________________
२०२
श्री भगवती सूत्र -४
विवेयन :
પ્રસ્તુત સૂત્રથી જ્ઞાત થાય છે કે તેજો લેશ્યા-લબ્ધિ બે પ્રકારની હોય છે– ઉષ્ણ અને શીતલ. ઉષ્ણ તેજો લેશ્યાની પ્રાપ્તિની વિધિ પ્રભુએ ગોશાલકને બતાવી પણ શીત લેશ્યાની પ્રાપ્તિની વિધિનું કથન આ સૂત્રમાં કે આગમ ગ્રંથોમાં કયાંય પ્રાપ્ત થતું નથી. તે ક્ષમા, શાંતિ, સંયમ, આદિ ગુણોના પ્રભાવે સ્વતઃ ઉપલબ્ધ થતી હોય તેવી સંભાવના છે.
संखित्तविउलतेयलेस्सं :- अप्रयोगासमां ने संक्षिप्त होय अने प्रयोगासभां विस्तृत थर्ध भय, ते સંક્ષિપ્ત-વિપુલ તેજોલેશ્યા કહેવાય છે.
પ્રભુ પાસેથી ગોશાલકનો પૃથક્ વિહાર :
२५
अहंगोमा ! अण्णया कयाइ गोसालेणं मंखलिपुत्तेणं सद्धिं कुम्मगामाओ णयराओ सिद्धत्थग्गामं णयरं संपट्टिए विहाराए, जाहे य मो तं देस हव्वमागया जत्थ णं से तिलथंभए । तएणं से गोसाले मंखलिपुत्ते ममं एवं वयासी- तुब्भे णं भंते ! तया ममं एवं आइक्खह जाव परूवेह - गोसाला ! एस णं तिलथंभए णिप्फज्जिस्सइ, णो ण णिप्फज्जिस्सइ, तंचेव जावपच्चायाइस्संति, तणंमिच्छा, इमंच णंपच्चक्खमेव दीसइ - एस णंसेतिलथंभए णो णिप्फण्णे अणिप्फण्णमेव । तेय सत्त तिलपुप्फजीवा उद्दाइत्ता उदाइत्ताणो एयस्स चेव तिलथंभगस्स एगाएतिलसंगलियाए सत्त तिला पच्चायाया ।
ભાવાર્થ :- હે ગૌતમ ! ત્યાર પછી મંખલિપુત્ર ગોશાલકની સાથે મેં કૂર્મગ્રામ નગરથી સિદ્ધાર્થ ગ્રામ નગર તરફ વિહાર કર્યો. જ્યારે અમે તે તલના છોડની નજીક આવ્યા, ત્યારે ગોશાલકે મને કહ્યું– હે ભગવન્ ! આપે મને તે સમયે કહ્યું હતું યાવત્ પ્રરૂપણા કરી હતી કે હે ગોશાલક ! આ તલનો છોડ નિષ્પન્ન થશે, અનિષ્પન્ન રહેશે નહીં અને તલ-પુષ્પના જીવો મરીને આ તલના છોડની એક ફળીમાં સાત તલ રૂપે ઉત્પન્ન થશે, પરંતુ આપની આ વાત મિથ્યા સિદ્ધ થઈ, (મેં તે છોડને ઉખેડી નાંખ્યો હતો. તેથી) પ્રત્યક્ષ સિદ્ધ છે કે આ તલનો છોડ ઉગ્યો જ નથી, તે અનિષ્પન્ન જ રહ્યો છે અને તે તલપુષ્પના સાત જીવો મરીને આ તલના છોડની એક તલફળીમાં સાત તલ રૂપે ઉત્પન્ન થયા નથી.
२६ अहंगोमा ! गोसालं मंखलिपुत्तं एवं वयासी - तुमं णं गोसाला ! तया ममं एवं आइक्खमाणस्स जाव परूवेमाणस्स एयमहं णो सद्दहसि, णो पत्तियसि, णो रोयसि, एयमट्टं असद्दहमाणे अपत्तियमाणे अरोएमाणे ममं पणिहाए "अयं णं मिच्छावाई भवउ" त्ति कट्टु ममं अंतियाओ सणियंसणियं पच्चोसक्कइ, पच्चोसक्कित्ता जेणेव से तिलथंभए तेणेव उवागच्छइ, तेणेव उवागच्छित्ता जाव एगंतमंते एडेइ । तक्खणमेत्तं गोसाला ! दिव्वे अब्भवद्दल पाउब्भूए । तएणं से दिव्वे अब्भवद्दलए खिप्पामेव तं चैव जावतस्स चेव तिलथंभगस्स एगाए तिलसंगलियाए सत्त तिला पच्चायाया; तं एस णं गोसाला ! से तिलथंभए णिप्फण्णे, णो अणिप्फण्णमेव । ते य सत्त तिलपुप्फजीवा उद्दाइत्ता उदाइत्ता एयस्स चेव तिलथंभयस्स एगाए तिलसंगलियाए सत्त तिला पच्चायाया । एवंखलुगोसाला !