________________
અભિગમ
ગોંડલ ગચ્છ શિરોમણી પરમ દાર્શનિક
પૂ. શ્રી જયંતમુનિ મ.સા.
આમુખ શ્રી ભગવતીજીનું રહસ્યમય કથન :
ગુરુપ્રાણ ફાઉન્ડેશન દ્વારા શાસ્ત્રો સુંદર રીતે પ્રકાશિત થઈ રહ્યા છે. તેમાં ભગવતી સૂત્ર પાંચ ભાગોમાં પ્રકાશિત થઈ રહ્યું છે. વિશાળ એવા ભગવતી સૂત્ર ઉપર ચિંતન લેખ લખવાનું ઘણું જ કઠિન છે. તો પણ યત્કિંચિત જે આભાસ થયો છે, તેને પ્રયાસ કરી થોડા શબ્દોમાં સંકલિત કરવામાં આવ્યો છે. આગમ ટ્રસ્ટ તરફથી દરેક ભાગ માટે લખવા પ્રેરણા મળી છે, જે શક્ય નથી; કારણ કે શાસ્ત્રનું સમુચિત અર્થ સાથે સંપાદન થઈ રહ્યું છે તેથી અલગ-અલગ શતક માટે લખવાનું શું હોય? પરંતુ સમગ્ર ભગવતીજી માટે મનમાં જે અહોભાવ જાગૃત થાય છે તેને અહીં પ્રગટ કરવા પ્રયત્ન કર્યો છે. ભગવતીજીની છણાવટ કરવા માટે ગણઘરદેવોએ જે પદ્ધતિ અપનાવી છે તે ખરેખર વિલક્ષણ છે.
તત્ત્વના બાહ્ય પ્રદેશથી લઈ આંતર પ્રદેશ સુધી પહોંચવા માટે અદ્ભુત રીતે પ્રરૂપણા શૈલી ગ્રહણ કરી છે. આ શેલી આગમપ્રત્યે તો માન ઊપજાવે તેવી છે જ, પરંતુ આગળ વધીને આપણા મન ઉપર એક પ્રકારે કોતરણી કરે છે. જેમ કોઈ મારબલ પથ્થર ઉપર કલાકાર સૂમ ધારવાળી છીણીથી શિલ્પકાર્ય કરે, તે રીતે શાસ્ત્રના શબ્દો અને પ્રશ્નની ઝલક એટલી ધારવાળી છે કે અજ્ઞાનને ખંડ-ખંડ કરી, તેમાં ઘણા જ છિદ્રો નિપજાવી, જ્ઞાનના કિરણોને બહાર લાવે છે. તે જ્ઞાન કિરણોનો પ્રકાશ તેની ફોરમ પાંચે ઇન્દ્રિયોને પ્રભાવિત કરી, વિષયોથી હટાવી, શેય તત્ત્વો ઉપર સ્થિર કરે છે.
આ પાંચે ઈન્દ્રિયો કર્મેન્દ્રિય છે, ભોગેન્દ્રિય છે, વિષયેન્દ્રિય છે અને મોહના પ્રભાવે પાંચમુખી બની રહે છે, પરંતુ મનને જ્યારે પ્રભુની વાણીનો સ્પર્શ થાય છે ત્યારે સાચા અર્થમાં પાંચ ઇન્દ્રિયો જ્ઞાનેન્દ્રિય બની શેયતત્ત્વને વાગોળે છે.
ખરેખર ભગવતી સૂત્રમાં આ મોટો ખેલ કરવામાં આવ્યો છે. સાધક પ્રશ્નોની જાળમાં સપડાઈને, જગતથી વિમુખ બનીને, અંતરમુખી થઈ શકે છે. ભગવતી સૂત્રનું
26 ON .•