________________
| १८४
શ્રી ભગવતી સૂત્ર-૪
કરી મનુષ્ય જન્મને સફળ બનાવ્યો. પ્રભુની દીક્ષા પછીનું આ બીજું ચાતુર્માસ હતું. પ્રભુએ પહેલા વર્ષે નિરંતર ૧૫-૧૫ દિવસની તપસ્યા કરી હતી અને બીજે વર્ષે નિરંતર ૧૨ માસખમણ કર્યા હતા. આ વાત આ અધ્યયનમાં પ્રભુએ સ્વમુખેથી ફરમાવી છે. દાનથી પ્રભાવિત ગોશાલક:१२ तएणंसेगोसालेमंखलिपुतेबहुजणस्स अंतिए एयमटुंसोच्चा णिसम्म समुप्पण्णसंसए समुप्पण्णकोउहल्ले जेणेव विजयस्स गाहावइस्स गिहे तेणेव उवागच्छइ, उवागच्छित्ता पासइ-विजयस्स गाहावइस्स गिहसि वसुहारं वुटुं, दसद्धवण्णं कुसुमंणिवडियं, ममंच णं विजयस्स गाहावइस्स गिहाओ पडिणिक्खममाणं पासइ, पासित्ता हट्ठतुढे जेणेव मम अंतिए तेणेव उवागच्छइ, उवागच्छित्ता ममं तिक्खुत्तो आयाहिणं पयाहिणं करेइ, करित्ता ममंवदइ णमंसइ, वंदित्ता णमंसित्ता ममं एवं वयासी-तुब्भेणं भंते! ममं धम्मायरिया, अहंणं तुब्भं धम्मंतेवासी । तएणं अहं गोयमा ! गोसालस्स मंखलिपुत्तस्स एयमटुंणो आढामि, णो परिजाणामि, तुसिणीए संचिट्ठामि । तएणं अहं गोयमा ! रायगिहाओ णयराओ पडिणिक्खमामि, पडिणिक्खमित्ता णालंदं बाहिरियं मझमझेणं जेणेव तंतुवायसाला,तेणेव उवागच्छामि, उवागच्छित्ता दोच्चं मासखमणं उवसंपज्जित्ता णं विहरामि। ભાવાર્થ :- ત્યાર પછી સંખલિપુત્ર ગોશાલકે પણ અનેક મનુષ્યો પાસેથી આ ઘટના સાંભળી અને અવધારણ કરી. તેના મનમાં સંશય અને કુતૂહલ ઉત્પન્ન થયું. તે વિજય ગાથાપતિને ત્યાં આવ્યો. તેણે વિજય ગાથાપતિના ઘરમાં વરસેલી સોનૈયાની વૃષ્ટિ, પાંચ વર્ણના પુષ્પોની વૃષ્ટિ અને વિજય ગાથાપતિના ઘરમાંથી બહાર નીકળતા મને જોયો; જોઈને તે પ્રસન્ન અને સંતુષ્ટ થયો. તે મારી પાસે આવ્યો, આવીને ત્રણ વાર પ્રદક્ષિણા- પૂર્વક વંદન નમસ્કાર કરીને મને આ પ્રમાણે કહ્યું- “આપ મારા ધર્માચાર્ય છો. હું આપનો શિષ્ય છું.’ હે ગૌતમ!મેં મખલિપુત્ર ગોશાલકની આ વાતનો આદર કર્યો નહીં, સ્વીકાર પણ કર્યો નહીં અને મૌન રહ્યો. હે ગૌતમ! ત્યાર પછી હું રાજગૃહ નગરમાંથી નીકળીને નાલંદા પાડામાં થઈને વણકરશાળામાં આવ્યો, ત્યાં આવીને બીજા માસખમણનો સ્વીકાર કરીને ત્યાં રહ્યો. १३ तएणंअहंगोयमा !दोच्चमासक्खमणपारणगंसितंतुवायसालाओपडिणिक्खमामि, पडिणिक्खमित्ता णालंदं बाहिरियं मझमज्झेणं जेणेव रायगिहे णयरे जाव अडमाणे आणंदस्स गाहावइस्स गिह अणुप्पविढे । तएणं से आणंदे गाहावई ममंएज्जमाणं पासइ, एवं जहेव विजयस्स, णवरं मम विउलाए खज्जगविहीए पडिलाभेस्सामि त्ति तुटे, सेसंतं चेव जावतच्चं मासक्खमणं उवसंपज्जित्ता णं विहरामि । ભાવાર્થ:- હે ગૌતમ! ત્યાર પછી બીજા માસખમણના પારણાના સમયે હું વણકરશાળામાંથી નીકળ્યો, બહાર નીકળીને, નાલંદાના મધ્યભાગમાંથી પસાર થઈને રાજગૃહી નગરીમાં ભિક્ષા માટે ફરતાં-ફરતાં મેં આનંદ ગાથાપતિના ઘરમાં પ્રવેશ કર્યો. આનંદ ગાથાપતિએ મને આવતા જોયો, ઇત્યાદિ સંપૂર્ણ વૃત્તાંત