જરા, નારકો લાખ વર્ષે પણ કરી શકતા નથી.
ત્રણ ઉપવાસથી થતી નિર્જરા, નારકો કરોડ વર્ષે પણ કરી શકતા નથી. (૫) ચાર ઉપવાસથી થતી નિર્જરા, નારકો ક્રોડાકોડ વર્ષે પણ કરી શકતા નથી.
નારકોના અશુભકર્મો તીવ્ર રસ યુક્ત અને ગાઢ હોવાથી તેનો શીધ્ર નાશ થતો નથી. આ સૂત્રથી સંલગ્ન તપસ્યાના ફળમાં ઉત્તરોત્તર થતી વૃદ્ધિનું પ્રમાણ સહજ રીતે સ્પષ્ટ થઈ જાય છે. શ્રમણના તપ
નારકીના કર્મ નિર્જરા વર્ષ (૧) આયંબિલ (અન્નગ્લાનતપ)ના ઉત્કૃષ્ટ ફળ માટે = ૧૦૦ વર્ષ, (૨) ઉપવાસના ઉત્કૃષ્ટ ફળ માટે
= ૧૦00 વર્ષ, (૩) બે ઉપવાસના ઉત્કૃષ્ટ ફળ માટે
= ૧ લાખ વર્ષ, (૪) ત્રણ ઉપવાસના ઉત્કૃષ્ટ ફળ માટે
= ૧કરોડ વર્ષ, (૫) ચાર ઉપવાસના ઉત્કૃષ્ટ ફળ માટે
= ૧ ક્રોડા ક્રોડ વર્ષ. આ રીતે આયંબિલથી ઉપવાસ, છઠ, અઠ્ઠમ અને ચાર ઉપવાસમાં થતાં લાભમાં ક્રમશઃ દશગુણી, સો ગુણી, હજારગુણી અને ક્રોડગુણી વૃદ્ધિથાય છે. તેમાં ન્યૂનતમ વૃદ્ધિદશ ગુણી છે. તે ચૌવિહારા ઉપવાસની અપેક્ષાઓ હોય તો તિવિહારા ઉપવાસથી ન્યૂનતમ પાંચ ગુણી વૃદ્ધિ થાય તે યોગ્ય બને છે. તેથી વર્તમાનની ધારણા પરંપરા અનુસાર તિવિહારા બે ઉપવાસ(છઠ)માં પાંચ ઉપવાસ, અઠ્ઠમમાં પ૪૫ = ૨૫ ઉપવાસ, ચાર ઉપવાસમાં ર૫૪૫ =૧૨૫ ઉપવાસનો લાભ થાય છે, તેવી માન્યતા પ્રચલિત છે અને પ્રાયશ્ચિત્તની પૂર્તી માટે પણ આ રીતે જ ઉપવાસની ગણતરી કરાય છે.
()
શતક ૧૬/૪ સંપૂર્ણ
,