________________
શતક-૧૫: ગોશાલક અધ્યયન
૨૪૯
तं विरमंतु णं देवाणुप्पिया ! एयस्स अट्ठस्स अकरणयाए। ભાવાર્થ:- તે સમયે શતદ્વાર નગરમાં અનેક માંડલિક રાજા, યુવરાજ, સાર્થવાહ આદિ પરસ્પર આ પ્રમાણે વિચાર વિનિમય કરશે કે હે દેવાનુપ્રિયો! વિમલવાહન રાજા શ્રમણ નિગ્રંથો સાથે વિપરીત વર્તન કરી રહ્યા છે યાવત કેટલાક શ્રમણોને દેશ નિકાલ કરી રહ્યા છે. હે દેવાનુપ્રિયો ! તે આપણા માટે પણ શ્રેયસ્કર નથી અને વિમલવાહન રાજા માટે પણ શ્રેયસ્કર નથી તેમજ આ રાજ્ય, રાષ્ટ્ર, સેના, વાહન, પુર, અંતઃપુર અને દેશને માટે શ્રેયસ્કર નથી. વિમલવાહન રાજા શ્રમણ નિગ્રંથો સાથે વિપરીત આચરણ કરે છે. હે દેવાનુપ્રિયો ! તેથી વિમલવાહન રાજાને આ વિષય સંબંધી નિવેદન કરવું, તે આપણા માટે શ્રેયસ્કર છે. આ રીતે વિચારીને તથા પરસ્પર નિશ્ચય કરીને તેઓ વિમલવાહન રાજાની પાસે જશે. ત્યાં જઈને બંને હાથ જોડીને વિમલવાહન રાજાને જય-વિજય શબ્દોથી વધાવશે. ત્યાર પછી તેઓ આ પ્રમાણે કહેશે- “હે દેવાનુપ્રિય! આપ શ્રમણ-નિગ્રંથોની સાથે અનાર્ય આચરણ કરો છો, તેના પર આક્રોશ કરો છો યાવત દેશ નિકાલ કરો છો; હે દેવાનુપ્રિય ! આ કાર્ય આપને માટે, અમારા માટે અને આ રાજ્ય યાવતુ દેશને માટે શ્રેયસ્કર નથી. હે દેવાનુપ્રિય! આપ શ્રમણ નિગ્રંથોની સાથે જે મિથ્યાભાવ ધારણ કરી રહ્યા છો તે ઉચિત નથી. તેથી હે દેવાનુપ્રિય! આપ આ દુરાચરણને બંધ કરો.” ९० तएणं से विमलवाहणे राया तेहिं बहूहिं राईसर जावसत्थवाहप्पभिईहिं एयमटुं विण्णत्ते समाणे णो धम्मों त्ति'णो तवों त्ति मिच्छाविणएणं एयमटुं पडिसुणेहिइ।
___ तस्सणंसयदुवारस्स णयरस्स बहिया उत्तरपुरच्छिमे दिसिभाए एत्थणंसुभूमिभागे णाम उज्जाणे भविस्सइ । सव्वोउय, वण्णओ । तेणं कालेणं तेणं समएणं विमलस्स अरहओ पउप्पए सुमंगलेणामअणगारे जाइसंपण्णे एवं जहा धम्मघोसस्स वण्णओ जाव सखिक्तविउलतेयलेस्से, तिण्णाणोवगए, सुभूमिभागस्स उज्जाणस्स अदूरसामतेमुटुंछट्टेणं अणिक्खित्तेणं जाव आयावेमाणे विहरिस्सइ । શબ્દાર્થ -પ૩] = પ્રપૌત્ર. ભાવાર્થ :- જ્યારે તે અનેક માંડલિક રાજા, યુવરાજ, સાર્થવાહ પર્વતના લોકો વિમલવાહન રાજાને મુનિજનો સાથે વિપરીત આચરણ ન કરવાનું નિવેદન કરશે, ત્યારે તે વિમલવાહન રાજા “ધર્મ નથી, તપ નથી” એવી બુદ્ધિ હોવા છતાં પણ મિથ્યા વિનય પ્રગટ કરીને તેમનું નિવેદન સ્વીકારી લેશે.
શતદ્વાર નગરની બહાર ઉત્તર-પૂર્વ દિશામાં સુભૂમિભાગ નામનું ઉધાન થશે. તે સર્વ ઋતુઓના ફળ-ફૂલોથી યુક્ત થશે, તે ઉધાનનું વર્ણન ઔપપાતિક સૂત્રાનુસાર જાણવું. તે કાલે તે સમયે વિમલ નામના તીર્થકરના પ્રપૌત્ર “સુમંગલ' નામના અણગાર થશે. તે જાતિ સંપન્ન ઇત્યાદિ ગુણોથી યુક્ત થશે. તેઓ શતક ૧૧/૧૧ માં વર્ણિત ધર્મઘોષ અણગારની જેમ ગુણ સંપન્ન થશે. સંક્ષિપ્ત વિપુલ તેજોવેશ્યાવાળા, ત્રણ જ્ઞાન સહિત તે સુમંગલ અણગાર, સુભૂમિ-ભાગ ઉદ્યાનથી ન અતિ દૂર, ન અતિ નજીક નિરંતર છઠ-છઠના તપ સહિત આતાપના ભૂમિમાં બંને હાથ ઊંચા રાખીને, સૂર્યની સન્મુખ આતાપના લેતા વિચરશે. વિવેચન :વિમસિ સર ... :- અહીં જે “વિમલ” નામના તીર્થકરનું કથન છે, તેની સંગતિ આ પ્રમાણે